બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / ISKP module probe handed over to NIA after Home Ministry order, Gujarat ATS busts terror attack plot

તપાસ / ગૃહ મંત્રાલયના આદેશ બાદ ISKP મોડ્યુલની તપાસ NIAને સોંપાઈ, ગુજરાત ATSએ આતંકી હુમલા કાવતરાનો કર્યો હતો પર્દાફાશ

Vishal Khamar

Last Updated: 12:01 AM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના ATS દ્વારા ISKP મોડ્યુલની તપાસ NIAને સોંપાઈ છે. ત્યારે પકડાયેલા તમામ આરોપીઓ આતંકી હુમલો કરવા માટે તાલીમ આપવાનાં હતા. ત્યારે ભારત સરકારનાં ગૃહમંત્રાયલનાં આદેશ બાદ NIA ને તપાસ સોંપાઈ છે. ગુજરાત ATS પાસેથી NIAએ કેસનો કબજો મેળવ્યો છે.

  • ગુજરાતના ATS દ્વારા ISKP મોડ્યુલની તપાસ NIAને સોંપાઈ
  • પકડાયેલા આરોપીને આતંકી હુમલો કરવા માટે ત્યાં તાલીમ આપવાના હતા
  • ભારત સરકારના ગૃહ મંત્રાલયના આદેશ બાદ NIAને તપાસ સોંપાઈ
  • ગુજરાત ATS પાસેથી NIAએ કેસનો કબજો મેળવ્યો

ગુજરાત ATS દ્વારા ISKP મોડ્યુલની તપાસ NIAને સોંપાઈ છે. ATSએ ISKP મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. જેમાં ઉબેદ નાસીર મીર, હનાન હયાત શૌલની તેમજ મોહમ્મદ હાઝીમ શાહ અને સુરતની સુમેરા બાનુની ધરપકડ કરાઇ હતી.

આરોપી એકબીજાના સંપર્કમાં હતા
ત્રણ કશ્મીરી યુવકો સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી અત્રે જણાવીએ કે, સુમેરા બાનુના લગ્ન દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં થયા હતા. આરોપીઓ અફઘાનિસ્તાનમાં કાર્યરત આતંકવાદી સંગઠન ISKPના સભ્યો હતાં. ખાસ વાત એ છે કે, તમામ આરોપીઓ છેલ્લા એક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા.

ફાઈલ ફોટો

NIAને તપાસ સોંપાઈ
કાશ્મીરના ત્રણ રહેવાસીઓ ISKPમાં જોડાવાના હતા તેમજ હેન્ડલર અબુ હમઝાની મદદથી ISKPમાં જોડાવા દરિયાઈ માર્ગે ફરાર થવાના હતા અને પકડાયેલા આરોપીને આતંકી હુમલો કરવા માટે ત્યાં તાલીમ આપવાના હતા તેવું તપાસમાં જાણવા મળ્યું છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયના આદેશ બાદ NIAને તપાસ સોંપાઈ છે અને ગુજરાત ATS પાસેથી NIAએ કેસનો કબજો મેળવ્યો છે.

ફાઈલ ફોટો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ