બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 Gt Vs SRH Match Moments Gujarat team reached the playoffs but coach Nehra did not appear happy Shubham hit a six

મેચના મોમેન્ટ્સ / ગુજરાતની ટીમ પ્લેઓફમાં પંહોચી પણ કોચ નેહરા ન દેખાયો ખુશ, કેપ્ટન હાર્દિક સાથે કરી બબાલ, શુભમને બોલરને કહીને ફટકારી સિક્સ

Megha

Last Updated: 01:08 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gt Match Moments ગુજરાત ટાઈટન્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પહેલી ટીમ બની પણ મેચ દરમિયાન ટીમમાં જ થોડો વિવાદ થતાં જોવા મળ્યો હતો જેમાં કોચ નહેરા અને કેપ્ટન પંડયા વચ્ચે બોલાચાલી થઈ હતી.

  • મેચ દરમિયાન ગુજરાતની ટીમમાં જ થોડો વિવાદ થતાં જોવા મળ્યો
  • કેપ્ટન હાર્દિક સાથે કોચ આશિષ નેહરાની બોલાચાલી 
  • નેહરા એ ગીલની સદીની ઉજવણી પણ ન કરી 
  • ગિલે કહીને અભિષેક શર્માની બોલ પર મારી સિક્સર

IPL 2023 ની 62મી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદને 34 રને હરાવ્યું. આ જીત સાથે ગુજરાતની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પહેલી ટીમ પણ બની ગઈ છે. જો કે મેચ દરમિયાન ગુજરાતની ટીમમાં જ થોડો વિવાદ થતાં જોવા મળ્યો હતો.

કેપ્ટન હાર્દિક સાથે કોચ આશિષ નેહરાની બોલાચાલી 
કોચ આશિષ નેહરા અને કેપ્ટન હાર્દિક પંડ્યા એકબીજા સાથે ટકરાયા હતા જેની ઘણી તસવીરો પણ સામે આવી છે. નેહરા એક ખેલાડી તરીકે ઘણી વખત ગુસ્સે થતો જોવા મળ્યો છે પણ 2022માં તેણે IPLમાં કોચિંગનું પદ સંભાળ્યું ત્યારથી તે પહેલીવાર ગુસ્સામાં જોવા મળ્યો છે.

નેહરા એ ગીલની સદીની ઉજવણી પણ ન કરી 
વાત એમ છે કે નેહરાને આશા હતી કે ટીમ 200 રન બનાવશે પણ માત્ર 188 રન જ બનાવી શક્યા. ગુજરાતની ટીમે છેલ્લી 24 બોલમાં 6 વિકેટ ગુમાવી હતી અને માત્ર 25 રન બનાવ્યા હતા. જો કે એ કારણે નેહરા ગુસ્સે થયો હતો અને શુભમન ગીલની સદીની ઉજવણી પણ નહતી કરી. જએ બાદ ગુજરાતની ઇનિંગ પછી તેને હાર્દિકે જઈને કંઈક કહ્યું. આ પછી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. એ સમયએ ગુજરાત ટાઈટન્સના ડિરેક્ટર વિક્રમ સોલંકી હાર્દિકને નેહરાથી દૂર લઈ જતા જોવા મળ્યા હતા. 

ગિલે કહીને અભિષેક શર્માની બોલ પર મારી સિક્સર 
શુભમન ગિલે સોમવારે હૈદરાબાદ સામે 58 બોલમાં 101 રનની ઇનિંગ રમી હતી જેમાં તેને 13 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. જણાવી દઈએ કે 14મી ઓવરમાં અભિષેક શર્માની બોલ પર આ સિક્સ ફટકારી હતી અને મેચ પહેલા ગિલે પોતાના ઘરેલુ ક્રિકેટના સાથી ખેલાડી અભિષેક શર્માને કહી દીધું હતું કે હું તારા બોલ પર સિક્સ મારીશ.

તું મારી સામે બોલિંગ કરીશ તો હું સિક્સ મારીશ 
ગિલે કહ્યું કે અભિષેક શર્માની બોલ પર સિક્સર મારવી મારા માટે આનંદની વાત છે. મેં તેને કહ્યું કે જો તે મારી સામે બોલિંગ કરશે તો હું સિક્સર મારીશ. નોંધપાત્ર વાત એ છે કે તેની સદીની ઇનિંગ્સ દરમિયાન શુભમન ગિલના બેટમાંથી માત્ર એક છગ્ગો જોવા મળ્યો હતો. તે અભિષેક શર્માની બોલિંગ સમયે માર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ