બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / It will be expensive for the people of Ahmedabad to enjoy the luxury of dalwadas in the rain

મોંઘવારી / વરસાદમાં દાળવડાંની લિજ્જત માણવી અમદાવાદીઓને પડશે મોંઘી, ખાદ્યતેલના ભાવે ફરીવાર મધ્યમવર્ગની કમર તોડી

Priyakant

Last Updated: 04:06 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદીઓને હવે વરસતા વરસાદમાં દાળવડાંની લિજ્જત માણવી મોંઘી પડશે, ખાદ્યતેલના ભાવે લોકોને દઝાડ્યાઃ સિંગતેલના ડબાનો ભાવ રૂ.2800ની ઉપર જતા મધ્યમવર્ગની કમર તૂટી

 

  • ચોમાસામાં ખાદ્યતેલના ભાવ ફરી એક વખત લોકોને દઝાડ્યા
  • સિંગતેલના ડબાનો ભાવ રૂ.2800ની ઉપર જતા મધ્યમવર્ગની કમર તૂટી
  • અમદાવાદીઓને હવે વરસતા વરસાદમાં દાળવડાંની લિજ્જત માણવી મોંઘી પડશે

ગુજરાત સહિત દેશભરમાં ચોમાસું દસ્તક દઇ રહ્યું છે. ખાસ કરીને વરસાદ પડે અને તરત જ સ્વાદપ્રિય ગુજરાતી ચોમાસામાં તૈયાર મળતાં દાળવડાં, ભજિયાં, કચોરી, સમોસાં, ગાંઠિયાની લિજ્જત માણવા નીકળી પડે છે. ક્યાંક આ ગરમાગરમ નાસ્તા ઘરે ઘરે પણ બનતા હોય છે. આ દરેક વસ્તુ બનાવવા માટે તેલનો વપરાશ વધી જતો હોય છે. પરિણામે ખરીદીનું પ્રમાણ વધતું રહે છે. હવે ખરીદી નીકળે તે પૂર્વે જ ચોમાસામાં ખાદ્યતેલના ભાવ ફરી એક વખત લોકોને દઝાડી રહ્યા છે.

ગઈ કાલે સિંગેતલ ડબાના ભાવે રૂ.2800ની સપાટી કુદાવી હતી અને ભાવ રૂ.2820નો થયો હતો, જેના કારણે મધ્યમવર્ગની કમર રીતસર તૂટી ગઈ છે. સિંગતેલની સાથે સાથે અન્ય સાઇડ તેલમાં પણ ભાવવધારો જોવા મળ્યો હતો. ખાદ્યતેલમાં 10 દિવસ પહેલાં તેજી-મંદી બંને જોવા મળી રહી હતી, પરંતુ છેલ્લા 2-3 દિવસથી ભાવ વધવાનું પાછું શરૂ થયું છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન સિંગતેલ, કપાસિયા અને પામોલીનમાં રૂ.20નો ભાવવધારો થયો છે.

જોકે વરસાદી સિઝનમાં જણસીની આવક પણ પ્રભાવિત થશે. આ વખતે જીરુંનો ભાવ રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચ્યો છે. સોમવારે ભાવવધારો આવતાં ભાવની સપાટી રૂ.12,000 એ પહોંચી છે. જ્યારે મગફળીનો ભાવ રૂ.1627રહ્યો હતો. ધીમે ધીમે નવી મગફળીની આવક વધશે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે. 

ગઈ કાલે સિંગતેલના ડબાદીઠ ભાવ રૂ.1775 થી રૂ.2825 રહ્યા છે, કપાસિયા તેલના ભાવ રૂ.1645થી રૂ.1695 છે. પામોલીન તેલના ભાવ રૂ. 1420થી રૂ.1425 છે અને સરસવ તેલના ભાવ રૂ. 1580થી રૂ.1600 છે, જયારે કોર્ન ઓઈલના ભાવ રૂ.1500થી રૂ.1530છે. વનસ્પતિ ઘીના ભાવ રૂ. 1550થી રૂ.1600 છે. કોપરેલના ભાવ રૂ. 2340થી રૂ.2380 અને દિવેલના ભાવ રૂ.2040થી રૂ. 2050 રહ્યા છે.

ખાદ્યતેલના ભાવ ઘટશે, ખેડૂતોને થશે મોટો ફાયદો | Edible oil prices will fall,  farmers will get big benefit
File Photo

ગૃહિણીઓ માટે રાહતના સમાચાર એ હતા કે મે માસ એટલે કે ગત માસે સિંગતેલના ભાવમાં 50 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. સિંગતેલના 15 કિલો ડબાનો ભાવ રૂ.2750 રહ્યો હતો. જ્યારે કપાસિયા તેલના ડબાનો ભાવ રૂ.1520 સુધી પહોંચ્યો હતો. ગત વર્ષે પણ આ સિઝનમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ સરખા હતા. જ્યારે આ વર્ષે કપાસિયા તેલ કરતાં સિંગતેલના ભાવમાં 1000 રૂપિયાનો વધારો થયો છે.

ગત માસમાં એક અઠવાડિયામાં જ 50 રૂપિયાનો ઘટાડો થયો હતો.બજારમાં મંદી અને સાથે જ અન્ય તેલીબિયાંના ભાવમાં ઘટાડો થયો હોવાના કારણે વેપારીઓએ તેલના ભાવમાં ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતું. હવે ચોમાસાની સિઝનમાં ફરી સિંગતેલની ખરીદી વધી રહી છે એટલું જ નહીં તહેવારોની સિઝન અને વ્રતનો મહિનો તથા અધિક મહિનો પણ નજીક આવી રહ્યા છે. આમ તહેવારો પૂર્વે જ તેલના ભાવમાં ફરી વધારો થતાં ગૃહિણી નારાજ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ