બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ktm exports saw greater volumes than domestic sales in november 2023

ઓટો / ગજબ! ભારત કરતાં તો વિદેશો માં વધારે વેચાઈ રહી છે દેશની આ બાઈક, જાણો કયા મોડલની ડિમાન્ડ સૌથી વધુ

Arohi

Last Updated: 03:27 PM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

KTM Exports: KTMની મોટરસાયકલનું ભારતથી વધારે વિદેશમાં વેચાણ થઈ રહ્યું છે. નવેમ્બર 2023માં ડોમેસ્ટીક વેચાણની તુલનામાં કેટીએમનું એક્સપોર્ટ ખૂબ જ વધારે રહ્યું. દેશના બહાર સૌથી વધારે ડિમાંડ 390 રેંજની રહી.

  • ભારતથી વધારે વિદેશમાં વેચાય છે આ બાઈક 
  • સૌથી વધારે છે આ બાઈકની ડિમાન્ડ 
  • દેશની બહાર આ મોડલની સૌથી વધારે ચર્ચા 

ટૂ-વ્હીલર કંપની KTMનું વેચાણ ભારતીય બજારમાં ઓછુ અને વિદેશ બજારમાં વધારે છે. નવેમ્બર 2023માં કેટીએમનું વેચાણ ભારતીય બજારમાં 5,287 યુનિટ અને વિદેશી બજારમાં 6,454 યુનિટ રહ્યું. ભારતથી KTMની નિકાસ 390 રેંજ છે. જેના 2955 યુનિટ દેશની બહાર મોકલવામાં આવ્યા. કુલ નિકાસમાં 390 રેંજનું એકલાનું 45.79% યોગદાન છે. 

390 રેંજે ગયા વર્ષે શિપ કરેલી 1611 યુનિટ્સની તુલનમાં 83.43%ની વાર્ષિક વૃદ્ધિ નોંધાવી છે. ત્યાં જ એક મહિના પહેલા મોકલવામાં આવેલી 2795 યુનિટ્સની તુલનામાં 5.72% MoMની વૃદ્ધિ જોવા મળી. આ મોડલે વાર્ષિક આધાર પર 1,344 યુનિટ્સ અને માસિક આધાર પર 160 યુનિટ્સનું વોલ્યૂમ ગેન કર્યું. 

કંપનીએ ક્રમશઃ 250 રેંજ અને 125 રેંજની 1,247 અને 1,234 યુનિટનું એક્સપોર્ટ કર્યું. 250 રેંજમાં વાર્ષિક આધાર પર 155.6%ની આશ્ચર્યજનક વૃદ્ધિની સાથે સાથે 37.03% MOM વૃદ્ધિ જોવા મળી. જ્યારે 125માં 71.39% વાર્ષિક વૃદ્ધિ અને 83.63% MoM વૃદ્ધિ જોવા મળી. 

KTM 200 રેન્જની નિકાસ 
KTMની 200 રેંજનું યોગદાન 918 યુનિટ્સના શિપમેન્ટની સાથે નિકાશ બજારમાં સૌથી ઓછુ રહ્યું જે વાર્ષિક આધાર પર 74%નો અને માસિક આધાર પર (MoM) 66.91%નો ઘટાડો છે. કુલ મળીને KTMના નિકાસ યુનિટ્સ 6454 રહ્યા. જે KTM ઈન્ડિયા દ્વારા ઘરેલુ બજારમાં વેચેલા વ્હીકલથી વધારે છે. નિકાસમાં વાર્ષિક આધાર પર 1.02%નો વધારો અને 29.08% MoMનો વધારો થયો. 

ભારત અને વિદેશી બજારમાં કોની ડિમાન્ડ? 
ભારતીય બજારમાં KTMની 200 રેંજનો જલવો રહ્યો. જેણે 21.11% વાર્ષિક વૃદ્ધિની સાથે નવેમ્બર 2023માં 2,777 યુનિટ્સનું વેચાણ મેળવ્યું અને ભારતમાં સૌથી વધારે વેચાનાર મોડલ રહ્યું. ત્યાં જ જો નિકાસની વાત કરવામાં આવે તો વિદેશી બજારમાં 390 રેંજની લોકપ્રિયતા કાયમ છે. જેણે એકલાએ 45.79% યોગદાન આપ્યું. 390 રેંજના ગયા વર્ષે શિપ કરેલ 1,611 યુનિટ્સની તુલનામાં 83.43%ની વાર્ષિક વૃદ્ધિ નોંધાઈ. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ