બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / kalava tie astro tips 3 zodiac signs should not tie kalava gave bad impact on life shani dev get angry

માન્યતા / આ રાશિના લોકોએ ક્યારેય પણ ન બાંધવો જોઇએ લાલ દોરો, ક્રોધિત થઇ જાય છે ન્યાયના દેવતા શનિ મહારાજ, જાણો કારણ

Manisha Jogi

Last Updated: 09:45 AM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાસ્ત્રો અનુસાર રક્ષાસૂત્ર બાંધવાથી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. કેટલાક લોકો માટે રક્ષાસૂત્ર બાંધવું તે હાનિકારક હોઈ શકે છે. આ રાશિના જાતકોએ લાલ રક્ષાસૂત્ર ના બાંધવું જોઈએ.

  • હિંદુ ધર્મમાં લાલ રંગની નાળાછડીનું વિશેષ મહત્ત્વ
  • રક્ષાસૂત્ર બાંધવાનો ઉદ્દેશ્ય પોઝિટિવિટી જાળવી રાખવાનો છે
  • આ રાશિના જાતકોએ રક્ષાસૂત્ર ના બાંધવું જોઈએ

હિંદુ ધર્મમાં લાલ રંગની નાળાછડીનું વિશેષ મહત્ત્વ છે, જે શુભ માનવામાં આવે છે. માંગલિક કાર્ય દરમિયાન નાળાછડી એટલે કે, રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે. રક્ષાસૂત્ર બાંધવાનો ઉદ્દેશ્ય નકારાત્મકતા દૂર કરીને પોઝિટિવિટી જાળવી રાખવાનો છે. શાસ્ત્રો અનુસાર રક્ષાસૂત્ર બાંધવાથી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. કેટલાક લોકો માટે રક્ષાસૂત્ર બાંધવું તે હાનિકારક હોઈ શકે છે. આ રાશિના જાતકોએ લાલ રક્ષાસૂત્ર ના બાંધવું જોઈએ. લાલ રક્ષાસૂત્રની જગ્યાએ પીળુ અથવા ગુલાબી રક્ષાસૂત્ર બાંધવું જોઈએ. શનિદેવના ચરણોમાં સ્પર્શ કરીને કાળો દોરો રક્ષાસૂત્ર તરીકે બાંધી શકાય છે. રક્ષાસૂત્ર કોણે બાંધવું અને કોણે ના બાંધવું જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

જ્યોતિષશાસ્ત્ર અનુસાર રક્ષાસૂત્રના રંગ અનુસાર તેનું મહત્ત્વ પણ બદલાઈ જાય છે. પૂજા પાઠમાં લાલ, ગુલાબી અને પીળાં રંગના રક્ષાસૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. રક્ષાસૂત્ર બાંધવાથી મંગળદોષ દૂર થાય છે. સૂર્યગ્રહની કૃપા પ્રાપ્ત થાય છે. 

કઈ રાશિના જાતકોએ રક્ષાસૂત્ર ના બાંધવું
જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંભ અને મીન રાશિના જાતકોએ લાલ રંગનું રક્ષાસૂત્ર ના બાંધવું જોઈએ. આ રાશિના જાતકોના સ્વામી શનિ ગ્રહ છે. શનિદેવને લાલ રંગ પસંદ નથી. મકર રાશિના જાતકોએ પણ રક્ષાસૂત્ર ના બાંધવું જોઈએ. નહીંતર શનિદેવ નારાજ થઈ શકે છે અને અશુભ ફળ પ્રદાન કરે છે. અશુભ પરિણામથી બચવા માટે શનિદેવને કાળા તલ અર્પણ કરો. આ પ્રકારે કરવાથી જીવનમાં આવતી સમસ્યા દૂર થઈ જશે. 

આ રાશિના જાતકોએ રક્ષાસૂત્ર બાંધવું જોઈએ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ, સિંહ અને વૃશ્વિક રાશિના જાતકોએ લાલ રંગનું રક્ષાસૂત્ર બાંધવું જોઈએ. જેથી નકારાત્મક ઊર્જા દૂર થશે અને જીવનમાં શુભ પરિણામ પ્રાપ્ત થશે. રક્ષાસૂત્ર બાંધવાથી સૂર્ય અને મંગળની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. દોષ ખતમ થઈ જશે અને જીવનમાં આવતી પરેશાનીઓ દૂર થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ