બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Politics / Karnataka BJP posted a remix song of natu natu to Modi-Modi for election purposes

VIDEO / નવું લાવ્યા આતો.! કર્ણાટક ચૂંટણીમાં નાટૂ નાટૂની થીમ પર BJPનું 'મોદી મોદી', લોકો ગીત સાંભળીને ઉછળી પડયાં

Vaidehi

Last Updated: 07:25 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

VIDEO: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જનતાનાં વોટ પોતાની તરફ ખેંચી રહી છે. આજે કર્ણાટક બીજેપીએ ઓસ્કર જીતનાર નાટુ-નાટુ સોન્ગનું રીમિક્સ પબ્લિશ કર્યું છે જેમાં સરકારની ઉપલબ્ધિઓ જણાવી છે. સાંભળો આ રીમિક્સ સોન્ગ..

  • કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં રાજનૈતિક દળો
  • કર્ણાટક ભાજપે નાટુ-નાટુ સોન્ગનું રીમિક્સ કર્યું પબ્લિશ
  • ભાજપ સરકારની ઉપલબ્ધિઓ ગણાવે છે આ સોન્ગ

દક્ષિણ રાજ્ય કર્ણાટકમાં આવતાં મહિને વિધાનસભાની ચૂંટણી છે. તમામ રાજનૈતિક દળો જનતાને પોતાની તરફ આકર્ષિત કરવા માટે ચૂંટણીનાં પ્રચારમાં લાગી ગઈ છે. આ વચ્ચે ભાજપે સરકારની ઉપલબ્ધિઓ ગણાવતું એક ગીત નાટુ-નાટુનાં રિમિક્સનાં રૂપે રજૂ કર્યું છે. ભાજપે તેલુગુ ફિલ્મ RRRનો ઓસ્કર વિનિંગ ગીત નાટુ-નાટુનું રીમિક્સ પબ્લિશ કર્યું છે.

નાટુ-નાટુની જગ્યાએ કર્યું મોદી-મોદી!
કર્ણાટકનાં સ્વાસ્થ્ય મંત્રી કે.સુધારકે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર નાટુ-નાટુનું રિમિક્સ સોન્ગ પોસ્ટ કરીને લખ્યું કે ,'ડબલ એન્જિન સરકારની લગામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંભાળી રાખેલ છે. ભાજપ સરકાર આ અદભૂત ગીતનાં માધ્યમથી કર્ણાટકમાં થયેલા વિકાસનાં કાર્યોને જનતા સુધી પહોંચાડવા માગે છે. ભાજપ યુવા મોરચાનો આ પ્રયત્ન પ્રશંસાને પાત્ર છે'. માહિતી અનુસાર આ રીમિક્સ સોન્ગને ભાજયુમોએ તૈયાર કર્યું છે.

નાટુ-નાટુમાં ગણાવી સરકારની ઉપલબ્ધિઓ
તમે સાંભળી શકો છો કે ભાજપે 'નાટુ નાટુ' નાં રીમિક્સ ગીતની મદદથી સરકારની પરિયોજનાઓ અને કલ્યાણકારી યોજનાઓ પર ભાર આપ્યો છે. ગીતમાં ઓરિજનલ બોલ 'નાટુ-નાટુ'ને મોદી-મોદી સાથે બદલી દેવામાં આવ્યું છે. આ સોન્ગમાં ડાન્સ કરનારાં છોકરાં-છોકરીઓએ નાટુ-નાટુનાં સ્ટેપની પણ કોપી કરી છે. સોન્ગની મદદથી ભાજપ જણાવવા ઈચ્છે છે કે ભાજપ સરકારમાં શિવમોગ્ગા એરપોર્ટ, બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે અને મેટ્રો લાઈનનો વિસ્તાર થયો છે. ચૂંટણી દરમિયાન લોકોને લુભાવવા માટે રાજનૈતિક દળો ફિલ્મોનાં ડાયલોગ, પોસ્ટર્સ અને ગીતોનો ઉપયોગ કરી રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ