બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

VTV / Kejriwal And Bhagwant Mann visit gandhi ashram In Ahmedabad

ચૂંટણીની મોસમ / કેજરીવાલ-ભગવંત માને લીધી ગાંધી આશ્રમની મુલાકાત, રેંટિયો કાત્યો અને કહ્યું રાજનીતિની વાત આશ્રમ બહાર કરીશું

Kavan

Last Updated: 12:28 PM, 2 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે આવ્યા છે, ત્યારે આજે બંન્ને મુખ્યમંત્રીઓએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.

  • ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા કેજરીવાલ અને ભગવંત માન 
  • ગાંધી પ્રતિમાને અર્પણ કરી પુષ્પાંજલિ 
  • સાંજે અમદાવાદમાં યોજશે રોડ-શો

ગુજરાત પ્રવાસે આવેલ આમ આદમી પાર્ટીના પીઢ નેતાઓ ગત મોડી રાતે જ અમદાવાદ આવી પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે. જ્યાં બંન્ને નેતાઓએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.તે ઉપરાંત તેમણે હૃદયકુંજની પણ મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ પત્રકાર પરિષદને સંબોધતા કેજરીવાલે કહ્યું હતું કે, રાજનીતિની વાતો અમે આશ્રમ બહાર કરીશું. સાથે તેમણે એવું પણ જણાવ્યું હતું કે, જેટલી વખત ગાંધી આશ્રમની મુલાકાતે આવું છું તેટલી વખત શાંતિ પ્રાપ્ત થાય છે. 

1.5 કિલોમીટર સુધીનો રોડ શો કરશે

વહેલી ચૂંટણી થવાની શક્યતાઓ વચ્ચે રાજકીય માહોલ જામ્યો છે. તેમજ કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ પણ  વધ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 2 અને 3 એપ્રિલ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. તેઓ આજે 2 એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યે અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં રોડ શો કરશે . અમદાવાદમાં AAPની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમનો નિકોલથી બાપુનગર સુધી AAPનો રોડ શો યોજાશે. અમદાવાદમાં 1.5 કિલોમીટર સુધીનો રોડ શો યોજાશે.  

જાણો 2 દિવસીય પ્રવાસનો સમગ્ર કાર્યક્રમ: 

2 એપ્રિલ (નિકોલથી બાપુનગર સુધી AAPનો રોડ શો)

સાંજે 4 વાગ્યે નિકોલ ખાતે રોડ શો

આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ સહિત અંદાજે 50 હજાર લોકો હાજર રહેશે

અમદાવાદમાં AAPની તિરંગા યાત્રાનું આયોજન

કેજરીવાલનો આજનો રોડ શો રૂટ

ખોડિયાર મંદિર, નિકોલ ગામ - જીવનવાડી, શ્રી સરદાર પટેલ પ્રતિમા - ટોરેન્ટ પાવર, ઉત્તમનગર ચાર રસ્તા - સ્વસ્તિક સરિતા સોસાયટી - સરદાર મોલ - એપ્રોચ ચાર રસ્તા - બાપુનગર

3 એપ્રિલ

સવારે 10 વાગ્યે જશે શાહીબાગ સ્વામિનારાયણ મંદિર

ત્યાર બાદ રાજકીય, સામાજિક આગેવાનો અને પાર્ટીના આગેવાનો સાથે ચૂંટણીને લઈને ચર્ચા કરશે

સાંજે 6 વાગ્યે દિલ્હી જવા રવાના થશે

ગુજરાત માટે AAPની કેવી કવાયત?

  • AAPના નેતાઓ વીજળીની સમસ્યા, પોલીસ ગ્રેડ પે, બેરોજગારી મુદ્દે આક્રમક થયા
  • ખેડૂતોને સમયસર વીજળી મળે તે માટે AAPએ સક્રિયતાથી મુદ્દો ઉઠાવ્યો
  • ગુજરાતના અનેક વિસ્તારોમાં તિરંગા યાત્રા કાઢી
  • પંજાબમાં મળેલી જીતની ગુજરાતમાં મોટી ઉજવણી કરી
  • દિલ્લી બાદ પંજાબ મોડેલની AAPના નેતાઓના મુખે ચર્ચા
  • દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવી રહ્યા છે
  • સોશિયલ મીડિયા પર દિલ્લી અને પંજાબ સરકારના નિર્ણયોનો પ્રચાર
  • ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અંગે મનિષ સિસોદિયાએ પડકાર ફેંક્યો
  • કોંગ્રેસના કેટલાક નેતાઓનો સંપર્ક કરી પક્ષમાં લેવાના પ્રયાસ
  • BTP સાથે ગઠબંધન કરી આદિવાસી મત પરોક્ષ રીતે મેળવવા રણનીતિ ઘડી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ