બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Intoxicated truck drivers from Rajasthan are taking the lives of Gujarati

ચિંતાજનક / રાજસ્થાનથી નશો કરી આવતા ટ્રકચાલકો લઈ રહ્યા છે ગુજરાતીઓના જીવ, અકસ્માતમાં દર બે દિવસે એકનું મોત

Kishor

Last Updated: 11:11 PM, 20 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી વચ્ચે અરવલ્લી જિલ્લામાં પાંચ વર્ષમાં 750 લોકો માર્ગ અકસ્માતને પગલે મોતને ભેટ્યા છે. જેનું કારણ એ છે કે...

  • અરવલ્લી જીલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં અકસ્માતોમાં ૭૫૦ લોકોના મોત
  • ગત વર્ષ અરવલ્લી માં માર્ગ અકસ્માત માં ૧૫૦ લોકોના મોત નીપજ્યા
  • જીલ્લામાં દર બે દિવસે એક વ્યક્તિનું અકસ્માતમાં મોત

રાજ્યભરમાં તમામ જિલ્લામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ લોકો અકસ્માતમાં જીવ ગુમાવનારા અરવલ્લી જીલ્લામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં અકસ્માતમાં જીલ્લાના જુદા જુદા માર્ગો પર એક વર્ષમાં અકસ્માતમાં 150  લોકોએ જીવ ગુમાવ્યા છે. દર બે દિવસે અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત થઇ રહ્યું છે. 

5 વર્ષમાં ૭૫૦ થી પણ વધુ લોકોના માર્ગ અકસ્માતમાં મોત
અરવલ્લી જીલ્લામાં છેલ્લા 5 વર્ષમાં ૭૫૦ થી પણ વધુ લોકોના માર્ગ અકસ્માતમાં મોત નીપજ્ય છે. આ વર્ષની વાત કરવામાં આવે દરરોજ અનેક લોકો મોતના મુખમાં ધકેલાયા છે. ગત વર્ષે અરવલ્લી જીલ્લામાં માર્ગ અકસ્માતોમાં ૧૫૦ લોકોના મોત થયા છે. જીલ્લાના જુદા જુદા વિસ્તારોમાં નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને ગ્રામ્ય વિસ્તારોમાં સર્જાતા અકસ્માતોમાં સરેરાસ દર બે દિવસે અકસ્માતમાં 1 મોત થઇ રહ્યું છે.

૭૫૦ થી વધુ લોકો માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યા

સૌથી વધુ અકસ્માતો રાજસ્થાન તરફથી આવતી ટ્રકો દ્વારા થાય છે. રાજસ્થાનમાં દારૂની છૂટ હોવાથી ટ્રક ચાલકો ગુજરાતમાં પ્રવેશ કરતા પહેલા છાટકા બની બેફામ વાહનો હંકારે છે પરિણામે અનેક નિર્દોષ લોકો ભોગ બને છે. અરવલ્લી જીલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં અકસ્માતોમાં થયેલ મોત ના આંકડાની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૮ માં ૧૫૬ લોકોના માર્ગ અકસ્માત માં મોત થયા તા વર્ષ ૨૦૧૯ માં ૧૫૯ લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા તા વર્ષ ૨૦૨૦માં ૧૧૭ લોકોના માર્ગ અકસ્માત માં મોત થયા હતા. વર્ષ ૨૦૨૧માં ૧૬૮ લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા હતા.  વર્ષ ૨૦૨૨ માં ૧૫૦ લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા હતા આમ જીલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ૭૫૦ થી વધુ લોકો માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યા છે.

શામળાજી પોલીસ વિસ્તારમાં આવેલું રંગપુર, મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું સાકરિયા અને રાજેદ્રનગર તેમજ મોડાસા ધનસુરા માર્ગ પર સૌથી વધુ અકસ્માત સર્જાય છે. અને અકસ્માતમાં લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. આ અકસ્માતો સર્જાય છે જેમાં સૌથી વધુ યુવા વયના લોકોના મોત થઈ રહ્યા છે જે ખુબ જ ચિંતાજનક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ