બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Junior NTR's cousin Tarak Ratna passed away

દુઃખદ / સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટો ઝટકો, આ દિગ્ગજ અભિનેતાએ 39 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

Malay

Last Updated: 08:52 AM, 19 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુનિયર NTRના પિતરાઈ ભાઈ અને અભિનેતા-રાજનેતા નંદામુરી તારકા રત્નનું શનિવારે દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનને પગલે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

 

  • તેલુગુ અભિનેતા નંદમુરી તારકા રત્નનું નિધન
  • રાજકીય રેલી દરમિયાન આવ્યો હતો હાર્ટ એટેક 
  • બેંગ્લોરની હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર


તેલુગુ અભિનેતા અને રાજનેતા નંદમુરી તારકા રત્નનું નિધન થયું છે. પારિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે શનિવારે (18 ફેબ્રુઆરી) અંતિમ શ્વાસ લીધા હતા. મળતી માહિતી મુજબ, તેઓની નારાયણ હૃદયાલય હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. 39 વર્ષીય તારકને ચિત્તૂરમાં એક રાજકીય રેલી દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

27 જાન્યુઆરીએ અચાનક નીચે પડ્યા હતા
તેઓ 27 જાન્યુઆરીના રોજ કુપ્પમ ખાતે ટીડીપીના મહાસચિવ નારા લોકેશની રાજ્યવ્યાપી પદયાત્રાના શુભારંભ દરમિયાન અચાનક નીચે પડી ગયા હતા. તેઓને નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તેમને નારાયણ હૃદયાલયમાં વધુ સારવાર માટે બેંગ્લોર લઈ જવામાં આવ્યો હતા.

તેલુગુ ફિલ્મોમાં પણ કરી ચૂક્યા છે કામ
સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારથી તેમની સ્થિતિ નાજુક હતી. તારક રત્ન જાણીતા ફિલ્મ અભિનેતા અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત એનટી રામારાવના પૌત્ર અને નંદમુરી મોહન કૃષ્ણના પુત્ર હતા. તેમના પરિવારમાં તેમની પત્ની આલેખ્યા અને એક પુત્રી છે. તારકા રત્નાએ રાજકારણમાં પ્રવેશતા પહેલા કેટલીક તેલુગુ ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.

2002માં ફિલ્મી કરિયરની કરી હતી શરૂઆત
વર્ષ 2002માં તેમણે 'ઓકાટો નંબર કુર્રાડુ'થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. જોકે, તેઓ તેમના પિતરાઈ ભાઈ જુનિયર એનટીઆરની જેમ સિલ્વર સ્ક્રીન પર વધુ ખ્યાતિ મેળવી શક્યા નહીં. તેમના નિધનને પગલે  સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ છે. બોલિવૂડથી લઈને ટોલિવૂડની હસ્તીઓ અને રાજનેતાઓએ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ