બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / India the world's largest bird statue special connection to the Ramayana

પૌરાણિક પક્ષીની પ્રતિમા / ભારતમાં આવેલી છે વિશ્વની સૌથી મોટી પક્ષીની પ્રતિમા, રામાયણ સાથે વિશેષ સંબંધ

Pravin Joshi

Last Updated: 03:24 PM, 12 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૌરાણિક કથા સાથે જોડાયેલી આ પ્રતિમા 200 ફૂટ લાંબી, 150 ફૂટ પહોળી અને 70 ફૂટ ઊંચી છે. કહેવાય છે કે આ મૂર્તિ રામાયણ કાળ સાથે સંબંધિત છે.

આપણા દેશમાં ઘણી એવી વસ્તુઓ છે જે ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિને દર્શાવે છે. દરેક વ્યક્તિ તેમને જોઈને ખૂબ જ ગર્વ અનુભવે છે. આવી જ એક પ્રતિમા કેરળના કોલ્લમના જટાયુ પાર્કમાં સ્થાપિત છે.આ પાર્કમાં વિશ્વની સૌથી મોટી પક્ષીની પ્રતિમા બનાવવામાં આવી છે. આ પાર્ક ખૂબ જ સુંદર મેદાનોમાં આવેલું છે. આ પાર્કમાં પ્રવાસીઓ માટે ઘણી સારી સુવિધાઓ પણ છે. ખાસ વાત એ છે કે દુનિયાના આ સૌથી મોટા પક્ષીની પ્રતિમા રામાયણ સાથે સંબંધિત છે. 

આ મૂર્તિ ખૂબ જ વિશાળ છે. 65 એકરમાં બનેલ જટાયુ નેચર પાર્ક કેરળ રાજ્યના કોલ્લમ જિલ્લાના ચદયામંગલમ ગામમાં છે. અહીં પહોંચીને તમને ખરબચડા પહાડોનું મનોહર દૃશ્ય જોવા મળશે. પૌરાણિક કથા સાથે જોડાયેલી આ મૂર્તિ 200 ફૂટ લાંબી, 150 ફૂટ પહોળી અને 70 ફૂટ ઊંચી છે. તે ભારતની સૌથી મોટી પ્રતિમાઓ પૈકીની એક છે, તેમજ વિશ્વની સૌથી મોટી પક્ષીની પ્રતિમા પણ છે.રાજીવ આંચલ એક પ્રખ્યાત ફિલ્મ નિર્માતા, શિલ્પકાર છે અને ગુરુચંદ્રિકા બિલ્ડર્સ એન્ડ પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. આ નેચર પાર્કનો ભવ્ય પ્રોજેક્ટ અને આકર્ષક પક્ષી શિલ્પ બનાવવાની તેમની પાસે વિઝન હતું. આ મૂર્તિને બનાવવામાં સાત વર્ષ લાગ્યા હતા. કોંક્રીટથી બનેલા આ સ્ટ્રક્ચરને સ્ટોન ફિનીશીંગ આપીને બનાવવામાં આવ્યું છે. તેને બનાવવામાં ઘણી મુશ્કેલીઓ હતી કારણ કે તમામ ઘટકોને ટોચ પર લઈ જવાનું મુશ્કેલ હતું. 

આ ઉપરાંત આ મૂર્તિમાં ઓડિયો-વિઝ્યુઅલ આધારિત ડિજિટલ મ્યુઝિયમ પણ છે જે રામાયણ વિશે જણાવે છે.તે રામાયણ સાથે સંબંધિત છે.એવું માનવામાં આવે છે કે રામાયણમાં જ્યારે રાવણ માતા સીતાનું અપહરણ કરીને લંકા જઈ રહ્યો હતો ત્યારે તેનો સામનો જટાયુ સાથે થયો હતો. જે બાદ તેમની વચ્ચે યુદ્ધ થયું હતું. યુદ્ધમાં પૌરાણિક પક્ષી રાવણ દ્વારા માર્યા ગયા પછી તે ચાદયમંગલમની પર્વતની ટોચ પર પડ્યું હતું. જટાયુએ સીતા માતાને બચાવવા માટે રાવણ સાથે પરાક્રમથી યુદ્ધ કર્યું, પરંતુ વૃદ્ધ હોવાને કારણે તે રાવણને રોકી શક્યો નહીં અને રાવણે તેને મારી નાખ્યો. આ મૂર્તિ તે જ જગ્યાએ એક ટેકરીની ટોચ પર સ્થિત છે જ્યાં ભગવાન રામને અપહરણ વિશે જાણ કર્યા પછી તેણે અંતિમ શ્વાસ લીધા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ