બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / સ્પોર્ટસ / Cricket / India vs Sri Lanka, Asia Cup 2023 Final

એશિયા કપ ફાઈનલ / એશિયા કપમાં ભારતનું ઐતિહાસિક પ્રદર્શન, શ્રીલંકાને 10 વિકેટથી હરાવીને 8મી વાર બન્યું ચેમ્પિયન

Hiralal

Last Updated: 06:43 PM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત આઠમી વાર એશિયા કપ ચેમ્પિયન બન્યું છે. શ્રીલંકાના કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી એશિયા કપની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને 10 વિકેટથી પરાજય આપ્યો હતો.

  • ભારત આઠમી વાર બન્યું એશિયા કપ ચેમ્પિયન
  • ફાઈનલમાં શ્રીલંકાને આપ્યો 10 વિકેટથી પરાજય
  • મોહમ્મદ સિરાજે 6, હાર્દિક પંડ્યાએ 3 અને બુમરાહે 1 વિકેટ ઝડપી 
  • શ્રીલંકા-50 (15.2), ભારત 51/0 (6.1)

શ્રીલંકાને હરાવીને ભારતે 8મી વાર એશિયા કપ જીત્યો છે. કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં એશિયા કપની ફાઈનલમાં ભારતે શ્રીલંકા તરફથી મળેલો ઈઝી ટાર્ગેટ પૂરો કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. 5 વર્ષ બાદ ભારત એશિયા કપ ચેમ્પિયન બન્યું છે છેલ્લે 2018મા ભારતે એશિયા કપ જીત્યો હતો. આ વખતનો કપ ભારતને સાવ સસ્તામાં મળ્યો હતો  તેને માટે તેની ઘાતક બોલિંગ જવાબદાર હતી. ભારતીય ટીમની ઓપનિંગ જોડી શુભમન ગિલ અને ઈશાન કિશને 51 રન બનાવી લેતા શ્રીલંકાને 10 વિકેટે પરાજય મળ્યો હતો. 

ભારતની ઓપનિંગ જોડીએ 6.1 ઓવરમાં પૂરો કર્યો ટાર્ગેટ

ભારતે 6.1 ઓવરમાં શ્રીલંકાએ આપેલો 51 રનનો ઈઝી ટાર્ગેટ પૂરો કરી લીધો હતો. ભારતે આ વખતે ઓપનિંગ જોડીમાં ફેરફાર કર્યો હતો. કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ ઈશાન કિશનને ઉતાર્યો હતો. શુભમન ગિલ અને ઈશાન કિશને 6.1 ઓવરમાં જ 51 રનનો ટાર્ગેટ પૂરો કરી લીધો હતો. 

ભારતને મળ્યો 51 રનનો ઈઝી ટાર્ગેટ
ભારતની દમદાર બોલિંગને કારણે શ્રીલંકા માત્ર 50 રનમાં ઓલઆઉટ થઈ જતા ભારતને 51 રનનો ઈઝી ટાર્ગેટ મળ્યો હતો. ભારતના મોહમ્મદ સિરાજે 6, હાર્દિક પંડ્યાએ 3 અને બુમરાહે 1 વિકેટ ઝડપી હતી. 

સિરાજ-પંડ્યાની ઘાતક બોલિંગથી શ્રીલંકા 50 રનમાં સમેટાયું
શ્રીલંકા સામેની એશિયા કપની ફાઈનલમાં ભારતની બોલિંગ અતિ ઘાતક નીવડી હતી અને બોલિંગને કારણે જ શ્રીલંકા 50 રનમાં સમેટાઈ ગયું હતું. ટોસ હારીને પહેલા બોલિંગ માટે આવેલી ટીમ ઈન્ડીયાના મોહમ્મદ સિરાજે લંકા છાવણીમાં ભારે કેર મચાવ્યો હતો. મોહમ્મદ સિરાજે પહેલી ઓવરમાં 4 વિકેટ ઝડપીને શ્રીલંકાને દબાણમાં લાવી દીધું હતું. ત્યાર બાદ પણ સિરાજે 2 વિકેટ ઝડપી હતી. આ રીતે તેણે કુલ 6 વિકેટ ઝડપી હતી. સિરાજ બાદ હાર્દિક પંડ્યાએ પણ લંકાના ખેલાડીઓને પરચો દેખાડ્યો હતો અને તેણે પણ 3 વિકેટ ઝડપી હતી. બૂમરાહને એક વિકેટ મળી હતી. આ રીતે 3 બોલરે જ શ્રીલંકાને ઓલઆઉટ કરાવી દીધી હતી. 

શ્રીલંકાના કોઈપણ બેટ્સમેન 20ને પાર કરી શક્યા ન હતા
શ્રીલંકાના બેટ્સમેનો ભારતીય ઝડપી બોલરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ટીમનો કોઈ બેટ્સમેન 20નો આંકડો પાર કરી શક્યો નહોતો. કુસલ મેન્ડિસે સૌથી વધુ 17 રનની ઇનિંગ રમી હતી જ્યારે દુષણ હેમંતે 13 રન બનાવ્યા હતા.

શ્રીલંકાએ તોડ્યો બાંગ્લાદેશનો રેકોર્ડ
ભારત વિરૂદ્ધ ODIમાં કોઈપણ ટીમનો આ સૌથી નાનો સ્કોર છે. આ પહેલા બાંગ્લાદેશનો ભારત સામે વનડેમાં સૌથી ઓછો સ્કોર હતો. બાંગ્લાદેશની ટીમ 2014માં 58 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ODIમાં સૌથી ઓછો ઓવરઓલ સ્કોરનો રેકોર્ડ ઝિમ્બાબ્વેના નામે છે. ઝિમ્બાબ્વેની ટીમ 2004માં શ્રીલંકા સામે 35 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ