બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Jamnagar police a man was caught with 41 kg of ganja

નશાનો કારોબાર / જામનગરમાં એક સાથે 41 કિલો ગાંજા સાથે ઝડપાયો શખ્સ, જાણો ક્યાંથી થયો હતો સપ્લાય

Vishnu

Last Updated: 06:21 PM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ગાંજા અને ડ્રગ્સ  જેવા નશીલા કારોબારનો મોટાપાયે રેકેટ ચલાવી અને યુવાધનને નશાના રવાડે ચડાવવામાં આવી રહ્યા છે.

  • 41 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ
  • જામનગરના મોરકંડા રોડ પાસેથી શખ્સ ઝડપાયો
  • નાશિકથી આવ્યો હતો ગાંજો

ગુજરાતમાં છાસવારે કોઈ ન ને કોઈ ખૂણે  દારૂ ,ગાંજો ,એમ ડી જેવા ડ્રગ્સ મળવાનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ત્યારે પંજાબની જેમ ગુજરાતને ઉડતા ગુજરાત બનવવા ષડયંત્ર કરતા નશીલા આકાઓ પર ગુજરાત પોલીસ તવાઈ બોલાવી રહી છે. આજે જામનગર અને વલસાડમાંથી મોટી ગાંજાની હેરાફેરીના રેકેટને ઝડપી પાડવામાં આવ્યું છે.

જામનગરમાં 41 કિલો ગાંજો જપ્ત 
જામનગર જિલ્લામાં નશીલા પદાર્થોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. પોલીસ આવા ગુનાઓને ડામવા માટે પ્રયાસો હાથ ધરી રહી છે. ત્યારે જામનગરમાં મોરકંડા રોડ પાસેથી  ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. SOG પોલીસે 41 કિલો ગાંજો જપ્ત કર્યો છે. આપને એ પણ જણાવી દઈએ કે નાશિકથી ગાંજો લાવવામાં આવ્યો હતો જેનું જામનગરમાં મોટા પાયે વેચાણ કરવાનો કારસો હતો. રાજ્યમાં છેલ્લા કેટલાક સમય થી એમ ડી ડ્રગ્સથી લઇને ગાંજા જેવા નશીલા પદાર્શોનું સેવન અને વેચાણ વધી રહ્યું છે. ત્યારે યુવાધન ને નશા ના રવાડે ચડાવી  બરબાદ કરનાર આવા નશા ના કારોબારીઓ ને તાત્કાલિક ઝડપી જેલ ભેગા કરી દેવાય તે ખુબ જરૂરી બની ગયું છે 

વલસાડમાં 4 દિવસમાં 250 કિલો ગાંજો ઝડપાયો
વલસાડ જિલ્લા પોલીસે 4 દિવસ માં જિલ્લા માંથી કુલ 250 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડી  નશીલા કારોબાર ને જડમૂળ થી ઉખાડવા  કમરકસી લીધી છે ..4 દિવસમાં અલગ અલગ કારમાં સુરત અને રાજસ્થાન લઈ જવાતો વિપુલ પ્રમાણમાં ગાંજાના જથ્થાને ઝડપી પાડ્યો છે. હાલે ઝાડપાયેલ 81 કિલોગ્રામ ગાંજા નો જથ્થો સુરત લઇ જવાતો હતો .ચક્રપાણી ગૌડા અને જી પદ્મનાભ નામના 2 આરોપી ઓડિસાના ગંજા થી  આ ગાંજો સુરતના અલ્તાફને ડિલિવરી આપવાની હતી, ગંજામ ડીસ્ટ્રીકટ  ગાંજાની હેરાફેરી માટે ખુબ જ બદનામ છે.અગાઉ પણ  આજ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ગંજામ થી સુરત તરફ લઇ જવાતા ગાંજા ની હેરાફેરીનો વલસાડ પોલીસ પર્દાફાશ કર્યો હતો. વિજય મલિક નામનો આ નશા ના નેટવર્કનો મુખ્ય આકા છે. જેને ઝડપવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. સમગ્ર દેશમાં ગાંજાની હેરાફેરી કરવા રીલે નેટવર્કનો ઉપયોગ થાય છે. 

બાતમીને આધારે પેરવી રાખી મોટી કાર્યવાહી
મહત્વનું છે કે વલસાડ ગ્રામ્ય  પોલીસે  નેશનલ હાઇવે 48 પર  ડુંગરી ગામ પાસે થી 178 કિલો  નશીલા ગાંજાના જથ્થા સાથે 1 આરોપીની ધરપકડ કરી. તે ઉપરાંત ઓડિશાથી એક કાર ન. MH-04-DJ-0899માં બનાવેલા ચોર ખાનામાં વિપુલ પ્રમાણમાં ગાંજાનો જથ્થો લઈને કારનો ચાલક મુંબઇ થઈને સુરત તરફ જવનો હોવાની SOGની ટીમને બાતમી મળી હતી. જે બાતમીના આધારે SOGની ટીમે ધરમપુર ચોકડી પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળી કાર આવતા SOGની ટીમે હાઇવે જામ કરીને બાતમી વાળી કારને અટકાવી ચેક કરતા કારમાં બનાવેલા ચોર ખાનામાંથી કુલ 81 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી 8 લાખની કિંમતનો 80 કિલો ગાંજાનો જથ્થા સાથે કારમાં સવાર 2 આરોપીઓને ઝડપી પાડયા હતા. વલસાડ SOGની ટીમે 80 કિલો ગાંજો અને 5 લાખની કાર મળી કુલ 13 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ