બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kheda syrup scandal: Death toll reaches 6, SIT formed, hospitals not doing post-mortem notices

તપાસનો ધમધમાટ / ખેડા સીરપ કાંડ: મૃત્યુઆંક 6એ પહોંચ્યો, કરાઇ SITની રચના, મૃતકોના પોસ્ટમોર્ટમ ન કરનાર હોસ્પિટલોને નોટિસ

Priyakant

Last Updated: 01:02 PM, 1 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kheda Syrup Scandal Latest News : ખેડા સીરપ કાંડમાં મૃતકોના પોસ્ટમોર્ટમ ન કરવા બદલ 2 હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે તો સિરપકાંડમાં સત્તાવાર મૃત્યુઆંક 6 ઉપર પહોંચ્યો

  • ખેડા સીરપ કાંડમાં મૃત્યુઆંક 6એ પહોંચ્યો
  • મૃતકોના પોસ્ટમોર્ટમ ન કરવા બદલ 2 હોસ્પિટલોને નોટિસ 
  • 2 વ્યક્તિઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ 
  • 6 વ્યક્તિઓનાં મોત બાદ SITની રચના 
  • વધુ એક વ્યક્તિને નશાકારક સિરપની અસર

Kheda Syrup Scandal News : ખેડા સીરપ કાંડમાં હવે તપાસ જેમ જેમ તેજ બની રહી છે તેમ તેમ નવી અપડેટ સામે આવી રહી છે. આ તરફ હવે મૃતકોના પોસ્ટમોર્ટમ ન કરવા બદલ 2 હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે તો સિરપકાંડમાં સત્તાવાર મૃત્યુઆંક 6 ઉપર પહોંચ્યો છે. ખેડા જિલ્લા પોલીસ દ્વારા સત્તાવાર માહિતી આપતા મૃત્યુઆંકમાં વધારો થયો છે. આ તરફ નશીલા સિરપકાંડ મામલે 6 વ્યક્તિઓનાં મોત બાદ SITની રચના કરાઇ છે. આ બધાની વચ્ચે ખેડામાં વધુ એક વ્યક્તિને નશાકારક સિરપની અસર થઈ છે. જેને લઈ અસરગ્રસ્ત વ્યક્તિને અમદાવાદ સિવિલમાં ખસેડાયા છે. આ તરફ રાજ્યભરમાં આવી સિરપનું વેચાણ કરતાં સામે પણ કાર્યવાહી તેજ બની છે. 

પોસ્ટમોર્ટમ ન કરવા બદલ 2 હોસ્પિટલોને નોટિસ 
ખેડા જિલ્લાના નડિયાદના બિલોદરામાં પાંચ વ્યકિતના નશાકારક સીરપ પીવાથી મોત થવા મામલે હવે જિલ્લા આરોગ્ય અધિકારીનું નિવેદન સામે આવ્યુ છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ કહ્યું કે, અત્યાર સુધીમાં બંને ગામમાં તપાસ કરવામાં આવી છે. જે મૃત્યુ પામ્યા છે તે પ્રકારના લક્ષણો વાળું કોઈ અન્ય વ્યક્તિ મળી આવ્યું નથી. આ સાથે ખાનગી હોસ્પીટલમાં સારવારમાં લઇ જવાયા હતા ત્યા પીએમ થયેલ નથી. જેને લઈ પોસ્ટમોર્ટમ ન કરવા બદલ બંને હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે. 

2 વ્યક્તિઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ 
નશાકારક સિરપથી 5 વ્યક્તિઓનાં મોત બાદ મૃતકોના પોસ્ટમોર્ટમ ન કરાતાં 2 હોસ્પિટલને નોટિસ અપાઈ છે. આ સાથે પોલીસે સિરપ લેનાર વ્યક્તિઓનું લિસ્ટ બનાવી તપાસ હાથ ધરી છે. આ તરફ હવેખેડા જિલ્લામાં પોલીસ અને આરોગ્ય વિભાગની તપાસનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે. 2 વ્યક્તિઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં બિલોદરા ગામના અમિત સોઢા અને સાંકળભાઇ સોઢાની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

સીરપ કાંડમાં મોતનો આકડો વધ્યો 
ખેડા નશાકારક સીરપ કાંડમાં મોતનો આકડો વધ્યો હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધી 5 લોકોના મોત બાદ હવે વધુ એક વ્યક્તિનું મોત થયાની પોલીસે પુષ્ટિ કરી છે. સિરપકાંડમાં સત્તાવાર મૃત્યુઆંક 6 ઉપર પહોંચ્યો છે. ખેડા જિલ્લા પોલીસ દ્વારા સત્તાવાર માહિતી આપતા મૃત્યુઆંકમાં વધારો થયો છે. આ તરફ હવે ખેડા જિલ્લા પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં અપીલ કરવામાં આવી છે. આયુર્વેદિક સિરપના સેવનથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

6 વ્યક્તિઓનાં મોત બાદ SITની રચના 
આ તરફ નશીલા સિરપકાંડ મામલે 6 વ્યક્તિઓનાં મોત બાદ SITની રચના  કરાઇ છે. ખેડા પોલીસે 4 અધિકારીઓની SITની રચના કરી છે. વિગતો  મુજબ નડિયાદ ડિવિઝનના DySP વી. આર. બાજપાઇને SITના અધ્યક્ષ બનાવાયા છે. SOG અને નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના PI SITના સભ્ય છે. આ સાથે મહેમદાવાદના PSIને પણ સીટની તપાસમાં સામેલ કરાયા છે. મહત્વનું છે કે, કેસની તપાસ SOG PI અને નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકના ઇન્ચાર્જ PI કરી રહ્યા છે.

વધુ એક વ્યક્તિને નશાકારક સિરપની અસર
ખેડામાં વધુ એક વ્યક્તિને નશાકારક સિરપની અસર થઈ છે. અસરગ્રસ્ત વ્યક્તિને અમદાવાદ સિવિલમાં ખસેડાયા છે. વિગતો મુજબ ઊલટી થયા બાદ આંખોથી દેખાવાનું બંધ થયું હતું. જેને લઈ પ્રથમનડિયાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા જે બાદમાં પોલીસને જાણ થતા વધુ સારવાર માટે અમદાવાદ ખસેડ્યા છે. હાલ 2 વ્યક્તિ અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ છે. જેમાં 35 વર્ષીય અમિત સોઢા, 72 વર્ષીય સાંકળ સોઢાની હાલત ગંભીર છે. ખેડા જિલ્લા પોલીસે અન્ય અસરગ્રસ્તોની તપાસ હાથ ધરી તો સિરપ લેનાર વ્યક્તિઓનું લિસ્ટ બનાવીને પણ તપાસ હાથ ધરાઇ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ