બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / Politics / Know the reason/why 135 crore rupees was recovered from Congress? What does Section 226(3) of IT say?

લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસ પાસે કેમ વસૂલાયા 135 કરોડ રૂપિયા? ITની કલમ 226(3) શું કહે છે ?

Vishal Dave

Last Updated: 08:40 PM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી પહેલા કોંગ્રેસ પર વધુ એક મુસીબત આવી છે. કોંગ્રેસને ઈન્કમ ટેક્સની 1823 કરોડ રૂપિયાની નોટિસ મળી છે જેથી કોંગ્રેસ ટેક્સ ટેરરિઝમનો આરોપ લગાવી રહી છે.

કોંગ્રેસે સરકાર પર ટેક્સ ટેરરિઝમનો આરોપ લગાવ્યો છે. સુત્ર દ્વારા મળેલી માહિતી મુજબ ચૂંટણીમાં કેશના મોટા પાયે ઉપયોગને કારણે કોંગ્રેસે 2018-19માં ઈન્કમ ટેક્સમાં મળતી રાહત ગુમાવી હતી. જેથી કોંગ્રેસ પાસેથી 135 કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવ્યો છે. ઈન્કમ ટેક્સ દ્વારા એપ્રિલ 2019માં કરાયેલ સર્ચ ઓપરેશનમાં સામે આવ્યુ હતુ કે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં કેશનો વધારે પ્રમાણમાં ઉપયોગ થયો છે. પાર્ટીના ખર્ચના આંકલન માટે 2014-15 થી 2020-21 સુધી એમ 7 વર્ષના હિસાબ ખોલવામાં આવ્યા હતા.

ટેક્સ ચૂકવવા માટે કોંગ્રેસને અનેક વખત પત્ર મોકલવામાં આવ્યા હતા.

સર્ચ ઓપરેશન પછી વર્ષ 2021માં કોંગ્રેસ પાસે ટેક્સની માંગ કરવામાં આવી હતી. આ ટેક્સ ચૂકવવા માટે કોંગ્રેસને અનેક વખત પત્ર મોકલવામાં આવ્યા હતા. કાર્યવાહી બાદ કોંગ્રેસ દ્વારા દાખલ કરવામાં આવેલી સ્ટે પિટિશન કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ આદેશના 33 મહિના પછી અને ઈન્કમ   ટેક્સના આદેશના 10 મહિના પછી પણ કોંગ્રેસે ટેક્સ ન ચૂકવતા ઈન્કમ ટેક્સની કલમ 226(3) મુજબ નાણા વસૂલાતની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં લગભગ 135 કરોડ રૂપિયાની બાકી વસૂલાતની કાર્યવાહી શરૂ કરાઈ હતી.

કલમ 226 (3) શું કહે છે ?

ઈન્કમ ટેક્સની કલમ 226 (3) મુજબ જેના પણ ટેક્સના નાણાં બાકી છે તેવા કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થાને આવકવેરા સંબંધિત નોટિસ આપવામાં આવે છે. આ નોટિસથી બાકી રહેલી ટેક્સની રકમ ભરવાની સૂચના આપવામાં આવે છે જેમાં પૈસા ભરવાની છેલ્લી તારીખ પણ મેન્શન કરવામાં આવી હોય છે. જો નોટિસની સમય મર્યાદા મુજબ ટેક્સ ચૂકવવામાં ન આવે તો અધિકારીને બાકી રકમની વસૂલાત માટે પગલાં લેવાનો અધિકાર છે. જેમાં પેનલ્ટી અને વ્યાજ ચૂકવવાની પણ જોગવાઈ છે.

ઉલ્લેખનીય છે કે, 135 કરોડની ટેક્સ વસુલી પર સ્ટે માંગતી કોંગ્રેસની અરજીને ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ અને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દેતા ઈન્કમ ટેક્સ અધિનિયમ, 1961ની જોગવાઈઓ અનુસાર 135 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી. અત્યારે ચૂંટણીના સમયે પણ આવકવેરા વિભાગે 1993-94 : 54 કરોડ રૂપિયા, 2016-17 : 182 કરોડ રૂપિયા, 2017-18 : 179 કરોડ રૂપિયા, 2018-19 : 918 કરોડ રૂપિયા, 2019-20 : 490 કરોડ રૂપિયા એમ કુલ પાંચ અલગ-અલગ નાણાકીય વર્ષના ટેક્સ રિટર્નમાં ભૂલો બદલ 1823.08 કરોડ રૂપિયાની ચૂકવવા માટે નવી નોટિસ જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ આયુષ્માન કાર્ડ બનાવતા પહેલા આટલું ખાસ ચેક કરી લેજો, નહીં તો રદ થઇ જશે અરજી

કોંગ્રેસનો આરોપ શું ?
1823 કરોડની નોટિસ મળતા કોંગ્રેસના બધા જ નેતા ભાજપ પર હમલાવર થઈ ગયા છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એવો દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષ પર 'ટેક્સ ટેરરિઝમ' મારફતે હુમલો કરવામાં આવી રહ્યો છે. ઈન્કમ ટેક્સે ભાજપ તરફ પોતાની આંખો બંદ કરી દીધી છે કેમ કે ભાજપને 4600 કરોડના દંડ ભરવાનો થાય છે પરંતુ તેને કોઈ નોટિસ નથી અપાઈ. કોંગ્રેસના કોષાધ્યક્ષ અજય માકને આરોપ લગાવ્યો કે જે માપદંડ મુજબ અમારી પાર્ટીને દંડની નોટિસ આપવામાં આવી છે તેના આધારે ભારતીય જનતા પાર્ટી પાસેથી 4600 કરોડ રૂપિયાથી વધુની ચુકવણી કરવાની થાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ