બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023: 5 players out in 1 week, BIG FLOW TO RCB AND KKR and gujarat titans

ક્રિકેટ / માત્ર એક જ સપ્તાહમાં 5 ખેલાડીઓ IPLમાંથી OUT! એકસાથે ત્રણ ટીમોની ઊંઘ હરામ, RCB-KKRને 'ડબલ ડોઝ'

Megha

Last Updated: 10:49 AM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLની 16મી સિઝનની શરૂઆત કરતા જ ખેલાડીઓ ઈજાનો શિકાર બન્યા હતા. અત્યાર સુધી ઈજાના કારણે 3 ટીમોને મોટો ઝટકો લાગ્યો છે જેમાં 4 ખેલાડીઓને ગંભીર ઈજા થઈ છે, જેના કારણે તેઓ આખી સિઝનમાંથી બહાર છે.

  • IPLની 16મી સિઝનની શરૂઆતથી ઘણા ખેલાડીઓ ઇજાગ્રસ્ત 
  • ખેલાડીઓને ગંભીર ઈજાને કારણે તેઓ આખી સિઝનમાંથી બહાર
  • RCB અને KKRને  લાગ્યો છે બેવડો ઝટકો 

IPLની 16મી સિઝનની શરૂઆતથી જ ખેલાડીને ઇજા થવી એ એક મોટી સમસ્યા થઈ ગઈ છે. આ સિઝનમાંથી ઘણા દિગ્ગજ ખેલાડીઓ ઈજાના કારણે પહેલાથી જ સામેલ નહતા થયા તો હવે કેટલાક IPLની 16મી સિઝનની શરૂઆત કરતા જ ખેલાડીઓ ઈજાનો શિકાર બન્યા હતા. જણાવી દઈએ કે અત્યાર સુધી ઈજાના કારણે 3 ટીમોને મોટો ઝટકો લાગ્યો છે. અત્યાર સુધી 4 ખેલાડીઓને ગંભીર ઈજા થઈ છે જેના કારણે તેઓ આખી સિઝનમાંથી બહાર છે.

આ લિસ્ટમાં પહેલા RCB છે. જો આ ટીમની વાત કરી તો આ ટીમને બેવડો ઝટકો લાગ્યો છે. IPLની શરૂઆતમાં શાનદાર બેટ્સમેન રજત પાટીદારના રૂપમાં RCB માટે સૌથી પહેલા ખરાબ સમાચાર આવ્યા હતા. જો કે સિઝનની શરૂઆત પહેલા એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે પાટીદાર ફિટ થઈને ફરી પરત ફરશે પણ એવું થયું નહતું. રજત પાટીદારનું ગત સિઝનમાં શાનદાર પ્રદર્શન રહ્યું હતું. પાટીદારે 15મી સિઝનમાં એક સદી અને 2 અર્ધસદીની મદદથી 333 રન બનાવ્યા હતા. 

નોંધનીય છે કે આ સિઝનમાં તેના સ્થાને ભારતીય ઝડપી બોલર વૈશાક વિજયને ટીમમાં લેવામાં આવ્યો છે. 

RCBને બીજો ફટકો શાનદાર ઓલરાઉન્ડર રીસ ટોપલીના રૂપમાં લાગ્યો છે. જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ દરમિયાન તેને ગંભીર ઈજા થઈ હતી. હવે તે આખી સિઝનમાંથી બહાર છે. તેના સ્થાને RCBએ વેઈન પોર્નેલને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ ટીમે અત્યાર સુધી 2 મેચ રમી છે જેમાંથી એક મેચ જીતી છે. 

આ યાદીમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ બીજા નંબર પર છે. KKRનો કેપ્ટન શ્રેયસ અય્યર બોર્ડર ગાવસ્કર સિરીઝ દરમિયાન અય્યરે પીઠના નીચેના ભાગમાં દુખાવાની ફરિયાદ કરી હતી. શ્રેયસ અય્યર તેની સર્જરી માટે વિદેશ જશે, જેના કારણે તે 4-5 મહિના સુધી ક્રિકેટથી દૂર રહી શકે છે. 

બીજા ખેલાડી તરીકે શાકિબ અલ હસને KKRને ઝટકો આપ્યો હતો. શાકિબ ટીમનો ઓલરાઉન્ડર છે પણ તે પોતાના અંગત કારણોસર આ સિઝનમાં ભાગ લઈ રહ્યો નથી. 

આ બે સિવાય ગુજરાત ટાઇટન્સને પહેલી જ મેચમાં ખરાબ સમાચાર મળ્યા જ્યારે કેન વિલિયમસન પગની ઈજાને કારણે બહાર થઈ ગયો. વિલિયમસન આ સિઝનમાંથી બહાર થયા બાદ પોતાના ઘરે પરત ફર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ