બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Isudan Gadhvi's reaction on kailash vijayvargiya statement

વિવાદ / ભાજપ નેતાઓના પુત્રથી શરુઆત કરો, AAPની ઓફિસમાં નોકરી આપીશું : અગ્નિવીર મુદ્દે વિજયવર્ગીયના નિવેદન પર ઈસુદાનની પ્રતિક્રિયા

Dhruv

Last Updated: 03:58 PM, 20 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૈલાશ વિજયવર્ગીયના અગ્નિવીરોના નિવેદનને લઇને ઇસુદાન ગઢવીએ પ્રહાર કરતા કહ્યું 'યોજના સારી હોય તો ધારાસભ્ય અને સાંસદના દીકરાઓથી શરૂઆત થાય.'

  • AAP નેતા ઇસુદાન ગઢવીના ભાજપ નેતા પર આકરા પ્રહાર
  • AAPની ઓફિસ માટે વિજયવર્ગીયના પુત્રને નોકરી આપવામાં આવશે: ઇસુદાન ગઢવી
  • અગ્નિવીરોને સર્વિસ બાદ ભાજપ ઓફિસમાં ગાર્ડની નોકરી આપીશું: કૈલાશ વિજયવર્ગીય

અગ્નિપથ યોજનાને લઇને ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયના નિવેદન પર આમ આદમી પાર્ટીએ આકરા પ્રહાર કર્યા છે. AAP નેતા ઇસુદાન ગઢવીએ ભાજપ નેતા પર પ્રહાર કરતા જણાવ્યું કે, 'કૈલાશ વિજયવર્ગીયએ જવાનોનું અપમાન કર્યું છે. AAPની ઓફિસ માટે વિજયવર્ગીયના પુત્રને નોકરી આપવામાં આવશે. અગ્નિપથ યોજના રજૂ કરી છે તે યોજના જવાનોને પસંદ નથી. યોજના સારી હોય તો ધારાસભ્ય અને સાંસદના દીકરાઓથી શરૂઆત થાય. ખેડૂતોને માટે નાપસંદ કૃષિ કાયદો લાવવામાં આવ્યો. 700 ખેડૂતોએ જીવ ગુમાવ્યો ત્યાર બાદ કાયદો પરત લીધો.' મહત્વનું છે કે ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું હતું કે 'અગ્નિવીરોને સર્વિસ બાદ ભાજપ ઓફિસમાં ગાર્ડની નોકરી આપીશું.'

નોંધનીય છે કે, કેન્દ્રની મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા અગ્નિપથ યોજનાને લઈને વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે આવા સમયે BJP નેતાઓ આ યોજનાના ફાયદા ગણાવી રહ્યા છે. ઘણી વાર તેમના નિવેદનોના કારણે વિવાદ થતાં આ નેતાઓ બેકફૂટ પર આવી જતાં હોય છે. ત્યારે તાજેતરમાં જ ઈન્દોરમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે આ બધાની આગળ નિકળીને જાહેરમાં વટાણા વેરી દીધા હતા, તેમના નિવેદનથી ભારે હોબાળો થયો હતો. કૈલાશ વિજયવર્ગીયે ઈન્દોરમાં કહ્યું હતું કે, ભાજપ ઓફિસમાં અમે જે સિક્યોરિટી રાખીએ છીએ, તેમાં અગ્નિવીરોને અમે પ્રાથમિકતા આપીશું.

કૈલાશ વિજયવર્ગીયનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કોંગ્રેસ સહિત દેશની કેટલીય રાજકીય પાર્ટીઓ તેમના પર માછલા ધોવાનું શરૂ કરી દીધું છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું છે કે, દેશના યુવાનો અને સેનાના જવાનોનું અપમાન તો ન કરો. આપણા દેશના યુવાનો રાત દિવસ મહેનત કરીને ફિઝિકલ ટેસ્ટ પાસ કરે છે. ટેસ્ટ પાસ કરે છે કેમ કે, તેમને સેનામાં જઈને પોતાના સપના પુરા કરી દેશની સેવા કરવા માગે છે. એટલા માટે નહીં કે ભાજપની ઓફિસોમાં ગાર્ડ બનવા માંગે છે.

વાસ્તવિકતા જોઈએ તો, બિહાર, યુપી અને બાદમાં MPમાં પણ અગ્નિપથ યોજનાને લઈને હોબાળો મચેલો છે. ઈન્દોરમાં સેનામા જવા માગતા યુવાનો સતત વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. રવિવારે કૈલાસ વિજયવરર્ગીયે મીડિયા સાથે વાત કરતા ઈન્દોર ભાજપ ઓફિસ પહોંચ્યા હતા. કૈલાસ વિજયવર્ગીયને તેને લઈને સવાલો કરવામાં આવ્યા હતા. તો તેમણે પહેલા તો આ યોજનાના ફાયદા ગણાવા લાગ્યા હતા. ત્યાર બાદ કહ્યું કે, અગ્નિવીર તરીકે સેવા આપ્યા બાદ તેઓ બહાર આવશે, તો તેમના હાથમાં 13 લાખ રૂપિયા હશે. સાથે જ તેમને અગ્નિવીરનો મેડલ પણ મળશે. કૈલાશ વિજયવર્ગીયે આગળ કહ્યું કે, અમે ભાજપ કાર્યાલયમાં સિક્યોરિટી રાખીશું તો, અહીં પણ અમે અગ્નિવીરોને પ્રાથમિકતા આપીશું.

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવના આ પ્રકારના નિવેદન બાદ હોબાળો થયો હતો, અને કોંગ્રેસે કહ્યું કે, અગ્નિપથને લઈને તમામ શંકાઓ દૂર કરી દીધી, આ સત્યાગ્રહ આ પ્રકારની માનસિકતા વિરુદ્ધમાં છે. આપને જણાવી દઈએ કે, દિલ્હીના જંતર મંતર પર કોંગ્રેસ પાર્ટી આ યોજનાની વિરુદ્ધમાં સત્યાગ્રહ આંદોલન કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ