બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / બિઝનેસ / jeevan pramaan patra step by step process to submit life certificate

તમારા કામનું / હવે ઘરે બેઠાં સિનિયર સિટીઝન બેંકમાં લાઇફ સર્ટિફિકેટ જમા કરાવી શકશે, ક્યાંય જવાની જરૂર નહીં પડે

Arohi

Last Updated: 09:12 AM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jeevan Pramaan Patra: સીનિયર સિટીઝન ઘરે બેઠા વગર કોઈ મુશ્કેલીએ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જમા કરી શકે છે. જાણો તેની સરળ પ્રોશેસ વિશે.

  • ઘરે બેઠા જમા કરાવો લાઈફ સર્ટિફિકેટ 
  • ક્યાંકય જવાની નહીં પડે જરૂર 
  • બેંક ઘરે આવીને કરશે સબમિટ

ઓક્ટોબર મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે અને નવેમ્બર દેશભરના કરોડો પેન્શરનરો માટે ખૂબ જ મહત્વનો છે. આ મહિને તેમને પોતાનું જીવન પ્રમાણ પત્ર એટલે કે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાનું હોય છે. કેન્દ્ર સરકારના નિયમો અનુસાર સુપર સીનિયર સિટીઝન એટલે કે 80 વર્ષથી વધારે ઉંમરના પેન્શનરોને 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી પોતાનું જીવન પ્રમાણ પત્ર જમા કરવાની તક મળી રહી છે. 

ત્યાં જ 60 વર્ષથી વધારે ઉંમરના વરિષ્ઠ નાગરીકોને 1 નવેમ્બરથી 30 નવેમ્બરની વચ્ચે લાઈફ સર્ટિફિકેટ જમા કરવાની તક મળી રહી છે. ધ્યાન આપનાર વાત એ છે કે જીવન પ્રમાણ પત્ર એક બાયોમેટ્રિક આધારિત ડિજિટલ સર્વિસ છે જેનો લાભ કેન્દ્ર અને રાજ્ય બન્નેના પેન્શનર ઉઠાવી શકે છે. 

ડોર સ્ટેપ બેંકિંગ દ્વારા જમા કરો જીવન પ્રમાણ પત્ર 
ધ્યાન આપનાર વાત એ છે કે જો કોઈ પેન્શનર બેંક કે પોસ્ટ ઓફિસની જગ્યા પર ઘરેથી જ પોતાનું જીવન પ્રમાણ પત્ર જમા કરવા માંગે તો તે ડોર સ્ટેપ બેંકિંગ દ્વારા કરી શકે છે. દેશના સૌથી મોટા પબ્લિક સેક્ટરના બેંક ભારતીય સ્ટેટ બેંકની વેબસાઈટ પર આપેલી જાણકારી અનુસાર જો તમે આ સર્વિસનો લાભ ઉઠાવવા માંગો છો તો એસબીઆઈની નજીકની બ્રાંચથી તેનો સંપર્ક કરી શકો છો. 

ડોર સ્ટેપ બેંકિંગ દ્વારા જીવન પ્રમાણ પત્ર જમા કરવા માટે જોઈશે આ વસ્તુઓ 

  • આધાન નંબર હોવો જરૂરી છે. 
  • મોબાઈલ નંબર હોવો જરૂરી છે. 
  • આધાર નંબર પેન્શન આપનાર બેંક ખાતા અથવા પોસ્ટ ઓફિસ ખાતા સાથે લિંક જરૂર કરો. 
  • બાયોમેટ્રિક્સ આપવું પણ જરૂરી છે. 
  • તમારી પાસે PPO નંબર, પેન્શન એકાઉન્ટ નંબર, બેંક ડિટેલ્સ વગેરે જેવી વસ્તુઓ હોવી જરૂરી છે. 

કેટલો આપવો પડશે ચાર્જ? 
એક રિપોર્ટ અનુસાર ડોર સ્ટેપ બેંકિંગ માટે ગ્રાહકોને પૈસા આપવા પડે છે. આ અલગ અલગ બેંકોના હિસાબથી નક્કી થાય છે. સામાન્ય રીતે બેંક તેના માટે 70 રૂપિયા અને જીએસટી ચાર્જ અલગથી વસુલે છે. ત્યાં જ અમુક બેંક સીનિયર સિટીઝન ગ્રાહકોને ફ્રીમાં પણ આ સર્વિસ આપે છે. 

ડોર સ્ટેપ બેંકિંગ માટે આ રીતે કરો રજીસ્ટ્રેશન 

  • સ્ટેટ બેંકની વેબસાઈટ પર આપેલી જાણકારી અનુસાર તમારે સૌથી પહેલા ડોર સ્ટેપ બેંકિંગ એપને ડાઉનલોડ કરવાની રહેશે. 
  • આગળ પોતાનો મોબાઈલ નંબર રજીસ્ટર્ડ કરી પોતાને રજીસ્ટર કરો. 
  • એક ઓટીપી આવશે જેને DSB એપ પર રજીસ્ટર્ડ કરો. 
  • આગળ પોતાનું નામ, પિન કોડ, ઈમેલ, પાસવર્ડ અને ટર્મ અને કંડીશનને પૂરી કરો. 
  • આગળ પોતાનું એડ્રેસ નોંધો અને ટાઈમ સ્લોટ સિલેક્ટ કરો. 
  • પછી તેના બાદ બેંક તમારા ખાતાથી ડોર સ્ટેપ બેંકિંગ ચાર્જને ડેબિટ કરી લેશે. 
  • પછી તમને સર્વિસ નંબર મળી જશે. 
  • બેંક એક એસએમએસ મોકલશે જેમાં એજન્ટનું નામ, મોબાઈલ નંબર અને બાકી ડિટેલ્સ નોંધેલી હશે. 
  • પછી તમારા ઘર પર જ તમારૂ જીવન પ્રમાણ પત્ર જમા થઈ જશે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ