બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / india will host 4 major tournaments of ICC events in next 10 years schedule released by icc pakistan will host champions trophy in 2025

ICC Schedule / આગામી દસ વર્ષમાં 4 વખત ભારત કરશે ICC Tournament યજમાની, પાકિસ્તાન પહેલી વખત કરશે આ કામ

Mayur

Last Updated: 07:00 PM, 16 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC એ આગામી નવ વર્ષનો રોડમેપ તૈયાર કર્યો છે. તેમણે તમામ ICC ટૂર્નામેન્ટ માટે યજમાનોની જાહેરાત કરી દીધી છે. જેમાં ભારતને ચાર મોટી ટૂર્નામેન્ટની યજમાની મળી છે.

ICC એ આગામી નવ વર્ષનો રોડમેપ તૈયાર કર્યો છે. તેમણે તમામ ICC ટૂર્નામેન્ટ માટે યજમાનોની જાહેરાત કરી દીધી છે. 

ભારત ચારનું યજમાન 
ભારત આગામી 10 વર્ષમાં (2022 થી 2031) માં 10 ICC ટૂર્નામેન્ટમાંથી ચાર ટૂર્નામેન્ટનું આયોજન કરશે.

 

આ સાથે જ પાકિસ્તાનને પણ ટૂર્નામેન્ટની યજમાની કરવાનો મોકો મળ્યો છે. 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે.

2024 થી નવો રોડમેપ તૈયાર
આઈસીસી દ્વારા 2024થી આઠ વર્ષ માટે નવો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. આ સાથે ICCએ ચેમ્પિયન્સ ટ્રોફીની વાપસીની પણ જાહેરાત કરી હતી. 2017ની ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ICCએ તેને બંધ કરવાની જાહેરાત કરી હતી. જોકે, તે 2025માં પરત ફરી રહ્યું છે.

એટલે કે ચેમ્પિયન્સ ટ્રોફીની વાપસી બાદ પાકિસ્તાન પ્રથમ યજમાન બનશે. તો ભારત 2029માં Champions trophy ની યજમાની કરશે. આ સિવાય ભારત અને શ્રીલંકામાં 2026 માં T20 WORLD CUP અને 2031 ODI WORLD CUP પણ ભારત અને બાંગ્લાદેશમાં રમાશે. આ પહેલા 2023માં ભારતમાં ODI વર્લ્ડ કપ પણ રમાવાનો છે.

ICC ટૂર્નામેન્ટની યજમાની 

2022 T20 વર્લ્ડ કપ: ઓસ્ટ્રેલિયા
2023 ODI વર્લ્ડ કપ: ભારત
2024 T20 વર્લ્ડ કપ: યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝ
2025 ચેમ્પિયન્સ ટ્રોફી: પાકિસ્તાન
2026 T20 વર્લ્ડ કપ: ભારત અને શ્રીલંકા
2027 ODI વર્લ્ડ કપ: દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા
2028 T20 વર્લ્ડ કપ: ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ
2029 ચેમ્પિયન્સ ટ્રોફી: ભારત
2030 T20 વર્લ્ડ કપ: ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ
2031 ODI વર્લ્ડ કપ: ભારત અને બાંગ્લાદેશ

પાકિસ્તાન પહેલીવાર એકલા હાથે આયોજન કરશે
ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર પાકિસ્તાન એકલા ICC મેજર ટૂર્નામેન્ટનું આયોજન કરશે. અગાઉ આ દેશ 1987 અને 1996માં ODI વર્લ્ડ કપની યજમાની કરી ચૂક્યો છે, પરંતુ તે પણ એકલા હાથે ન્હોતી પણ સહયોગી દેશો સાથે હતી. 

1987 વર્લ્ડ કપ ભારત અને પાકિસ્તાન દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવ્યો હતો. 1996 માં, ભારત, પાકિસ્તાન અને શ્રીલંકા સંયુક્ત યજમાન હતા. પ્રથમ વખત, પાકિસ્તાન એકલા 2025 ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટની યજમાની કરશે.

2009માં શ્રીલંકાની ટીમ પર હુમલો થયો હતો
2009માં શ્રીલંકાની ટીમ પર થયેલા આતંકી હુમલા બાદ છ ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો છે. 2015માં પ્રથમ વખત ઝિમ્બાબ્વેએ અહીં ચાર T20 મેચ રમી હતી. આ પછી વર્લ્ડ ઈલેવન અહીં ત્રણ મેચ રમી.

2017માં શ્રીલંકા, 2018માં વેસ્ટ ઈન્ડિઝ, 2020માં બાંગ્લાદેશ અને 2021માં દક્ષિણ આફ્રિકાએ પણ પાકિસ્તાનમાં મેચ રમી હતી. જો કે આ પછી ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનમાં જઈને મેચ રમવાની ના પાડી દીધી હતી અને બાદમાં ઈંગ્લેન્ડે પણ પાકિસ્તાનનો પ્રવાસ રદ્દ કરી દીધો હતો.

જોકે, અત્યાર સુધી આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ જ એવી મોટી ટીમો છે જેણે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો છે. આગામી કેટલાક મહિનામાં વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાની ટીમો પણ પાકિસ્તાનનો પ્રવાસ કરશે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ 13 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે રમવા માટે પાકિસ્તાન જશે.આ પછી ઓસ્ટ્રેલિયા 3 માર્ચથી 5 એપ્રિલની વચ્ચે પાકિસ્તાનનો પ્રવાસ કરશે. આ દરમિયાન ત્રણ ટેસ્ટ, ત્રણ વનડે અને એક ટી-20 મેચ રમાશે. પાકિસ્તાન 2023માં એશિયા કપની પણ યજમાની કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ