બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Sunil Gavaskar reply to Virat Kohli critics said he would have scored 120 but

IPL 2024 / '...તો 83ના બદલે વિરાટ 120 રન કરત', કોહલીની નિંદા કરનારાઓને સુનીલ ગાવસ્કરે આપ્યો જડબાતોડ જવાબ

Megha

Last Updated: 09:23 AM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RCB vs KKR મેચમાં વિરાટ કોહલીએ 15મી ઓવર સુધીમાં 43 બોલમાં 62 રન બનાવ્યા હતા. આ પછી તે છેલ્લી 5 ઓવરમાં રન માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.

IPLની વર્તમાન સિઝનમાં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે. તેણે KKR સામેની મેચમાં 83 રનની ઇનિંગ રમી હતી, જે આ સિઝનમાં તેની સતત બીજી અડધી સદી છે. વિરાટે 59 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. જો કે, આ ઇનિંગ છતાં, તેની ટીમ RCB આ મેચમાં KKR સામે 7 વિકેટે હારી ગઈ હતી. 

વિરાટ જે રીતે બેટિંગ કરી રહ્યો હતો તે જોઈને લાગતું હતું કે તે અહીં સદી ફટકારશે પરંતુ એવું થયું નહીં. તેણે સંપૂર્ણ 20 ઓવર બેટિંગ કરી. છેલ્લી 5 ઓવરમાં તે અપેક્ષા કરતા ધીમી બેટિંગ કરતો જોવા મળ્યો હતો. આ પછી ચાહકોએ તેની આકરી ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું. જો કે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે વિરાટના ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે.

બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB vs KKR મેચમાં બંને ટીમો તરફથી ઘણા ચોગ્ગા અને છગ્ગા ફટકારવામાં આવ્યા હતા. વિરાટ કોહલીએ 15મી ઓવર સુધીમાં 43 બોલમાં 62 રન બનાવ્યા હતા. આ પછી તે છેલ્લી 5 ઓવરમાં રન માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. તેણે 16 બોલમાં 21 રન બનાવ્યા હતા. છેલ્લી 5 ઓવરમાં વિરાટની ધીમી બેટિંગ જોઈને લોકો તેની ટીકા કરવા લાગ્યા. આવું થતું જોઈને સુનીલ ગાવસ્કરે ટીકાકારોને ઉદાહરણ સાથે સમજાવ્યું કે આખરે કોહલીએ શા માટે ધીમી બેટિંગ કરી. ગાવસ્કરે કહ્યું કે જો હું કહું છું તેમ થયું હોત તો કદાચ વિરાટ 83 રનને બદલે 120 રન બનાવી શક્યો હોત.

સુનીલ ગાવસ્કરે કહ્યું, 'તમે મને કહો કે કોહલી એકલો શું કરશે. કોઈએ તેમને ટેકો આપવો જોઈએ. જો તેને આ મેચમાં બીજા છેડેથી પાર્ટનરનો સાથ મળ્યો હોત તો તે 83 રનની જગ્યાએ 120 રનની ઇનિંગ રમી શક્યો હોત. આ એક ટીમ ગેમ છે. કોઈના એકલાના નહીં. તેને આજે કોઈનો સાથ મળ્યો નથી. વિરાટ સિવાય RCBનો અન્ય કોઈ બેટ્સમેન 40ના આંકડાને સ્પર્શી શક્યો નથી.
 
જાણીતું છે કે વિરાટ કોહલી IPLમાં RCB માટે સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે. આ સમય દરમિયાન, તેણે ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો જેણે RCB માટે રમતી વખતે 239 છગ્ગા ફટકાર્યા હતા. કોહલીએ 232 ઇનિંગ્સમાં 241 સિક્સર ફટકારી છે, જ્યારે ગેલે 84 ઇનિંગ્સમાં આ સિક્સર ફટકારી છે. એબી ડી વિલિયર્સે RCB તરફથી IPLમાં રમતી વખતે 144 ઇનિંગ્સમાં 238 સિક્સર ફટકારી હતી.

વધુ વાંચો: વિશ્વાસ થશે! કોહલી-ગંભીરની મુલાકાતે જીત્યા લોકોના દિલ, દોસ્તીનો વીડિયો વાયરલ

ઉપરાંત આઈપીએલના ઈતિહાસમાં ટીમની હારમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી ટોપ પર છે. તેણે આઈપીએલમાં RCB માટે અત્યાર સુધીમાં 3344 રન બનાવ્યા છે. આ યાદીમાં બીજા સ્થાને ડેવિડ વોર્નર છે, જેણે ટીમની હારમાં 2738 રન બનાવ્યા છે, જ્યારે શિખર ધવન 2696 રન સાથે ત્રીજા સ્થાને છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ