બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / isro solar mission aditya l1 landmark starts studying solar winds

એક્સપેરિમેન્ટ / આદિત્ય L1 મિશને ફરી આપી મોટી ખુશખબરી, ISROએ શેર કરી લાખો કિમી દૂરથી આવેલી અતિ મહત્વની માહિતી

Manisha Jogi

Last Updated: 05:56 PM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈસરોએ 2 સપ્ટેમ્બરના રોજ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી સોલર મિશન આદિત્ય એલ1 રવાના કર્યું હતું. ઈસરોના (ISRO) પ્રથમ સોલાર મિશન આદિત્ય એલ1 તરફથી સારા સમાચાર સામે આવ્યા છે.

  • 2 સપ્ટેમ્બરના આદિત્ય એલ1 મિશન લોન્ચ
  • સોલાર મિશન આદિત્ય એલ1એ આપી ખુશખબરી
  • ઈસરોએ પોસ્ટ શેર કરીને આપી જાણકારી

ઈસરોના (ISRO) પ્રથમ સોલાર મિશન આદિત્ય એલ1 તરફથી સારા સમાચાર સામે આવ્યા છે. આદિત્ય એલ1 મિશને સૌર હવાની સ્ટડી કરવાની શરૂઆત કરી છે. આદિત્ય સોલરવિંડ પાર્ટિંકલ એક્સપરિમેંટ પેલોડે કામ કરવાની શરૂઆત કરી છે અને ફોટો શેર કરીને તેની જાણકારી આપી છે. ઈસરોએ 2 સપ્ટેમ્બરના રોજ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી સોલર મિશન આદિત્ય એલ1 રવાના કર્યું હતું. આદિત્ય એલ1 સૂર્યનું અધ્યયન કરનાર પહેલી અંતરિક્ષ આધારિત વેધશાળા છે. જે પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર આવેલ લેગ્રેંજિયન બિંદુ ‘L1’મી આજુબાજુ પ્રભામંડળથી સૂર્યનું અધ્યયન કરે છે. 

સૌર હવાનું અધ્યયન
ISROએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, આદિત્ય સોલરવિંડ પાર્ટિંકલ એક્સપરિમેંટમાં બે આધુનિક ઉપકરણ સોલર વિંડ આયન સ્પેક્ટ્રોમીટર એન્ડ એનર્જેટિક પાર્ટિકલ સ્પેક્ટ્રોમીટર (STEPS) શામેલ છે. ISROએ આ બાબતે જાણકારી શેર કરીને જણાવ્યું છે કે, ઉપગ્રહ પર હાજર રહેલ, આદિત્ય સોલરવિંડ પાર્ટિંકલ એક્સપરિમેંટ પેલોડે કામ કરવાની શરૂઆત કરી છે, જે સામાન્યરૂપે કામ કરે છે. STEPSએ 10 સપ્ટેમ્બરના રોજ કામ કરવાની શરૂઆત કરી હતી, SWIS ઉપકરણ શનિવારે સક્રિય થઈ ગયું છે અને કામ કરવાની શરૂઆત કરી છે. 

સૂર્યનું અધ્યયન શા માટે જરૂરી છે?
સોલાર સિસ્ટમમાં 8 ગ્રહ હોય છે, જે સૂર્યના ચક્કર લગાવે છે. સૂર્યના કારણે પૃથ્વી પર જીવન શક્ય છે. સૂર્ય કિરણોની મદદથી ધરતી પર ઊર્જા મોકલે છે. સૂર્યની સ્ટડી કરીને પૃથ્વી અને અંતરિક્ષમાં તેની શું અસર થાય છે તે જાણી શકાશે. 

સૂર્ય મિશન હિસ્ટ્રી
ભારતે પ્રથમ વાર સૂર્ય મિશન લોન્ચ કર્યું છે. મિશન ‘આદિત્ય L1’ પહેલા સૂર્ય પર 22 મિશન મોકલવામાં આવ્યા છે. સૂર્યની સ્ટડી કરવાની રેસમાં અમેરિકા, જર્મની, યૂરોપિયન સ્પેસ એજન્સી શામેલ છે. સૂર્યની સ્ટડી કરવા માટે સૌથી વધારે NASAએ સોલાર મિશન મોકલ્યા છે. NASAએ અત્યાર સુધી 14 સોલાર મિશન મોકલ્યા છે. યૂરોપિયન સ્પેસ એજન્સીએ પણ NASA સાથે મળીને વર્ષ 1994માં સોલાર મિશન મોકલ્યું હતું. NASAએ વર્ષ 2001માં જેનેસિસ મિશન લોન્ચ કર્યું હતું. આ મિશનનો ઉદ્દેશ્ય સૂરજની ચારેબાજુ ચક્કર લગાવીને સૌર હવાનું સેમ્પલ લેવાનું હતું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ