બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / બિઝનેસ / know how to buy and sell gold on google pay in easy process

સોનાની ખરીદી / ટૅન્શન ન લો હવે દુકાને જવાની જરૂર નથી! ઘરે બેઠા પણ આ રીતે ખરીદી શકો છો સોનુ, જાણો પ્રોસેસ

Premal

Last Updated: 12:21 PM, 12 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનું ખરીદવુ હોય કે વેચવુ હોય તો હવે તમારે દુકાન જવાની જરૂર નથી. હવે આ કામ તમે ઘર બેઠા ગુગલ પે પરથી કરી શકો છો. રસપ્રદ વાત એ છે કે ગુગલ પે પરથી સોનાને સ્ટોર કરવાની સુવિધા મળે છે. જો સુરક્ષાના કારણોસર ખરીદવામાં આવેલુ સોનું તમે ઘરમાં રાખવા ઈચ્છતા નથી તો તેના સંગ્રહ માટેની સુવિધા ગુગલ પે આપી રહ્યું છે.

  • હવે સોનું તમે ઘર બેઠાં ગુગલ પે પરથી ખરીદી શકશો
  • ગુગલ પે ખરીદેલા સોનાને સંગ્રહ કરવાની આપે છે સુવિધા
  • જાણો, ગુગલ પે પરથી સોનું ખરીદવાની શું છે પ્રોસેસ

ગુગલ પે પરથી સોનું ખરીદી શકશો

ગુગલ પેની જેમ પેમેન્ટ વોલેટ પેટીએમ પણ આ સુવિધા આપે છે. આ પેમેન્ટ વોલેટ દ્વારા ગ્રાહક ડિઝીટલ ગોલ્ડની ખરીદી કરી શકે છે. ડીજીટલ ગોલ્ડને ખરીદવુ અને સ્ટોર કરવુ બંને સરળ છે. જેના પર રિટર્ન પણ સારું મળે છે. ફિજીકલ ગોલ્ડ જેવી જ્વેલરી, આભૂષણ, બિસ્કીટ અથવા બારની વાત કરીએ તો સોનાને ઘરમાં રાખવાથી કોઈ રિટર્ન મળતુ નથી. પરંતુ ડિઝીટલ ગોલ્ડની સાથે આ વાત નથી. ગુગલ પે દ્વારા ડીજીટલ ગોલ્ડ ખરીદી શકો છો તો આ પ્લેટફોર્મ પરથી સોનું વેચી શકો છો. જેના માટે તમારે બીજે ક્યાય જવાની કે ગ્રાહક શોધવાની જરૂર નથી.

ડીજીટલ ગોલ્ડને સરળતાથી સ્ટોર કરી શકો છો

ગુગલ પે ગ્રાહકોને એમએમટીસી-પીએમએમપી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ પરથી સોનું ખરીદવાની તક આપે છે. ગુગલ પેની સાથે પોતાનું ખરીદવામાં આવેલુ ડીજીટલ ગોલ્ડ સ્ટોર પણ રાખી શકો છો. ગુગલ પેમાં એક ગોલ્ડ લોકર મળી રહ્યું છે, જ્યાં પોતાના ખરીદેલા ડિજીટલ ગોલ્ડને સરળતાથી સ્ટોર કરીને રાખી શકો છો. આ એપ દ્વારા જેટલા પણ ડીજીટલ ગોલ્ડ ખરીદવામાં આવ્યાં છે, તેને તમે સુરક્ષિત રાખી શકો છો. જે લોકરમાં તમે ડીજીટલ ગોલ્ડ મુક્યુ છે, એ જ લોકરમાં એમએમટીસી-પીએએમપીને વેચી પણ શકો છો.

કેવીરીતે ખરીદશો સોનું

સૌપ્રથમ ગુગલ પે એપ ખોલો
સ્ક્રીનના બોટમ પર new payment લખ્યું હશે, જેના પર ક્લિક કરો
સર્ચ બારમાં જુઓ, gold locker લખેલુ દેખાશે, તેના પર ક્લિક કરો
હવે gold locker પર ક્લિક કરો
Buy બટન પર ક્લિક કરો, જેની સાથે માર્કેટના વર્તમાન ભાવ જોવા મળશે. તેમાં ટેક્સ પણ સામેલ હશે
જેવી ગોલ્ડની ખરીદી શરૂ કરશો, ત્યાં દેખાતી કિંમત 5 મિનિટ માટે લોક થઇ જશે
જેટલા રૂપિયાનું ડીજીટલ ગોલ્ડ ખરીદવા ઈચ્છો છો, તેને નોંધો
હવે ચેક માર્ક પર ક્લિક કરો
હવે proceed બટન પર ક્લિક કરો અને ટ્રાન્જેક્શન પ્રોસેસને પૂર્ણ કરો
ટ્રાન્જેક્શન જેવુ ઓકે થશે, તેની થોડી મિનિટો બાદ તમારા લોકરમાં ડીજીટલ ગોલ્ડ જોવા મળશે

કેટલું સોનું ખરીદી શકાય?

ગૂગલ પે દ્વારા કોઈ ગ્રાહક કેટલું સોનું ખરીદી શકે છે અથવા સંગ્રહ કરી શકે છે, તેની કોઈ ઓવરઓલ મર્યાદા નથી. જોકે, એક દિવસમાં 50,000 રૂપિયાથી વધુનું ડીજીટલ ગોલ્ડ ખરીદવાની મનાઈ છે. ઓછામાં ઓછું 1 ગ્રામ ડીજીટલ ગોલ્ડ ખરીદવાનો નિયમ છે. જેનાથી ઓછી ખરીદી ના કરી શકાય. જેમાં કેવાઈસીના નિયમનું પાલન કરવુ જરૂરી છે. જો કોઈ ગ્રાહક 49,999 રૂપિયાથી વધારે સોનું ખરીદે છે તો તેણે કેવાઈસીના નિયમોનું પાલન કરવુ પડશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ