બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / Inspection of bridges will be done twice a year across Gujarat: Government has prepared guidelines, know what other provision

નવી નીતિ / ગુજરાતભરમાં વર્ષમાં બે વખત થશે બ્રિજનું ઈન્સ્પેક્શન: સરકારે તૈયાર કરી માર્ગદર્શિકા, જાણો અન્ય શું જોગવાઈ

Vishal Khamar

Last Updated: 03:29 PM, 9 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યભરમાં બ્રિજની સ્થિતિને લઈને સરકાર દ્વારા નવી નીતિ બનાવવામાં આવી છે. જેમાં વર્ષમાં બે વખત ઈન્સ્પેક્શન હાથ ધરવામાં આવશે. તેમજ પુલનાં નિરીક્ષણની તમામ જવાબદારી ડેપ્યુટી એક્ઝીક્યુટિવ ઈજનેરની રહેશે.

  • બ્રિજની સ્થિતિ પર સરકારની નવી નીતિ
  • વર્ષમાં 2 વખત થશે બ્રિજનું ઈન્સ્પેક્શન
  • તમામ બ્રિજનું મે અને ઓક્ટોબરમાં થશે નિરીક્ષણ

રાજ્યભરમાં બ્રિજની સ્થિતિ પર સરકારની નવી નીતિ અમલી બનાવી છે. રાજ્યભરમાં બ્રિજનું વર્ષમાં 2 વખત ઈન્સ્પેક્શન થશે. તેમજ રાજ્યના તમામ બ્રિજનું મે અને ઓક્ટોમ્બરમાં નીરીક્ષણ થશે.  બ્રિજને લઈને નવી નીતિ અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તમામ મનપા અને મનપા હદના વિસ્તારોમાં બ્રિજનો માર્ગદર્શિકામાં સમાવેશ કરવામાં કરવામાં આવ્યો છે. પુલના નીરીક્ષણની તમામ જવાબદારી ડેપ્યુટી એક્ઝીક્યુટિ ઈજનેરની રહેશે. ત્યારે અરજદાર પક્ષ બ્રિજ દુર્ઘટના અંગે SIT અને સીલ બંધ રિપોર્ટની વિગતોની માંગ કરી છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે આગામી સુનાવણી દરમ્યાન નિર્ણય કરીશું.  ત્યારે આગામી સુનાવણી 27 માર્ચનાં રોજ હાથ ધરાશે.

બ્રિજની સ્થિતિને લઈને રાજ્ય સરકારે હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કર્યું  હતું

રાજ્યમાં બ્રિજની સ્થિતિને લઇને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એફિડેવિટ રજૂ કરાયું છે. સરકાર દ્વારા રજૂ કરાયેલા એફિડેવિટમાં જણાવ્યું છે કે,  રાજ્યમાં 23 બ્રિજની હાલત ખુબ ખરાબ છે, જ્યારે રાજ્યના 63 બ્રિજને સમારકામની જરૂર છે. 

બ્રિજની સ્થિતિને લઇને રાજ્ય સરકારનું હાઇકોર્ટમાં એફિડેવિટ 
રાજ્ય સરકારે આ એફિડેવિટમાં જણાવ્યું છે કે, 40 બ્રિજને સામાન્ય સમારકામની જરૂર છે. અમદાવાદના 12, સુરતના 13 બ્રિજને સમારકામની જરૂર છે. વડોદરાના 4, રાજકોટ 1 અને જૂનાગઢના 7 બ્રિજને સમારકામની જરૂર છે. મોરબી પૂલ દુર્ઘટના બાદ ગુજરાત હાઇકોર્ટે વિગતો માગી હતી. અત્રે ઉલ્લખેનીય છે કે, ગાંધીનગરમાં બનેલા બ્રિજને રિપેરિંગની કોઈ જરૂર ન હોવાનું પણ જણાવ્યું છે. ગુજરાત હાઇકોર્ટમાં આગામી દિવસમાં વધુ સુનાવણી હાથ ધરાશે. 

મોરબી બ્રિજની સ્થિતિ અંગે જવાબ રજૂ કરાયો હતો
અગાઉ મોરબી બ્રિજની સ્થિતિ અંગેનો જવાબ રજૂ કર્યો હતો તે દરિમયાન સુનાવણી હાથ ધરાઈ હતી ત્યારે કોર્ટે જણાવ્યું હતું કે, જે મેજર બ્રિજનું કામ જરૂરી છ તે સરકાર યુદ્ધના ધોરણે કામ કરાવે. તે સમય દરમિયાન સરકારે ઘટસ્ફોટ કર્યો હતો કે, શહેરી વિસ્તારમાં જો કોઈ પુલ તૂટે કો તેનો જવાબદાર કોણ? તે અંગે ચોક્કસ નહી પરંતું સરકાર તેની નીતિ ટૂંકસમયમાં લાવશે.

29 બ્રિજનું મારમત કામ ચાલી રહ્યું છે
અર્બન ડેવલપમેન્ટ વિભાગ હેઠળ આવતા 63 બ્રિજની મારમતની જરૂર છે. જેમાં 16 બ્રિજ નગરપાલિકા અને 47 બ્રિજ કોર્પોરેશનની હદમાં છે તેમજ 29 બ્રિજનું મારમત કામ ચાલી રહ્યું છે.33 બ્રિજનું કામ થઈ ગયું છે. તેમ સરકારે રજૂઆત કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ