બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / khalistanis burnt tiranga in protest at indian embassy in london

વિરોધ પ્રદર્શન / હવે ખાલિસ્તાનીઓએ હદ વટાવી! લંડનમાં તિરંગાને આગ લગાવી કર્યો ગૌમૂત્રનો છંટકાવ, ઋષિ સુનકને પણ ફેંકી ચેલેન્જ

Kishor

Last Updated: 04:01 PM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર એકઠા થયેલા ખાલિસ્તાનિઓએ ભારતના ત્રિરંગા પર આગ ચાંપી દીધી હતી. વધુમાં ગૌમૂત્રનો છંટકાવ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

  • ખાલિસ્તાનીઓ દ્વારા લંડનમાં ભારત વિરુદ્ધ પ્રદર્શન
  • ખાલિસ્તાનીઓએ ભારતના ત્રિરંગા પર આગ ચાંપી દીધી
  • ગૌમૂત્રનો છંટકાવ કરી વિરોધ પ્રદર્શન, ધમકી અને પડકાર

સમગ્ર વિશ્વમાં ખાલિસ્તાની સમર્થકો ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું કામ કરી રહ્યા છે. પરંતુ વિરોધના નામે હદ વટાવટા ખાલિસ્તાઓ હવે ભારતની ધીરજની કસોટી લઈ રહ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કેનેડા બાદ હવે ખાલિસ્તાનીઓએ લંડનમાં ભારત વિરુદ્ધ પ્રદર્શનો યોજયા હતા. જેમા  2જી ઓક્ટોબરે એટલે કે ગાંધી જયંતિ જ પસંદ કરવામાં આવી હતી. લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર એકઠા થયેલા ખાલિસ્તાનિઓએ ઝંડા લહેરાવ્યા હતા. આ દરમિયાન ખાલિસ્તાની સંગઠન દલ ખાલસા યુકેનો ગુરચરણ સિંહે પણ જોડાયો હતો. જેને ભારતના ત્રિરંગા પર આગ ચાંપી દીધી હતી. આ સિવાય ગૌમૂત્રનો છંટકાવ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.વધુમાં તમણે બ્રિટનના વડા ઋષિ સુનકને પણ ગૌમૂત્ર પીવા કહ્યું હતું.

ખાલિસ્તાની આતંકવાદી પરમજીત સિંહ પમ્મા જોડાયો

મહત્વનું છે ખાલિસ્તાની ગુરચરણ સિંહને પોલીસે ભગાડી દીધો હતો. જોકે તેની ધરપકડ કરવામાં આવી કે છોડી દેવામાં આવ્યો છે તે મામલે હજુ કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. આ દરમિયાન NIAની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં ટોચનું સ્થાન ધરાવતો ખાલિસ્તાની આતંકવાદી પરમજીત સિંહ પમ્મા જોડાયો હતો. જે ખાલિસ્તાન ટાઈગર ફોર્સ સાથે સંકળાયેલ છે. તેણે નિજજરની હત્યાનો બદલો લેવાની ધમકી આપી પડકાર પણ  ફેંક્યો હતો. પ્રદર્શનમાં ભારત વિરોધી નારા પણ લાગ્યા હતા. તો ભારતે આ મામલે બ્રિટિશ સરકારને ફરિયાદ કરી હતી અને કડક કામગીરીની માંગ ઉઠાવી હતી. 

ISIની ભૂમિકા પર પણ મોટો સવાલ
પરમજીત સિંહ પમ્મા ખાલિસ્તાન ટાઈગર ફોર્સ સાથે સંકળાયેલા છે. જે ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો સક્રિય સભ્ય છે. લાંબા સમયથી NIAના રડારમાં રહેલ તે ખાલિસ્તાની ગતિવિધિઓને પ્રોત્સાહન આપી રહ્યો છે. જ્યારે ગુરચરણ સિંહ દલ ખાલસા યુકે સાથે સંકળાયેલા છે જેને દલ ખાલસા યુકેના નેતા ગણવામાં આવે છે. આ સંગઠનની કડીઓ ગુરપતવંત સિંહ પન્નુની સંસ્થા શીખ ફોર જસ્ટિસ સાથે પણ જોડાયેલી છે. ખાસ આ તમામ લંડનમાં પાકિસ્તાન હાઈ કમિશન સાથે પણ સંકળાયેલ હોવાથી ખાલિસ્તાનીઓને પ્રોત્સાહન આપવા મામલે ISIની ભૂમિકા પર પણ મોટો સવાલ ઉભો થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ