બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / મનોરંજન / jackie shroff reacted on india vs bharat controversy video goes viral on internet 2023

પ્રતિક્રિયા / જેકી શ્રોફને પણ G20 ડિનરમાં સામેલ થવાનું નિમંત્રણ, INDIAને ભારત લખવા પર જુઓ જગ્ગુ દાદાએ શું કહ્યું?

Manisha Jogi

Last Updated: 01:18 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત પહેલી વાર G20ની મેજબાની કરી રહ્યું છે. 9 અને 10 સપ્ટેમ્બરના રોજ G20ની 18 સમિટ થઈ રહી છે. બોલીવુડ અભિનેતા જેકી શ્રોફને પણ G20 શિખર સંમેલનના ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

ભારત પહેલી વાર G20ની મેજબાની કરી રહ્યું છે
જેકી શ્રોફને પણ G20 ડિનરમાં સામેલ થવાનું નિમંત્રણ
ઈન્ડિયાને ભારત કહેવા બાબતે જગ્ગૂ દાદાએ આપ્યું રિએક્શન

ભારત પહેલી વાર G20ની મેજબાની કરી રહ્યું છે, જેની ખૂબ જ જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. 9 અને 10 સપ્ટેમ્બરના રોજ G20ની 18 સમિટ થઈ રહી છે. સમગ્ર દિલ્હીને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. જે બાબતે સુરક્ષાની કડક વ્યવસ્તા કરવામાં આવી છે. જેમાં મોટાભાગના આંતરરાષ્ટ્રીય નેતાઓ ભાગ લેશે, જેમાં જો બાઈડેન, ઋષિ સુનક અને ઈમૈનુએલ મેક્રોન જેવા અનેક લોકોના નામ શામેલ છે. બોલીવુડ અભિનેતા જેકી શ્રોફને પણ G20 શિખર સંમેલનના ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. 

ઈન્ડિયા ભારત બોલવા બાબતે જગ્ગૂ દાદાનું રિએક્શન
‘ભારતના રાષ્ટ્રપતિ’ના નિમંત્રણ પત્ર પર ઈન્ડિયાને ભારત કહેવા પર ચર્ચા કરવામાં આવી રહી છે. જેના પર જેકી શ્રોફે પણ રિએક્શન આપ્યું છે. જગ્ગૂ દાદાએ ઈન્ડિયાને ભારત કહેવાના વિવાદ બાબતે નિવેદન આપ્યું છે કે, ‘ભારતને ભારત કહેવામાં આવી રહ્યું છે, તો તે કંઈ ખોટું નથી. ભલે નામ બદલાઈ ગયું હોય અમે નામ નહીં બદલીએ.’ એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જેકી શ્રોફ ભારત અને ઈન્ડિયા પર વાત કરી રહ્યા છે. 

શું છે સમગ્ર વિવાદ
G20 સમિટ માટે મહેમાન દેશોને ભારતના રાષ્ટ્રપતિ એટલે કે, ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ના નામથી આમંત્રણ મોકલવામાં આવ્યું. વિપક્ષે આરોપ મુક્યો છે કે, સંવિધાનમાં ‘પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયા’ લખવામાં આવ્યું છે, ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ લખવામાં નથી આવ્યું છે. જેનો અર્થ છે કે, સરકાર સંવિધાનમાંથી ઈન્ડિયા શબ્દ દૂર કરી રહી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ