બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Politics / Karnataka election result 2023: congress won the election, reason behind BJPs defeat in Karnataka

કર્ણાટક ચૂંટણી 2023 / 38 વર્ષનો ટ્રેન્ડ તોડી ન શકી BJP, ફરી 5 વર્ષે થયું પરિવર્તન, જાણો મુખ્ય કારણો કયા રહ્યા

Vaidehi

Last Updated: 12:15 PM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Karnataka Election Results 2023: ચૂંટણીનાં પરિણામો બાદ કોંગ્રેસ પૂર્ણ બહુમત સાથે જીતી ગઈ છે ત્યારે અહીં ભાજપની આ હાર 2024ની ચૂંટણી પર ચોક્કસથી અસર કરશે. ત્યારે જાણીએ કે ભાજપ કર્ણાટકમાં ક્યાં કારણોસર જીત મેળવી ન શકી?

  • કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમત
  • ભાજપ ન બનાવી શકી કર્ણાટકમાં પોતાની સરકાર
  • 80થી ઓછી સીટો પર ભાજપે મેળવ્યો વિજય

કર્ણાટકમાં ભાજપ 38 વર્ષ જૂની પરંપરા તોડવામાં અસક્ષમ રહી છે. આ રાજ્યમાં 1985 બાદથી કોઈપણ પાર્ટી સતત બીજી ટર્મમાં સત્તા પર આવી નથી. કર્ણાટક વિધાનસભા ચૂંટણીનાં પરિણામો અનુસાર ભાજપને 75 બેઠકો મળી છે જ્યારે કોંગ્રેસે બહુમત સાથે જીત મેળવી છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે 113 સીટોની આવશ્યકતા હોય છે જે કોંગ્રેસ એકલી જ મેળવી શકશે. 2024 માટે ભાજપની આ હાર મોટું નુક્સાન પહોંચાડી શકે છે ત્યારે એ જાણીએ કે ભાજપની કર્ણાટકમાં હાર પાછળનું કારણ શું છે ?

ઉત્તરભારતની પાર્ટી હોવાનું ટેગ
ભાજપને હજુ પણ દક્ષિણી રાજ્યોમાં ઉત્તરભારતની પાર્ટીનાં રૂપમાં જોવામાં આવે છે અને છેલ્લાં 4 વર્ષોની ઘટનાઓનાં આધારે આ નોટિસ કરવામાં આવ્યું છે કે ગૌમાંસ પર વિવાદ હોય કે પછી હિંદી ભાષાને મહત્વ, મોદી સરકારને RSSનાં એજન્ડાને પ્રોત્સાહન આપતી પાર્ટીનાં રૂપમાં જોવામાં આવે છે.  બેંગલુરુ અને રાજ્યનાં અન્ય ભાગોમાં રહેનારા ઉત્તરભારતીય મોટાપાયે યુવકો છે જે PM મોદીનાં પક્ષમાં હોઈ શકે છે પરંતુ જરૂરી નથી કે તે કર્ણાટકમાં ભાજપ શાસનની તરફેણમાં હોય.

યેદુયુરપ્પા પર લોકોને વિશ્વાસ નથી?
હાલની કર્ણાટકની રાજનીતિને જોતાં એવું લાગે છે કે સિદ્ધારમૈયા સ્પષ્ટપણે લોકોની નજરોમાં શિખર પર છે. જેલમાં સમય વ્યતિત કરવાની સાથે લાગેલા ભ્રષ્ટાચારનાં દાગ બાદ યેદિયુરપ્પા પર કર્ણાટકની જનતાને વિશ્વાસ ન હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ દાવો કરી રહી છે કે કોર્ટનાં નિર્ણયથી આ દાગ સાફ થઈ ગયાં છે પરંતુ રાજનૈતિક વ્યૂથી જોઈએ તો આ નેગેટિવ દાગ લોકોનાં મનમાંથી ભૂંસવા અઘરાં છે. એક નેતાનાં રૂપમાં સિદ્ધારમૈયાનો રેકોર્ડ યેદિયુરપ્પાથી વધુ સારી ઈમેજ છે.

નવી-જૂની પેઢીઓની વચ્ચે વિભાજન
મુખ્યમંત્રી બોમ્મઈ પાર્ટીનો CMનો ચહેરો હતાં જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે તે લિંગાયત સમુદાયમાંથી આવે છે. પરંતુ પ્રચાર માટે પાર્ટી સંપૂર્ણપણે 80 વર્ષનાં યેદિયુરપ્પા પર આધારિત હતી. એવું સાંભળવામાં આવ્યું હતું કે ટિકીટ વિતરણ સુધઈ યેદિયુરપ્પા દ્વારા જ બધાં નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. ભાજપમાં જનતાને નવી-જૂની પેઢીઓની વચ્ચે વિભાજન જોવા મળ્યું હોઈ શકે છે.

વિકાસનાં ગુણગાન ન ગવાયા!
ભાજપે આ વખતે ચૂંટણીનાં પ્રચારમાં પોતાના દ્વારા કરવામાં આવેલા વિકાસનાં કાર્યોનું ગુણગાન જનતા સામે ગાયું નહોતું. કોઈપણ મોટા નેતાએ રેલીમાં કર્ણાટક સરકારની ઉપલબ્ધિઓની ચર્ચા કરી નહીં. નાના નેતાઓએ સભામાં વિકાસનાં કાર્યો વિશે જણાવ્યું પરંતુ સમગ્ર પાર્ટીએ આ જ આધાર પર કામ કરવાની આવશ્યકતા હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ