બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Kotdasangani's Detdia seam struck by police, then what happened is unimaginable

રાજકોટ / કોટડાસાંગાણીના દેતડીયાની સીમમાં પોલીસ ત્રાટકી, પછી જે થયું તેની કલ્પના પણ નહિ હોય

Mehul

Last Updated: 06:33 PM, 12 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી વિસ્તારમાંથી ધમધમતો જુગારનો અડ્ડો ઝડપાતા ચકચાર. બાતમી આધારે કાર્યવાહી કરવામાં આવતા 28 શખ્સોને જુગાર રમતા દેતળિયાની સિમ માંથી રંગેહાથ ઝડપાયા

  • ગોંડલનાં  કોટડાસાંગાણીમાં જૂગારધામ પર છાપો 
  •  દેતડીયા ગામની સિમમાંથી 28 જૂગારી ઝડપાયા 
  • 13 વાહનો, 29 મોબાઈલ ઝડપાયા,4 જૂગારી ફરાર 

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી વિસ્તારમાંથી ધમધમતો જુગારનો અડ્ડો ઝડપાતા ચકચાર મચી ગઈ છે.કહેવાય છે કે, લાંબા સમયથી ધમધમતા આ અડ્ડા સામે સ્થાનિકોની નારાજગી હોવા છતાં કેટલાક સંયોગવશ પગલાં લેવાતા નહોતા. અથવા આંખ આડા કાન કરવામાં આવતા હતા. દેતડીયા ગામની સિમમાં ખરાબાની જગ્યામાં  જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ગોંડલ ડિવિઝનના DySPએ જુગારના અડ્ડા પર દરોડા પાડ્યા હતા. 

ઘટનાની વિગત પ્રમાણે ગોંડલ DYSP પી.એ.ઝાલાને  દેતડીયા ગામની સિમમાં ખરાબાની જગ્યામાં જુગાર રમાતો હોવાની મળેલી બાતમી આધારે કાર્યવાહી કરવામાં આવતા 28 શખ્સોને જુગાર રમતા દેતળિયાની સિમ માંથી રંગેહાથ ઝડપી લેવાયા હતા. 28 જેટલા જૂગારીયાઓ સાથે 13 વાહનો, 29 મોબાઈલ સહિતનો મુદ્દામાલ પણ કબ્જે લેવાયો હતો. જૂગાર ધામ પર કાર્યવાહીમાં ગોંડલ તાલુકા પોલીસ, આટકોટ અને કોટડાસાંગાણી પોલીસ પણ ઘટનાસ્થળે પહોચ્યા હતા. 28 જુગારીઓને ઝડપીને કાર્યવાહી હાથ ધરાઈ હતી, તો ચાર જૂગારી ફરાર થવામાં સફળ રહ્યા હતા. કહેવાય છે કે, ભગવતપરામાં રહેતા કાસમ લાખાણી નામનો શખ્સ આ જગ્યાએ જુગાર રમાડતો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ