બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / સુરત / kishan Bharwad murder case three more accused on remand

ધંધુકા / કિશન ભરવાડ હત્યા કેસ: સ્પે. કોર્ટે ત્રણ આરોપીના રિમાન્ડ કર્યા મંજુર, આ 17 મુદ્દે તપાસ હજુ બાકી

Mayur

Last Updated: 10:27 PM, 5 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ એક અપડેટ આવી છે. વધુ ત્રણ આરોપીઓના 9 દિવસ માટે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

  • સ્પે. કોર્ટે ત્રણેય આરોપીના રિમાન્ડ મંજુર કર્યા 
  • કોર્ટે 9 દિવસના રિમાન્ડ કર્યા મંજુર
  • ષડયંત્રમાં વપરાયેલ ફોન,સીમકાર્ડ પુરવા કબ્જે કરવાના બાકી 

9 દિવસના રીમાન્ડ મંજૂર

કિશન ભરવાડ હત્યા કેસના ત્રણ આરોપીના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.  ગુજરાત ATSની ટીમે આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી પરંતુ કોર્ટે 9 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. શબ્બીર ચોપડા, ઈમ્તિયાઝ પઠાણ અને મૌલાના ઐયુબ જાવરાવાલાના 9 દિવસની રીમાન્ડ મંજૂર થયા છે.

17 જેટલા મુદ્દે તપાસ બાકી 

ATS આરોપીઓને કોર્ટમાં રજૂ કરી મોબાઈલ અને સીમકાર્ડ શોધવાના બાકી હોવાના સહિત 17 જેટલા મુદ્દા મામલે તપાસ બાકી હોવાનુ જણાવી 14 દિવસના રીમાન્ડ માંગ્યા હતા પરંતુ બચાવપક્ષ તરફથી આ મુદ્દાને રીપીટેડ ગણાવ્યા હતા. જેથી કોર્ટે 14 દિવસની જગ્યાએ 9 દિવસના રીમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા

અત્યારસુધીમાં 9 શખ્સની ધરપકડ
આ કેસમાં અત્યારસુધીમાં શબ્બીર ચોપડા, ઇમ્તિયાઝ તથા બે મૌલવી કમર ગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા તથા અજીમ સમા, વસીમ બચા, અજીમ સમાને હથિયાર આપનાર રમીઝ સેતા, મહંમદહુસેન કાસમ ચૌહાણ, મતીન ઊસમાનભાઈ મોદન મળીને કુલ 9 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.

ધધુકામાં કિશન ભરવાડના હત્યા મામલો એક એક બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે 3 આરોપીની ગુજરાત ATSએ ઘરપકડ કરી હતી.  પોરબંદરથી ઝબ્બે થયેલા આ આરોપીમાં મહમદરમીઝ સલીમભાઈ સેતા, મહંમદહુસેન કાસમ ચૌહાણ, મતીન ઊસમાનભાઈ મોદનનો સમાવેશ થાય છે. તેઓએ રાજકોટના અજીમ સમાને હથિયાર સપ્લાઈ કર્યા હોવાનું પ્રાથમિક કારણ બહાર આવી રહ્યું છે.

ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસ મામલે રોજબરોજ નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. મૌલાના કમરગની ઉસમાની અને મૌલાના ઐયુબની પૂછપરછમાં નવી વાતો સામે આવી હતી. હાલ આ મામલે ATSની ટીમ તપાસ હાથ ધરી છે. ત્યારે જાણવા મળ્યુ છે કે કમરગનીએ  જે TFI નામનું સંગઠન બનાવ્યુ હતું તેનું લખનઉથી રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું. દેશભરમાં સંગઠન દ્વારા સભ્યો બનાવીને રોજનો એક રુપિયો દાનમાં લેવાય છે.  ATSની તપાસમાં TFIના બે એકાઉન્ટ હોવાનું સામે આવ્યુ છે. જો કે આ મામલે કમરગનીની બેવડી નીતિ સામે આવી રહી છે. કમરગનીનું કહેવુ છે કે તેણે કાયદેસર લડવાની સલાહ આપવા માટે તેણે સંગઠન ઉભુ કર્યુ હોવાનું રટણ કરી રહ્યો છે. 

પાકિસ્તાન કનેક્શન નહી- ATS 

ATSએ સમગ્ર મામલે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યુ હતુ કે દાવત એ ઇસ્લામ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. દાવત એ ઇસ્લામી અને ફંડીગ મામલે પોલીસ પૂછપરછ કરી રહી છે. તો એટીએસએ ઝડપાયેલા નવા 3 આરોપીઓએ  હત્યા મામલે આરોપીઓને રહેવાનુ જમવાનુ તથા પૈસા અને સંતાવવા માટે જગ્યા પણ શોધી આપી હતી. જેમાં એક પોરબંદરનો હુસૈન ખતરી, મતીન અને અન્ય એક આરોપીનો સમાવેશ થાય છે. તો સમગ્ર મામલે ATSએ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યુ હતુ કે સમગ્ર મામલે પાકિસ્તાનનું કોઇ કનેક્શન નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ