બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / વિશ્વ / issue of anti-India activities of Khalistan supporters in Canada also came up in the Two Plus Two ministerial level talks

મંત્રણા / ભારત અમેરિકા વચ્ચે યોજાઈ 2+2 બેઠક: પાર્ટનર USના વડાઓને ભારતે જણાવી મુખ્ય ચિંતા, સાથે નારાજગી પણ વ્યક્ત કરી

Pravin Joshi

Last Updated: 07:53 PM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોની ભારત વિરોધી ગતિવિધિઓનો મુદ્દો પણ ટુ પ્લસ ટુ મંત્રી સ્તરની મંત્રણામાં સામે આવ્યો હતો. ભારતે અમેરિકા સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.

  • ભારત અને અમેરિકા વચ્ચેની ટુ પ્લસ ટુ મંત્રી સ્તરની બેઠક
  • ભારતે અમેરિકા સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી
  • ભારતે કહ્યું - અમારી મુખ્ય ચિંતા સુરક્ષા છે

ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલુ છે. દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચેની ટુ પ્લસ ટુ મંત્રી સ્તરની વાટાઘાટોમાં સરકારે કેનેડાને લઈને તેની ચિંતાઓ સ્પષ્ટ કરી હતી. ભારતે કહ્યું કે અમારી મુખ્ય ચિંતા સુરક્ષા છે. ટુ પ્લસ ટુ મંત્રી સ્તરીય વાટાઘાટો પછી વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું, અમે અમારા બધા મિત્રો અને ભાગીદારો સાથે સતત સંવાદમાં છીએ. અમે અનેક પ્રસંગોએ આ બાબતે વિગતવાર અમારી સ્થિતિ સમજાવી છે. અમારી મુખ્ય ચિંતા સુરક્ષા છે. તમે તાજેતરમાં ગુરપતવંત સિંહ પન્નુનો વીડિયો જોયો જ હશે. આ ગંભીર સુરક્ષા ચિંતાઓ ઉભી કરે છે. અમે અમારા મિત્રો અને ભાગીદારોને અમારી સ્થિતિ સ્પષ્ટ કરી છે. અમને લાગે છે કે તેઓ તે સમજે છે.

ગુરપતવંત સિંહ પન્નુએ શું આપી ધમકી?

શીખ ફોર જસ્ટિસ (SFJ)ના સંસ્થાપક ગુરપતવંત સિંહ પન્નુએ તાજેતરમાં એક વીડિયો જાહેર કર્યો હતો. આમાં તેણે 19 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટના મુસાફરોને ધમકી આપી છે, જે દિવસે આઈસીસી વર્લ્ડ કપની ફાઈનલ યોજાશે. ભારત સતત પન્નુ અને અન્ય ખાલિસ્તાન સમર્થકો સામે કાર્યવાહીની માંગ કરી રહ્યું છે. જોકે, કેનેડા દ્વારા નક્કર પગલાં ન લેવાને કારણે ભારત સરકારે અનેક વખત નારાજગી વ્યક્ત કરી છે. દિલ્હીમાં યોજાયેલી ટુ પ્લસ ટુ મંત્રી સ્તરની વાટાઘાટોમાં યુએસ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિંકન અને યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિન કરી રહ્યા હતા. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મંત્રી એસ. જયશંકર અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કર્યું હતું.

કેવી રીતે શરૂ થયો ભારત અને કેનેડા વચ્ચે વિવાદ?

તાજેતરમાં કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ દાવો કર્યો હતો કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોનો હાથ હોઈ શકે છે. તેના જવાબમાં ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે આ તમામ આરોપો રાજકીય રીતે પ્રેરિત છે. આ પછી બંને દેશો વચ્ચે વિવાદ વધી ગયો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ