બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / IT dept found more than 10 crores in raid on Chiripal Group ahmedabad

તપાસ / ચિરીપાલ ગ્રુપ પરના દરોડામાં IT વિભાગને હાથ લાગી 10 કરોડથી વધુ રકમ, ઘરેણાં-બેનામી મિલકતો પણ મળી આવી

Dhruv

Last Updated: 01:56 PM, 21 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચિરીપાલ ગ્રુપ પર આવકવેરા વિભાગે પાડેલા દરોડામાં રૂ. 10 કરોડથી વધુ રોકડ રકમ અને દસ્તાવેજો મળી આવ્યા.

  • આવકવેરા વિભાગે ચિરીપાલ ગ્રુપ પર પાડેલા દરોડા મામલો
  • રૂ. 10 કરોડથી વધુ રોકડ રકમ અને દસ્તાવેજો મળી આવ્યા
  • બેંક લોકર સીલ, ડિજિટલ ડેટા અને કોમ્પ્યુટર હાર્ડડિસ્ક પણ જપ્ત કરાઇ

અમદાવાદમાં ગઇકાલે આવકવેરા વિભાગે ચિરિપાલ ગ્રુપની આંબલી અને શિવરંજનીની ઓફિસ સહિત 40 સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં ખૂબ મોટી સંખ્યામાં બેનામી રોકાણના દસ્તાવેજો IT વિભાગને હાથ લાગ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ચિરીપાલ ગ્રુપ ખૂબ જ ચર્ચિત ગ્રુપ છે કે જે ટેક્સટાઇલ અને શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલું છે. આ ગ્રુપ પર ગઇકાલે ઇન્કમટેક્સ વિભાગના 150થી વધુ અધિકારીઓની ટીમે દરોડા પાડ્યા હતા. વેદપ્રકાશ ચિરીપાલ, બ્રિજમોહન ચિરીપાલ સહિતના ભાગીદારોને ત્યાં IT વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાં રૂ.10 કરોડથી વધુ રોકડ રકમ અને દસ્તાવેજો આવકવેરા વિભાગને મળી આવ્યા છે.

આવકવેરા વિભાગે બેંક લોકર સીલ કર્યા

IT વિભાગને ખૂબ મોટી સંખ્યામાં બેનામી રોકાણના દસ્તાવેજો મળી આવ્યા છે. આવકવેરા વિભાગે બેંક લોકર સીલ કર્યા છે. સાથે ડિજિટલ ડેટા અને કોમ્પ્યુટર હાર્ડડિસ્ક પણ જપ્ત કરી લીધી છે. એ સિવાય આવકવેરા વિભાગને તપાસ દરમિયાન સોના-ચાંદીની જવેલરી પણ મળી આવી છે. મહત્વનું છે કે, અગાઉ પણ ઘણી વખત ચિરીપાલ ગ્રુપ પર દરોડા પાડવામાં આવી ચૂક્યા છે.

નંદન ડેનિમ અને વિશાલ ડેનિમને ત્યાં પણ IT વિભાગે તવાઇ બોલાવી હતી

આ સાથે નંદન ડેનિમ અને વિશાલ ડેનિમ પર પણ આઇટી વિભાગે તવાઇ બોલાવી હતી. એટલે કે સુરત અને અમદાવાદ એમ બંને શહેરોમાં આવેલી વિવિધ ઓફિસો પર IT વિભાગે દરોડા પાડ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ