બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Jamnagar Gujcitok case Jaish Patel mafia of Jamnagar will be brought to India.

સફળતા / BIG BREAKING: જામનગરના ભૂમાફિયા જયેશ પટેલને ભારત લવાશે, લંડન કોર્ટનો મોટો નિર્ણય, થોકબંધ ગુનાનો છે આરોપી

Kishor

Last Updated: 09:22 PM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરના વકીલ કિરીટ જોશી મર્ડર અને જમીન કૌભાંડના આરોપી ભૂમાફિયા જયેશ પટેલને ભારત લાવવામાં આવશે.

  • જામનગરના ભૂમાફિયા જયેશ પટેલને ભારત લવાશે
  • વકીલ કિરીટ જોશી મર્ડર અને જમીન કૌભાંડના આરોપી જયેશ પટેલને ભારત લાવવામાં આવશે 
  • જયેશ પટેલને ભારત પરત મોકલવા લંડન કોર્ટનો નિર્ણય

જામનગરના અતિચકચારી ગુજસીટોક પ્રકરણમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં કુખ્યાત ભુમાફિયા જયેશ પટેલને ભારત મોકલવા માટે લંડન કોર્ટ દ્વારા નિણર્ય લેવાયો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છેકે જયેશ પટેલના પ્રત્યાર્પણ માટે જામનગર પોલીસ દ્વારા લાંબા સમયથી મહેનત કરવામાં આવતી હતી. જે કાનૂની ગૂંચ ઉકેલાયા બાદ હવે આરોપી જયેશને ભારત લાવામાં આવશે. જામનગરમાં વકીલ કિરીટ જોશીની  હત્યા અને જમીન કૌભાંડ સહિત થોકબંધ ગુન્હાઓ નોંધાયા છે. ત્યારે હવે જામનગરના ભૂમાફિયા અને ગેંગસ્ટર જયેશ પટેલને ભારત પ્રત્યાર્પણ કરવાના કેસની સુનાવણી લંડનની કોર્ટમાં પૂર્ણ થઈ ગઈ છે હવે કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને ગુજરાત પરત લવાશે.

 

ગુજરાતના ગેંગસ્ટર જયેશ પટેલ UKમાં હોવાનો મોટો ખુલાસો, ભારતે કરી આ દરખાસ્ત |  jamnagar Land mafia Jayesh Patel jaysukh ranpariya UK

કોણ છે જયેશ પટેલ?

જયેશ પટેલ વકીલ કિરીટ જોશીની હત્યાનો મુખ્ય આરોપી છે. સૌથી પહેલા વિશાલ માડમ સાથે ભૂમાફિયાગીરી શરૂ કરી હતી. ટૂંકાગાળામાં જ જયેશ પટેલ માલેતુજાર બની ગયો હતો. જામનગરમાં મોટા ભાગના જમીન કૌભાંડ જયેશ પટેલના નામે છે. જમીન પચાવી પાડવી, ખંડણી, અપહરણ હત્યા સહિતના અનેક ગુનાઓ તેના નામે છે. અલગ અલગ કેસમાં 40થી વધુ ફરિયાદ જયેશ પટેલ સામે નોંધાયેલી છે. જયેશ પટેલે જમીનનો કેસ લડી રહેલા વકીલ કિરીટ જોશીની જાહેરમાં હત્યા કરી હતી. વર્ષ 2018માં વકીલ કિરીટ જોશીની ચપ્પાના ઘા મારીને હત્યા કરાઈ હતી. કિરીટ જોશી હત્યા કેસમાં સાક્ષીઓને જયેશ પટેલે ધમકી આપી હતી. વકીલની હત્યા બાદ જયેશ પટેલ ફરાર થઈ ગયો હતો. અત્યાર સુધીમાં તેના અનેક સાગરિતો જેલ હવાલે થઈ ચૂક્યા છે. કિરીટ જોશીની હત્યા મામલે અગાઉ 3 સાગરિતોની ધરપકડ થઈ ચુકી છે. 2018માં અમદાવાદના 2, રાજકોટથી 1 એમ કુલ 3 સાગરિતોની ધરપકડ થઈ હતી.

Jayesh patel | VTV Gujarati

જયેશ પટેલ સામે હત્યા, ખંડણી, બોગસ દસ્તાવેજો સહિતના 42 ગુના
મહત્વનું છે કે, જયેશ પટેલ વિરૂદ્ધ જમીન પચાવી પાડવી, હત્યા, ખંડણી, બોગસ દસ્તાવેજો સહિતના 42 ગુના દાખલ છે. જયેશ પટેલ વિરુદ્ધ ગુજસીટોકનો કાયદો પણ લગાવાયો છે. જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યા કેસમાં સંડોવણી છે.આ ઉપરાંત તે ગુજસીટોક પ્રકરણમાં મુખ્ય આરોપી છે. થોડા વર્ષો અગાઉ દેશ છોડીને વિદેશ ભાગી ગયેલા મૂળ જામનગરના જયેશ પટેલ ઉર્ફે જયસુખ મુળજીભાઈ રાણપરીયાની માર્ચ 2021માં લંડન ખાતે ધરપકડ કરીને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. 

લંડનની કોર્ટમાં ચાલે છે કેસ  
 ભારત સરકાર દ્વારા આરોપીનો પ્રત્યાપણથી કબ્જો લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, આ અંગેનો કેસ લંડનની કોર્ટમાં ચાલે છે. આ અગાઉ થયેલી સુનાવણીમાં લંડનની  વેસ્ટમીનસ્ટર મેજીસ્ટ્રેટની કોર્ટમાં જયેશ પટેલને વીડિયો કોન્ફરન્સ મારફતે હાજર રખાયો હતો. આ દરમિયાન ભારત સરકાર વતી કલેર ડોબિન નામક ધારાશાસ્ત્રી હાજર રહ્યા હતાં.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ