બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / khajur urfe Nitin Jani helped the mentally unstable young man at botad sarva village

માનવતા / ખજૂરભાઈએ ફરી દિલ જીત્યું! 6 વર્ષથી બાવળના ઝાડ સાથે સાંકળથી બંધાયેલા 22 વર્ષના યુવક માટે જુઓ શું કર્યું

Dhruv

Last Updated: 12:14 AM, 27 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના યુટ્યૂબર ખજૂરભાઈએ બોટાદ જિલ્લાના સરવા ગામમાં માનસિક રીતે અસ્થિર યુવાનની મદદ કરી એકવાર ફરી લોકોના દિલ જીતી લીધાં.

  • ગુજરાતના યુટ્યૂબર ખજૂરભાઈએ ફરીવાર લોકોના દિલ જીતી લીધા
  • નીતિન જાની ઉર્ફે ખજૂર માનસિક પીડિતની વ્હારે આવ્યા
  • માનસિક પીડિત યુવક માટે ઘર બનાવવાનું કામ કર્યું

ગુજરાતના યુટ્યૂબર ખજૂરભાઈ એટલે નીતિન જાની. તેઓ યુટ્યૂબરની સાથે સમાજસેવી તરીકે પણ ઉભરી આવ્યા છે. આખા ગુજરાતમાં તેઓ હાલ લોકપ્રિય બન્યા છે. ત્યારે હવે ખજૂરભાઈએ ફરી લોકોના દિલ જીત્યા છે. ત્યારે જાણો હવે શું સેવાકાર્ય કર્યું છે. જિગલી એન્ડ ખજૂર ફેઈમ નીતિન જાની કે જેને લોકો ગુજરાતના સોનુ સૂદ પણ કહે છે. કારણ કે તેઓએ અનેક નિરાધાર લોકોને પોતાના ઘરના ઘર બનાવી આપ્યા છે. ત્યારે એકવાર ફરી નીતિન જાનીએ બોટાદ જિલ્લાના સરવા ગામમાં માનસિક રીતે અસ્થિર યુવાનની મદદ કરી તેના પરિવારને ઘરનું ઘર બનાવી આપી માનવતાની મિસાલ કાયમ કરી છે.

છેલ્લાં 6 વર્ષથી 22 વર્ષનો એક યુવાન બાવળના ઝાડ સાથે બંધાયેલો

જણાવી દઇએ કે, બોટાદ જિલ્લાનું સરવા ગામ કે જે બોટાદથી 30 કિમી દૂર થાય છે અને સાળંગપુરથી 40 કિમી દૂર થાય છે અને પાળિયાદથી 10 કિમી થાય છે. આ ગામમાં મહેશ અણિયાણિયા નામનો 22 વર્ષો કોળી પટેલનો પુત્ર કે જે છેલ્લાં 6 વર્ષથી બાવળના ઝાડ નીચે સાકળથી બંધાઇને રહે છે. પછી ભલે ઉનાળો હોય કે શિયાળો કે ચોમાસું. જો કે, અહીં દુ:ખની વાત એ છે કે, આજ દિન સુધી તેને અને તેના પરિવારને કોઇએ પણ મદદ કરવાની કોશિશ ન હોતી કરી. તેનો પરિવાર પણ ઘણી વાર લોકો પાસે મદદ માંગી ચૂક્યો છે.

મા-બાપની સ્થિતિ પણ ખૂબ ખરાબ છતાં અત્યાર સુધી કોઇ તેઓની વ્હારે ના આવ્યું

તમને જણાવી દઇએ કે, બોટાદ તાલુકાનું છેવાડે આવેલા સરવા ગામે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવનાર પ્રાગજીભાઈ કે જેઓને બે દીકરા છે અને એક પત્ની છે. સાથે વાડીએ રહેતા પ્રાગજીભાઈનો પુત્ર મહેશ કે જે 22 વર્ષનો છે. પ્રાગજીભાઈના કહેવા મુજબ, 'મહેશ છેલ્લાં 6 વર્ષથી નગ્ન અવસ્થામાં ઝાડ સાથે બાંધેલી હાલતમાં રહે છે. તેની માનસિક સ્થિતિ પણ ખૂબ ખરાબ છે.' તેના મા-બાપની સ્થિતિ પણ ખૂબ ખરાબ છે. તેમ છતાં કોઇ પણ વ્યક્તિ તેઓની વ્હારે ના આવ્યું.

જો કે, આવાં ખરા સમયે ગરીબ અને દુ:ખિયા લોકો માટે મસીહા બનીને વ્હારે આવતા ખજૂર ઉર્ફે નીતિન જાનીએ આ ઘટનાની જાણ થતા જ તેઓ તે છોકરાને અને તેના પરિવારને મદદ કરવા દોડી પહોંચ્યા. સૌરાષ્ટ્રમાં ગરીબ લોકો માટે જાણે કે ભગવાન હોય તેમ લોકોની મુશ્કેલીની માહિતી મળતા જ મદદ કરવા ખજૂર ઉર્ફે નીતિન જાની અને તેની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી જાય છે. ત્યારે સરવા ગામે પ્રાગજીભાઈને વાડી ખાતે તેમનો પુત્ર મહેશ કે જે 22 વર્ષનો છે અને છેલ્લાં 6 વર્ષથી નિર્વસ્ત્ર હાલતમાં ઝાડ નીચે જ રહે છે. તેવી માહિતી મળતા જ નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ અને તેમની ટીમ સરવા ગામ ખાતે પહોંચી ગઇ અને તેઓએ પ્રાગજીભાઈના પરિવારની મુલાકાત કરી. આ સાથે મહેશને પણ ખજૂર ઉર્ફે નીતિન જાનીએ મુલાકાત કરી. એ દરમ્યાન માનસિક રીતે અસ્થિર મહેશે ખજૂર પર પથ્થર ફેંકવાની કોશિશ કરી તેમ છતાં ખજૂર ઉર્ફે નીતિન જાનીએ તેને પાણી પણ પીવડાવ્યું અને ઉલ્ટાની મદદ પણ કરી.

ખજૂરભાઈ અને તેમની ટીમ દ્રારા મકાન બનાવવાની કામગીરી હાથ ધરાઇ

બાદમાં સમગ્ર સ્થતિ જાણી અને પરિવારને રહેવા માટે મકાન, પાણી અને લાઈટની જરૂરિયાત હોય તેવી રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે ખજૂરભાઈ અને તેમની ટીમ દ્રારા સાથે મળી મકાન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. ખજૂરભાઇની આ કામગીરીથી મહેશનો પરિવાર અને ગામનાં સભ્યોએ પણ ખુશી વ્યક્ત કરી હતી ત્યારે બીજી બાજુ ખજૂરભાઈએ 22 વર્ષીય મહેશની આ હાલત જોઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. મહત્વનું છે કે, નીતિનભાઈ ઉર્ફે ખજૂરભાઈને તેમજ તેમની આ કામગીરી જોવા લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ