બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2022 auction halted after auctioneer Hugh Edmeades collapses mid-event

BIG NEWS : / VIDEO : IPLની ચાલુ હરાજીમાં દુર્ઘટના, ઓક્શનર એડિમિડેસ ચક્કર ખાઈને ઢળી પડ્યાં, બોલી અટકાવાઈ

Hiralal

Last Updated: 02:56 PM, 12 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2022 માટે ચાલી રહેલી ખેલાડીઓની હરાજીમાં એક મોટી દુર્ઘટના બનતા તેને તાત્કાલિક અટકાવાઈ છે.

  • IPL 2022ની હરાજીને લઈને મોટા સમાચાર
  • ચાલુ હરાજીમાં ઓક્શનર હ્યુ એડિમિડેસ
  • વાનિન્દુ હસારંગાની બોલી દરમિયાન બની દુર્ઘટના

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મેગા હરાજી દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે. બેંગ્લુરુમાં ચાલી રહેલી આઈપીએલ 2022ની મેગા ઓક્શનના ઓક્શનર હ્યૂજ એડમીડ્સની અચાનક તબિયત ખરાબ થઈ હતી. હરાજી દરમિયાન તેઓ બેભાન થઈને ઢળી પડ્યાં હતા અને સ્ટેજ પર નીચે પડ્યાં હતા.

હ્યૂજ એડમિડ્સ શ્રીલંકાના ઓલરાઉન્ડર વાનેદુ હસારંગાની બોલી લગાવી રહ્યાં હતા ત્યારે અચાનક સ્ટેજ પરથી ઢળી પડ્યાં હતા ત્યાર બાદ હરાજી રોકી દેવાઈ હતી. 

કોણ છે હ્યૂજ એડમિડ્સ
હ્યૂજ એડમિડ્સ દુનિયાની મશહૂર હરાજી સંચાલક છે. તેઓ 2019થી આઈપીએલની હરાજી કરાવી રહ્યાં છે. 3 વર્ષ પહેલા તેમણે રિચર્ડ મેડલીનું સ્થાન લીધું હતું. હયૂજ એડમિડ્સની ઉંમર 30 વર્ષની છે અને તે દુનિયાભરમાં 2700થી વધારે ઓક્શન કરાવી ચૂક્યા છે. એડમિડ્સે પહેલી હરાજી 1984માં કરાવી હતી.હ્યૂજ એડમિડ્સે બ્રિટિશ ઓક્શન હાઉસમાં કામ કર્યું છે અને ત્યાં 3 લાખથી વધારે ચીજોની બોલી લગાવી ચૂક્યા છે એટલું જ નહીં પરંતુ તેઓ લંડનમાં થયેલી નેલસન મંડેલા ગાલાના પણ ઓક્શનર હતા. 

હ્યૂજ એડમિડ્સની તબિયત સારી
હાલમાં હ્યૂજ એડમિડ્સની ડોક્ટરો સારવાર કરી રહ્યાં છે અને તેમની તબિયત સારી છે. બીસીસીઆઈના પ્રવક્તાએ જણાવ્યું કે તેઓ સારા છે અને મેડિકલ ટીમ તેમની જોઈ રહી છે. તેઓ આગળના સેટ માટે તૈયાર છે.

તેમનું બ્લડ પ્રેશર લો થઈ ગયું હતું જે હોટલમાં નીલામી થઈ રહી છે ત્યાં મેડિકલ ટીમ તેમને દેખરેખ કરી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ