બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 New Rule: each team has to bowl 20 overs in 90 minutes, otherwise they will get punishment

નવો નિયમ / IPLની મેચમાં દરેક ટીમે 90 મિનિટમાં નાખવી પડશે 20 ઓવર, નહીં તો મળશે આકરી સજા

Megha

Last Updated: 04:43 PM, 31 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 New Rule: આઈપીએલને વધુ રોમાંચક બનાવવા માટે તેમાં પાંચ નવા નિયમો સામેલ કરવામાં આવ્યા છે, જેમાં સ્લો ઓવર રેટનો નિયમ પણ લાગુ કરવામાં આવ્યો છે.

  • IPLની  ઓપનર મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ
  • આ વખતે ઘણા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા
  • IPLમાં ઘણીવાર સ્લોઓવર રેટની ચર્ચા થાય છે

IPL 2023 New Rule: આજે IPLની શરૂઆત થવા જઈ રહી છે. પહેલી મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સની વચ્ચે રમાશે. એટલે કે એમએસ ધોની અને હાર્દિક પંડ્યા વચ્ચે ટક્કર થશે. IPLની મેચ સાડા સાત વાગ્યે શરૂ થશે. ત્યાં જ સાત વાગ્યે ટોસ થશે. પરંતુ પહેલા દિવસે ઓપનિંગ સેરેમની પણ છે. જેમાં સિનેમા જગતની મોટી મોટી હસ્તિઓ શામેલ થશે. સિઝનની ઓપનર મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આઈપીએલ 2023 ખાસ રહેવાનું છે કારણ કે આ વખતે ઘણા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. 

સ્લોઓવર રેટ
આઈપીએલને વધુ રોમાંચક બનાવવા માટે તેમાં પાંચ નવા નિયમો સામેલ કરવામાં આવ્યા છે, જેમાં સ્લો ઓવર રેટનો નિયમ પણ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ મુજબ જો કોઈ ટીમ નિર્ધારિત સમયમાં ઓવર નથી ફેંકતી તો તેને સજા કરવામાં આવશે. IPLમાં ઘણીવાર સ્લોઓવર રેટની ચર્ચા થાય છે પણ જો કોઈ ટીમ આ વખતે આવું કરશે તો તેને મેચ દરમિયાન સજા આપવામાં આવશે. 

90 મિનિટમાં ફેંકવી પડશે ઓવર 
IPL મેચ દરમિયાન બોલિંગ ટીમે 90 મિનિટમાં તમામ 20 ઓવર ફેંકવાની રહેશે અને જો બોલિંગ ટીમ આ ન કરી શકે તો તેને સજા ભોગવવી પડશે. આ સાથે જ T20 ઇન્ટરનેશનલ મેચની જેમ તમામ ઓવર કટ સમય પછી નાખવામાં આવશે એટલે કે આ દરમિયાન ફિલ્ડિંગ ટીમના ફક્ત ચાર ખેલાડીઓ જ બાઉન્ડ્રી પર રહેશે અને પાવરપ્લે પછી 5 ખેલાડીઓને બાઉન્ડ્રી પર રાખવામાં આવે છે. આવી સ્થિતિમાં કેપ્ટન અપેક્ષા રાખશે કે તેના તમામ બોલરો નિર્ધારિત સમયમાં ઓવર પૂરી કરે. 

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 માં કુલ પાંચ નવા નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો છે . જેમાં ઈમ્પેક્ટ પ્લેયર નિયમ, ટોસ પછી 11 રમવાની જાહેરાત, વાઈડ અને નો-બોલ માટે ડીઆરએસ, અનફેર મોમેન્ટ પર પર ડેડ બોલનો નિયમ સામેલ છે. જો કે આ તમામ નિયમોમાં ચર્ચાનો વિષય ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ છે. આ નિયમ લાગુ થવાથી 11ના બદલે 12 ખેલાડીઓ મેચમાં રમતા જોવા મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ