બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Land scam case: Gandhinagar Sessions Court order to remand former IAS AK Langa to custody

BIG NEWS / જમીન કૌભાંડ મામલો: પૂર્વ IAS એસ.કે લાંગાના રિમાન્ડ પૂર્ણ, કસ્ટડીમાં મોકલવાનો ગાંધીનગર સેસન્સ કોર્ટનો આદેશ

Priyakant

Last Updated: 04:35 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

S K Langa Case News: પૂર્વ IAS એસ.કે.લાંગા રિમાન્ડ પુર્ણ થતા આજે તેમને કસ્ડટીમાં મોકલાયા

  • જમીન કૌભાંડ મામલે મોટા સમાચાર
  • પૂર્વ IAS એસ.કે. લાંગાને કસ્ટડીમાં મોકલાયા
  • રિમાન્ડ પુર્ણ થતા મોકલાયા કસ્ડટીમાં

જમીન કૌભાંડ મામલે ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગાને કસ્ટડીમાં મોકલાયા છે. વાત જાણે એમ છે કે, અગાઉ માઉન્ટ આબુથી ધરપકડ કર્યા બાદ તેમણે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જોકે હવે  પૂર્વ IAS એસ.કે.લાંગા રિમાન્ડ પુર્ણ થતા આજે તેમને કસ્ડટીમાં મોકલાયા છે. 

શું છે એસ કે લાંગા કેસ?
એસ.કે.લાંગા વિજય રૂપાણી સરકારમાં ગાંધીનગરના કલેક્ટર હતાં. પોતાના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને જે-તે વખતના તત્કાલીન ચીટનીશ તથા આર.એ.સી. તથા પોતાના મળતિયાઓના આર્થિક ફાયદા કારસો રચ્યો હતો. પૂર્વ આયોજિત કાવતરા મુજબ જમીનના ખોટા NAના હુકમો કર્યા હતા. બાદમાં સરકારમાં ભરવાની થતી પ્રીમિયમની રકમનો પણ ઉલાળિયો કર્યો હતો અને સરકારને આર્થિક નુકસાન પણ પહોંચાડ્યું હતું. બિનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવ્યા હતા. તેમણે નવી શરતની જમીન જૂની શરતમાં દર્શાવી ખોટા પુરાવા હોવાનો પણ આરોપ છે. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા વ્યાસા સમિતિના રિપોર્ટના આધારે SITએ શરૂ તપાસ શરૂ કરી હતી. બાદમાં કાર્યવાહી ટાણે તેઓ માઉન્ટ આબુમાં હોવાની માહિતી મળતાં ગાંધીનગર પોલીસે ગુપ્ત ઓપરેશન હાથ ધરી તેમની ધરપકડ કરી હતી.

જમીન ભ્રષ્ટ્રાચાર મામલો
ગાંધીનગરનાં મુલાસણાની પાંજરાપોળની જમીન ભ્રષ્ટ્રાચાર મુદ્દે પૂર્વ IAS એસ કે લાંગા નામ ઉછળ્યું હતું. જમાં એસ.કે. લાંગા દ્વારા નનામા પત્રમાં જમીન કૌભાંડ મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પર આરોપો લાગ્યા હતા. ત્યારે આ બાબતે ખુલાસો કરતા પૂર્વ મુખ્યમંત્રીએ રૂપાણીએ જણાવ્યું હતું કે એસ.કે.લાંગા મને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે. મારા સમયમાં એસ.કે.લાંગા સામે ગેરરીતિની તપાસ કરવામાં આવી હતી. લાંગા હાઈ પાવર કમિટીની વાત કરીને ગેરમાર્ગે દોરે અને હાઈ પાવર કમિટીમાં પાંજરાપોળની કથિત જમીન બાબતે ક્યારેય ચર્ચા થઈ નથી. 

એસ.કે.લાંગા સામે કેસ શું છે?

  • જમીન ખોટી રીતે આપી દેવાના કેસમાં ધરપકડ કરાઇ હતી
  • જમીન કૌભાંડ સમયે ગાંધીનગરના કલેક્ટર હતા એસ.કે. લાંગા
  • સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યાનો આરોપ છે
  • ગાંધીનગરમાં કેતન ધૃવ નામના આરોપીએ કરી હતી ફરિયાદ 
  • ખોટા દસ્તાવેજ અને સત્તાનો દૂરઉપયોગ કરવા બાબતે થઇ હતી ફરિયાદ 
  • માતર વિરોજા ગામે બોગસ ખેડૂત બન્યા હતા
  • કાર્યકાળ દરમિયાન પેથાપુરમાં સરકારી જમીન ખાનગી વ્યક્તિને અપાવી
  • બિન ખેડૂતોને ખેડૂત બનાવી જમીનને બિનખેતીમાં તબદીલ કરવાનું કૌભાંડ કર્યુ

કોણ છે એસ.કે.લાંગા?

  • એસ.કે.લાંગા ગાંધીનગર જિલ્લા કલેક્ટર તરીકે રહ્યા
  • લાંગા 6 જિલ્લામાં RAC,DDO અને કલેકટર પદે રહ્યા છે
  • AMCમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચુક્યા છે
  • લાંગાની સાથે તેમની સાથેના અધિકારી પણ વિવાદમાં રહ્યાં છે
  • ગોધરાના કલેક્ટર હતા ત્યારે પણ તેમની સામે ગુનો દાખલ થયેલો છે
  • ખાનગી વ્યક્તિને જમીનનો લાભ અપાવતા પંચમહાલ પોલીસે ગુનો દાખલ કર્યો હતો

એસ.કે.લાંગાની સંપત્તિ કેટલી?

  • એસ.કે.લાંગા તેમના મળતિયા અને સંબંધીના નામે અઢળક સંપત્તિ
  • જમીનોના સોદામાં ભાગ પણ રહેતો હતો
  • અમદાવાદના બોપલમાં ફાર્મ હાઉસ અનેક દુકાનો હોવાની ચર્ચા
  • પરિવારના સભ્યના નામે પણ અનેક પ્રોપર્ટી
  • રાઇસ મિલમાં ભાગીદારી હોવાની ચર્ચા 

માતરનો મામલો શું હતો?

  • માતરમાં બિન ખેડૂતોની તપાસમાં દસ્તાવેજોની ચકાસણી થયો હતો પર્દાફાશ 
  • માતર તાલુકાના વિરોજા ગામે ખરીદી હતી જમીન
  • રેકર્ડ અને કાગળની ચકાસણી દરમિયાન ખોટી રીતે ખેડૂત બન્યાની ચર્ચા 
  • ખેડૂત બન્યા તે અંગે જરૂરી પુરાવા રજૂ કરવા નોટિસ અપાઇ હતી
  • નોટિસ બાદ લાંગા ખેડૂત હોવાના પૂરાવા રજૂ ન કરી શકતા કાર્યવાહી કરાઇ હતી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ