બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ચાર પવિત્ર સ્થાનોમાંથી એક પુરીમાં જગન્નાથ ભગવાન કૃષ્ણના રૂપમાં બિરાજમાન છે. અહીં અષાઢ મહિનામાં બીજના દિવસે તેમની રથયાત્રા કાઢવામાં આવે છે. કેટલાક તથ્યો અનુસાર રથયાત્રા 500 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી એવી માન્યતા છે. પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શરૂ થઈ ચૂકી છે. આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. પુરીની રથયાત્રા તેની ભવ્યતા અને મહિમા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આખું વર્ષ ભક્તો આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે. પુરીની રથયાત્રામાં દેશ-વિદેશના લોકો ભારે ઉત્સાહથી સામેલ થાય છે. પુરીના ભગવાન જગન્નાથ ધામની ગણના પ્રસિદ્ધ ચાર ધામોમાં થાય છે. હિન્દુ ધર્મમાં તેનું વિશેષ મહત્વ છે. ચાલો જાણીએ જગન્નાથપુરીની રથયાત્રા સાથે જોડાયેલી પાંચ મહત્વની વાતો, જે જાણીને તમને પણ આશ્ચર્ય થઈ શકે છે.
ADVERTISEMENT

સોનાની કુહાડીથી કપવામાં આવે છે વૃક્ષ
સૌથી પહેલા આપને જણાવી દઈએ કે, ભગવાન જગન્નાથના રથમાં 16 પૈડાં હોય છે. તેને સામાન્ય રીતે 45 ફૂટ ઉંચા રાખવામાં આવે છે. રથ બનાવવા માટે ખાસ પ્રકારનું લાકડું એટલે કે લીમડાના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. જંગલમાં જઈને લીમડાના વૃક્ષોની સૌથી પહેલા મંત્રોચ્ચાર સાથે પૂજા કરવામાં આવે છે. ત્યાર પછી સોનાની કુહાડીથી વૃક્ષોને કાપવામાં આવે છે.
ADVERTISEMENT

બનાવવામાં આવે છે ત્રણ નવા રથ
રથયાત્રા માટે ત્રણ નવા રથ બનાવવામાં આવ્યા છે. એક રથ ભગવાન જગન્નાથ, બીજો રથ બહેન સુભદ્રા અને ત્રીજો રથ ભાઈ બલભદ્ર માટે બનાવવામાં આવે છે. ત્રણેય રથ બનાવવા માટે કુલ 884 વૃક્ષોના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૌથી ખાસ વાત એ છે કે આ રથ બનાવવામાં ખીલી કે અન્ય ધાતુનો ઉપયોગ કરવામાં આવતો નથી.
ADVERTISEMENT

રસ્તાઓની કરવામાં આવે છે સાફ-સફાઈ
રથ તૈયાર કર્યા બાદ રસ્તાઓની સાફ-સફાઈ કરવામાં આવે છે. આ યાત્રાની પવિત્રતા માટે કરવામાં આવે છે. જ્યારે ત્રણેય રથ તૈયાર થઈ જાય છે, ત્યારે 'છર પેહનારા' નામની ધાર્મિક વિધિ કરવામાં આવે છે. આ અંતર્ગત, પુરીના ગજપતિ રાજા અહીં પાલખીમાં આવે છે અને આ ત્રણેય રથની વિધિવત પૂજા કરે છે અને 'સોનેરી સાવરણીથી રથના મંડપ અને રસ્તાને સાફ કરે છે.
ADVERTISEMENT

ભગવાનને કરાવવામાં આવે છે શાહી સ્નાન
રથયાત્રાના એક પખવાડિયા પહેલા ભગવાન જગન્નાથને શાહી સ્નાન કરાવવામાં આવે છે. આ શાહી સ્નાન પછી ભગવાન અસ્વસ્થ થઈ જાય છે. તેમને આરામ માટે ખાસ રૂમમાં રાખવામાં આવે છે. તેમની સેવાનું ધ્યાન રાખવામાં આવે છે પરંતુ ખાસ વાત એ છે કે ન તો મંદિરના પૂજારીઓ અને ન તો વૈધ તેમની પાસે જાય છે. બે અઠવાડિયા પછી ભગવાન સ્વસ્થ થઈને બહાર આવે છે અને ભક્તોને દર્શન આપે છે.
ADVERTISEMENT

દર 12 વર્ષે બદલવામાં આવે છે મૂર્તિ
પુરીના જગન્નાથ મંદિરમાં દર 12 વર્ષે મૂર્તિ બદલવાની પરંપરા છે. જ્યારે અહીં મૂર્તિ બદલવામાં આવે છે. તે સમયે ખૂબ જ મુશ્કેલ વિધિ અપનાવવામાં આવે છે. જૂની મૂર્તિને કાઢીને નવી મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. નવી મૂર્તિના સ્થાપન સમયે ત્યાં ચારેબાજુ અંધારું કરી દેવામાં આવે છે. કોઈ કોઈને જોઈ શકતું નથી અને જે પૂજારીઓ મૂર્તિની સ્થાપના કરે છે, તે સમયે તેમની આંખો પર પણ પટ્ટી બાંધવામાં આવે છે. આ પ્રક્રિયાને જોવી અશુભ માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.