બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Kolkata Knight Riders VS Gujarat Titans in 13th match of IPL 2023

IPL 2023 / ગુજરાતના શંકરે IPLમાં મચાવ્યું 'તાંડવ' ! હાર્દિક પંડ્યાની બદલીમાં આવ્યાનું સાર્થક કર્યું, મેચમાં ધડાધડ કર્યાં આટલા રન

Priyakant

Last Updated: 07:27 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત તરફથી વિજય શંકરે તોફાની ઇનિંગ રમી 24 બોલમાં 63 રનની ઇનિંગ રમી, શાર્દુલ ઠાકુરે છેલ્લી ઓવરમાં ત્રણ સિક્સર ફટકારી

  • IPL 2023ની 13મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ VS ગુજરાત ટાઈટન્સ
  • ગુજરાત તરફથી વિજય શંકરે 24 બોલમાં 63 રનની તોફાની ઇનિંગ રમી
  • શાર્દુલ ઠાકુરે છેલ્લી ઓવરમાં ત્રણ સિક્સર ફટકારી

IPL 2023ની 13મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.  આ તરફ ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આજની મેચમાં રાશિદ ખાન ટોસ કરવા આવ્યો હતો. મતલબ કે હાર્દિક આ મેચ નથી રમી રહ્યો. 

ગુજરાત તરફથી શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહા ઓપનિંગ કરવા આવ્યા હતા. સુનીલ નારાયણે કોલકાતાને પ્રથમ સફળતા અપાવી હતી. રિદ્ધિમાન સાહા 17 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી સુનીલ નારાયણે શુભમન ગિલના રૂપમાં ગુજરાતને વધુ એક ઝટકો આપ્યો હતો. ગિલે 39 બોલમાં 39 રન બનાવ્યા હતા. 

સુયશ શર્માએ ગુજરાતને ત્રીજો ઝટકો આપ્યો હતો. અભિનવ મનોહર સંપૂર્ણપણે સુયશની સ્પિનમાં ફસાઈ ગયો. તે 8 બોલમાં 14 રન બનાવીને ક્લીન બોલ્ડ થયો હતો. ગુજરાત તરફથી સાંઈ સુદર્શને અડધી સદીની ઇનિંગ રમી હતી. તેણે 38 બોલમાં 53 રનની ઇનિંગ રમી હતી. તેની વિકેટ સુનીલ નારાયણે લીધી હતી. ગુજરાત તરફથી વિજય શંકરે તોફાની ઇનિંગ રમી હતી. તેણે 24 બોલમાં 63 રનની ઇનિંગ રમી હતી. ઉલ્લેખનીય છે કે, શાર્દુલ ઠાકુરે છેલ્લી ઓવરમાં ત્રણ સિક્સર ફટકારી હતી. 

જાણો કોલકાતાની ટીમ કેવું રમી ? 
આ વિશાળ લક્ષ્યનો પીછો કરતા કોલકાતાની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝ અને નારાયણ જગદીશન કંઈ અદભૂત કરી શક્યા ન હતા. ગુરબાજ 15 અને નારાયણ માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. જણાવી દઈએ કે નીતિશ રાણા અને વેંકટેશ અય્યર વચ્ચે અડધી સદીની ભાગીદારી હતી. બે મેચ જીતીને ગુજરાતની ટીમ જબરદસ્ત લયમાં જોવા મળી રહી છે. 

આ સાથે જ છેલ્લી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યા બાદ કોલકાતાની નજર સતત બીજી જીત પર રહેશે. મોહમ્મદ શમી, સુકાની હાર્દિક પંડ્યા, અલઝારી જોસેફ અને અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાન જેવા સ્ટાર ખેલાડીઓ સાથે જોડાયેલી ટીમને આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ અને ઘણા યુવા ખેલાડીઓ દ્વારા પડકારવામાં આવશે.

બંને ટીમોના ખેલાડી 1

  • ગુજરાતઃ શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા, ડેવિડ મિલર, વિજય શંકર, સાઈ સુદર્શન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, જોશ લિટલ, અલઝારી જોસેફ, યશ દયાલ, મોહમ્મદ શમી
  • કોલકાતા: એન જગદીશન, રહેમાનુલ્લાહ ગુરબાઝ (ડબ્લ્યુકે), નીતીશ રાણા (સી), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શાર્દુલ ઠાકુર, સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ