બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ધર્મ / kamada ekadashi 2023 date time and upay do these remedies

Kamada Ekadashi 2023 / પૈસાની તંગીથી છુટકારો મેળવવા માટે 1 એપ્રિલનો દિવસ છે ખૂબ જ ખાસ, મેળવો માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ!

Bijal Vyas

Last Updated: 10:07 PM, 31 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kamada Ekadashi 2023: જ્યોતિષશાસ્ત્રમાં એકાદશીના દિવસે કરવાના કેટલાક ઉપાયો વિશે જણાવ્યું છે જેને કરવાથી ધન સંબંધિત સમસ્યાથી છુટકારો મળી શકે છે. તો આવો જાણીએ ઉપાય વિશે....

  • ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાથી શ્રીહરિ પ્રસન્ન થાય છે
  • આવશ્ય કામદા એકાદશી 1 એપ્રિલ 2023 ના રોજ સવારે 1.58 થી શરૂ થશે
  • આ દિવસે વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો

Kamada Ekadashi 2023: હિન્દુ નવ વર્ષની પહેલી એકાદશી પહેલી એપ્રિલે ઉજવવામાં આવશે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને કામદા એકાદશી કહેવાય છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાથી શ્રીહરિ પ્રસન્ન થાય છે અને ભક્તો ઉપર પોતાની કૃપા વરસાવે છે. આવશ્ય કામદા એકાદશી 1 એપ્રિલ 2023 ના રોજ સવારે 1.58 થી શરૂ થશે અને 2 એપ્રિલ 2023 ના રોજ સવારે 4.19  કલાકે સમાપ્ત થશે. 

હિન્દુ શાસ્ત્રમાં એકાદશીના વ્રતનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. એકાદશીના વ્રતને સૌથી ચમત્કારી વ્રતોમાંથી એક માનવામાં આવ્યું છે. આ દિવસે વિધિ વિધાનથી શ્રી હરિની પૂજા કરવામાં આવે છે. સાથે જ્યોતિષશાસ્ત્રમાં એકાદશીના દિવસે કરવાના કેટલાક ઉપાયો વિશે જણાવ્યું છે જેને કરવાથી ધન સંબંધિત સમસ્યાથી છુટકારો મળી શકે છે. તો આવો જાણીએ ઉપાય વિશે....

કારતક મહિનાના શુક્લ પક્ષમાં આવે છે દેવઊઠી એકાદશી, જાણો મહત્વ અને શુભ  મુહૂર્ત વિશે | Devuthani Ekadashi 2022 date in november know subh muhurat  and significance

એકાદશીના દિવસે કરો આ ઉપાય 
જ્યોતિષશાસ્ત્ર અનુસાર કામદાર એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને તુલસીના પાંચ પાન હળદર લગાડીને અર્પણ કરવા જોઈએ. આ સાથે જ "ॐ भूरिदा भूरि देहिनो, मा दभ्रं भूर्या भर। भूरि घेदिन्द्र दित्ससि। ॐ भूरिदा त्यसि श्रुत: पुरूत्रा शूर वृत्रहन्।"  મંત્રનો જાપ કરવો જોઈએ માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી આર્થિક તંગી થી છુટકારો મળે છે.

જો તમારે દેવુ- ઉધાર લેવું પડ્યું હોય અને તેને ચૂકવવા માં તમે અસમર્થ હોય તો કામદા એકાદશીના દિવસે વ્રત રાખો. સાથે જ વૈજન્તીની માળાથી "ऊं नमो भगवते वासुदेवाय नम:" મંત્રની પાંચ માળાનો જાપ કરો. સાથે જ દરેક એકાદશી એ એક ગરીબને ભોજન કરાવો. આમ કરવાથી ધન સંબંધિત સમસ્યા દૂર થાય છે.

જો નોકરીમાં સમસ્યા આવતી હોય તો એકાદશીના દિવસે એક મુઠ્ઠી ચોખા લઇ તેને કંકુથી લાલ રંગી લો. હવે તેને લાલ કપડામાં બાંધી ભગવાન વિષ્ણુને અર્પણ કરો. કહેવાય છે કે તેનાથી વિરોધી તમારા કાર્યમાં અવરોધ ઉત્પન્ન નહીં થાય. 

Tag | VTV Gujarati

જો કોઈ વ્યક્તિના લગ્નમાં સમસ્યા આવતી હોય તો કામના એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને હળદરની બે ગાંઠ અર્પણ કરવી. સાથે જ ‘ऊँ केशवाय नमः’ મંત્રનો જાપ કરવો. આમ કરવાથી લગ્નના યોગ બનશે.

જો કોઇ લક્ષ્ય સુધી પહોંચવામાં કોઇ મુશ્કેલી આવી રહી હોય તો કામદા એકાદશી પર 11 પીળા ફૂલ ભગવાન વિષ્ણુને અર્પણ કરો. તે સાથે જ વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો. આ ફૂલોને નદીમાં પ્રવાહિત કરી દો, આ ઉપાય કરવાથી વ્યક્તિના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે અને વ્યક્તિને દરેક મુશ્કેલ સમયમાંથી બહાર આવવામાં મદદ મળશે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ