બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / India will play 2 Tests, 3 ODIs and 5 T20Is against West Indies announced their squad for the Test series against India

IND vs WI / વેસ્ટ ઈન્ડિઝનો આ 140 KGનો ખેલાડી ભારતને પડશે ભારે, ભારતીય કેપ્ટન પણ આવી ગયો ટેન્શનમાં

Pravin Joshi

Last Updated: 02:29 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેસ્ટ ઈન્ડિઝે રોહિત શર્મા એન્ડ કંપની સામે ઘરઆંગણે બે ટેસ્ટ મેચની શ્રેણી માટે ઘણા આશ્ચર્યજનક નામોની જાહેરાત કરી છે. ડોમિનિકામાં ટેસ્ટ સાથે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ બંને તેમના ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ અભિયાનની શરૂઆત કરશે.

  • વેસ્ટ ઈન્ડિઝે ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટે તેની ટીમની જાહેરાત કરી 
  • 140 KG વજનના એન્ટિગુઆના રહકીમ કોર્નવોલ ટીમમાં પરત ફર્યા
  • ટેસ્ટ સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝ ટીમની કમાન ક્રેગ બ્રેથવેટને સોંપવામાં આવી

વર્લ્ડકપ અને એશિયા કપ પહેલા ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે. ભારત વેસ્ટ ઈન્ડિઝ સામે 2 ટેસ્ટ, 3 ODI અને 5 ટી-20 મેચ રમશે. જેને લઈને વેસ્ટ ઈન્ડિઝે ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટે તેની ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં બે અનકેપ્ડ ખેલાડીઓને તક આપવામાં આવી છે. જેમાં 140 કિલોગ્રામ વજન ધરાવતા એન્ટિગુઆના રહકીમ કોર્નવોલ ટીમમાં પરત ફર્યા છે.  ટેસ્ટમાં વિન્ડીઝ ટીમની કમાન ક્રેગ બ્રેથવેટ સંભાળશે. બાંગ્લાદેશ A સામેની તાજેતરની શ્રેણી દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ A માટે તેના શાનદાર પ્રદર્શનના આધારે ડાબોડી બેટ્સમેન કર્ક મેકેન્ઝીને ટીમમાં સ્થાન મળ્યું છે. આ સાથે જ તેના પાર્ટનર એલિક અથાનાઝને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ બંને ટેસ્ટ ડેબ્યૂ માટે લાઇનમાં છે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ 12 જુલાઈથી  શરૂ થશે

વેસ્ટ ઈન્ડિઝના મુખ્ય પસંદગીકાર ડેસમન્ડ હેન્સનું માનવું છે કે આ બંને વેસ્ટ ઈન્ડિઝ માટે લાંબી રેસના ઘોડા બની શકે છે. હેન્સે કહ્યું કે હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ A ટીમ સાથે જોડાઈને બંનેએ બાંગ્લાદેશ પ્રવાસ પર જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે તેનાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ 12 જુલાઈથી ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં શરૂ થશે. આ પછી શ્રેણીની બીજી ટેસ્ટ મેચ 20 જુલાઈથી ત્રિનિદાદના ક્વીન્સ પાર્ક ઓવલમાં રમાશે.

ક્રેગ બ્રેથવેટ વેસ્ટ ઈન્ડિઝની બાગડોર સંભાળશે

વેસ્ટ ઈન્ડિઝે યુવા ઝડપી બોલર જેડન સીલ્સ અને અનુભવી ઓલરાઉન્ડર કાઈલ મેયર્સને ટીમમાંથી બહાર રાખવાનો નિર્ણય કર્યો છે. આ બંને તાજેતરમાં જ ઈજામાંથી સાજા થયા છે. જ્યારે ઓપનર ક્રેગ બ્રેથવેટને ફરી એકવાર ટીમની કપ્તાની સોંપવામાં આવી છે.

 

કોણ છે રહીમ કોર્નવોલ?

જો રહકીમ કોર્નવોલને ભારત સામેની આ ટેસ્ટ મેચમાં દેખાવાની તક મળે છે તો લગભગ 2 વર્ષ બાદ આ તેની પ્રથમ ટેસ્ટ મેચ હશે. આ પહેલા તે નવેમ્બર 2021માં શ્રીલંકા સામે ગાલે ટેસ્ટમાં રમ્યો હતો. રહકીમના ટેસ્ટ કરિયરની વાત કરીએ તો તેણે 9 ટેસ્ટ મેચમાં 34 વિકેટ ઝડપી છે. આ સાથે જ તેણે 238 રન પણ બનાવ્યા છે જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 73 રન છે. રહકીમ કોર્નવોલનું વજન એક સમયે 140 કિલો જેટલું હતું. તે વિશ્વના સૌથી ભારે ક્રિકેટરોમાંથી એક છે. કોર્નવોલને ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે કારણ કે સ્પિનર ​​તરીકે પ્રથમ પસંદગી ગુડાકેશ મોતીને ઈજા થઈ છે. આ સિવાય સ્લો લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ બોલર જોમેલ વોરિકન પણ 13 ખેલાડીઓની ટીમમાં સામેલ છે. જોમેલે 13 ટેસ્ટમાં 41 વિકેટ લીધી છે.

પ્રથમ ટેસ્ટ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ:

ક્રેગ બ્રેથવેટ (C), જર્મેન બ્લેકવુડ, એલીક અથાનાજે, ટેગેનરીન ચંદ્રપોલ, રહકીમ કોર્નવોલ, જોશુઆ દા સિલ્વા, શેનન ગેબ્રિયલ, જેસન હોલ્ડર, અલઝારી જોસેફ, કિર્ક મેકેન્ઝી, રેમન રીફર, કેમાર રોચ, જોમેલ વોરિકન
અનકેપ્ડ ખેલાડીઓ : ટેવિન ઇમલાચ, અકીમ જોર્ડન

વિન્ડીઝ પ્રવાસ માટેની ભારતીય ટેસ્ટ ટીમઃ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની.

ટીમ ઈન્ડિયાના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનું શેડ્યૂલ

  • પ્રથમ ટેસ્ટ મેચ - 12 થી 16 જુલાઈ, ડોમિનિકા
  • બીજી ટેસ્ટ મેચ - 20 થી 24 જુલાઈ, પોર્ટ ઓફ સ્પેન
  • પ્રથમ ODI - 27 જુલાઈ, બ્રિજટાઉન
  • બીજી ODI - 29 જુલાઈ, બ્રિજટાઉન
  • ત્રીજી ODI - 1 ઓગસ્ટ, પોર્ટ ઓફ સ્પેન
  • 1લી T20 - 3 ઓગસ્ટ, પોર્ટ ઓફ સ્પેન
  • બીજી T20 - 6 ઓગસ્ટ, ગયાના
  • ત્રીજી T20 - 8 ઓગસ્ટ, ગયાના
  • ચોથી T20 - 12 ઓગસ્ટ, ફ્લોરિડા
  • પાંચમી T20 - 13 ઓગસ્ટ, ફ્લોરિડા
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ