બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / વિશ્વ / Israel Palestine war: Palestine militants firing brutally on the innocent citizens of Israel

યુદ્ધ / VIDEO: હાથમાં બંદૂકો લઈને એકસાથે ઘરો પર હુમલા, મહિલાઓ-વૃદ્ધોને બનાવી લીધા બંધક: ઈઝરાયલમાં ઈતિહાસનો સૌથી ભયાનક હુમલો

Vaidehi

Last Updated: 07:01 PM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ ઈઝરાયલ પર ઈતિહાસનો સૌથી ભયાવહ હુમલો કરી દીધો છે. મહિલા હોય કે બાળક નિર્દયતાથી લોકો પર ફાયરિંગ કરી રહ્યાં છે.

  • ઈઝરાયલનાં ઈતિહાસમાં સૌથી ભયાનક હુમલો
  • પેલેસ્ટિનિયન આતંકીઓ કરી રહ્યાં છે ખુલ્લેઆમ ગોળીબારી
  • નિર્દયતાથી ઈઝરાયલ લોકોને કરી રહ્યાં છે ઘાયલ

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે 100 વર્ષોથી પણ જૂના વિવાદો હજી જીવંત છે. તેવામાં હાલમાં પેલેસ્ટિનિયન આતંકીઓ ક્રૂરતાનું રૂપ ધારણ કરીને ખુલ્લેઆમ ઈઝરાયલનાં નિર્દોષ નાગરિકોનો જીવ લઈ રહ્યાં છે.  હમાસનાં આતંકીઓ ઈઝરાયલનાં શહેરોમાં ઘુસીને રસ્તા પર ચાલી રહેલા, વાહન ચલાવી રહેલા લોકોનું મર્ડર કરી રહ્યાં છે.

ઈઝરાયલનાં ઈતિહાસનો સૌથી ભયાનક હુમલો હાલમાં પેલેસ્ટાઈન દ્વારા કરવામાં આવ્યો છે.પેલેસ્ટાઇનનાં ગાઝામાં સ્થિત ચરમપંથી સંગઠન હમાસે ઈઝરાયલ પર 5000થી વધારે રૉકેટ છોડ્યાં છે.આતંકીઓ મોટરસાઈકલ, SUV અને પેરાગ્લાઈડર પર સવાર થઈને દક્ષિણી શહેરોમાં પહોંચ્યાં. આ આતંકીઓ રસ્તા પર ચાલી રહેલા નાગરિકો પર ગોળીબાર કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનાં અનેક વીડિયો સામે આવ્યાં છે.

ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર વીડિયોઝ શેર કર્યા છે, જેમાં હમાસ જૂથ દ્વારા સર્જાયેલી હાલાકીનો અંદાજો આવી શકે છે. ગનમેન રહેણાંક વિસ્તારોમાં પ્રવેશતાં અને ઘરોને ટાર્ગેટ બનાવતા જોવા મળી રહ્યાં છે.

પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ એક તહેવારની ઊજવણી કરી રહેલા જૂથ  પર આક્રમણ કર્યું હતું જ્યાં સેંકડો ઇઝરાયેલીઓ શેમિની એટઝેરેટની રજા માટે કેમ્પ કરી રહ્યા હતા. આતંકીઓએ ગોળીઓના રાઉન્ડ ફાયર કર્યા, જેનાથી લોકોમાં ભય ફેલાયો અને અનેક લોકોનું મોત પણ થયું.

ખુલેઆમ નાગરિકો પર ગોળીબારી
સ્ડેરૉટનાં નિવાસીએ હુમલાનો એક વીડિયો રેકોર્ડ કર્યો જેમાં આતંકવાદીઓ ખુલેઆમ નાગરિકો પર ગોળીઓ ચલાવી રહ્યાં છે. વ્યક્તિએ આ વીડિયો પોતાના ઘરની છત પરથી રેકોર્ડ કર્યો હતો. આ વીડિયોને આતંરરાષ્ટ્રીય માનવાધીકારનાં વકીલે શેર કર્યો છે.

મહિલાઓને નગ્ન કરીને ઘસડી રહ્યાં છે
ક્રૂર આતંકીઓ ઇઝરાયેલી  મહિલાનાં શવને નગ્ન કરીને જશ્ન મનાવતાં દેખાયા. કેટલાક આતંકીઓ તો આ મહિલાનાં શવ પર થૂકી રહ્યાં હતાં. (કેટલાક દ્રશ્યો અતિસંવેદનશીલ હોવાને લીધે અમે વીડિયો ટાંકી શકવામાં અસમર્થ છીએ. )

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ