બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Jagatguru praised the government on the issue of mega demolition in Dwarka

નિવેદન / દ્વારકામાં મેગા ડિમોલિશનની કામગીરી મુદ્દે જગતગુરૂએ સરકારના કર્યા વખાણ, માંસ-દારૂ મુદ્દે કરી આ માગ

Kishor

Last Updated: 03:57 PM, 12 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપની ગૌરવ યાત્રા અગાઉ નેતાઑએ દ્વારકાના આંગણે જગતગુરૂ શંકરાચાર્યના આશિર્વાદ લીધા હતા. આ દરમિયાન તેઓએ માંસ અને દારૂ મામલે નિવેદન આપ્યું હતું

  • ભાજપની ગૌરવ યાત્રાનો દ્વારકાથી પ્રારંભ
  • ભાજપ નેતાઓએ જગતગુરૂ શંકરાચાર્યના આશિર્વાદ લીધા
  • સમગ્ર બેટ દ્વારકામાં માંસ અને દારૂ પ્રતિબંધીત હોવુ જોઈએ

વિધાનસભાની ચૂંટણીને કેન્દ્રમાં રાખી ભાજપ દ્વારા આજથી ગુજરાતમાં ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો છે. દેવભૂમિ દ્વારકાથી પોરબંદર સુધીની ગુજરાત ગૌરવ યાત્રા દ્વારકાથી શરૂ થઇ છે જે સાંજે ખંભાળિયા ખાતે પૂર્ણ થશે.જ્યાં સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગૌરવ યાત્રાને પગલે ભાજપના મોટા ગજાના અનેક નેતાઑ દ્વારકા પહોંચ્યા હતા અને આગેવાનોએ યાત્રા પહેલા જગતગુરૂ શંકરાચાર્યના આશિર્વાદ લીધા હતા.

દ્વારકાનો પણ વિકાસ થવો જોઈએ: સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ
આ વેળાએ સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજનું નિવેદન સામે આવ્યું છે. તેઑએ માંસ અને દારૂ તથા દ્વારકામાં ગેરકાયદે દબાણો અંગે નિવેદન આપી જણાવ્યું હતું કે, પવિત્ર યાત્રાધામ સમગ્ર બેટ-દ્વારકામાં માંસ અને દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધીત હોવો જોઈએ. એક પણ સ્થળે માંસ કે મટનની દુકાન ન હોવી જોઈએ. જેમ સોમનાથ અને અંબાજીની વિકાસ થયો છે. તેમ દ્વારકાનો પણ વિકાસ થવો જોઈએ. વધુમાં દ્વારકામાં તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામનો કડૂસ્લો બોલાવી જગ્યા ખાલી કરવામાં આવી છે. જે આવકારદાયક હોવાનું અંતમાં જગતગુરૂ શંકરાચાર્યએ ઉમેર્યું હતું.

મેગા ડિમોલિશન કામના વડાપ્રધાને પણ કર્યા હતા વખાણ 
ઉલ્લેખનીય છે કે, બેટ દ્વારકામાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ 5 કરોડથી વધુ કિંમતની જમીન પરનું દબાણ દૂર કરાયું છે. જયા 30 જેટલાં ધાર્મિક સ્થાનો પર બુલડોઝર ફરી ચૂક્યું છે. મેગા ડિમોલિશનમાં ગોડાઉન અને ગેરકાયદેસર મકાનો તોડી પડાયા હતા. ત્યારે જામનગરની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મેગા ડિમોલિશનની કામગીરીને મુક્તમને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે મક્કમ મનનો માનવી લીડરશીપ લેતો હોય છે ત્યારે બધ જ વિરોધ વગર સહકાર આપતા હોય છે. જે આ મેગા ડિમોલિશનએ મક્કમ નિર્ણયનું ઉદાહરણ છે. વધુમા ડિમોલિશન મામલે સંતોના નિવેદન સાંભળીને રાજીપો થયો હોવાનું પણ વડાપ્રધાને ઉમેર્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ