બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / India space power emerged with the successful soft landing of Chandrayaan-3

ચાંદ મેરા દિલ.. / ચંદ્રયાન 3 સફળ: ભારતે USA, રશિયા, ચીનને પછાડી બનાવી દીધો રેકૉર્ડ, ISROએ ફેલાવી ચાંદની

Dinesh

Last Updated: 07:15 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan 3 Landing : ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગની સાથે જ ભારતની સ્પેસ પાવર ઉભરી આવ્યું છે, ત્યારે ISROનું કદ વિશ્વની અન્ય અવકાશ એજન્સીઓ કરતા પણ ઘણું વધી ગયું છે.

  • ચાંદની ધરતી પર ભારતે રચ્યો ઈતિહાસ
  • ચંદ્રયાન-3નું ચાંદની ધરતી પર સફળ લેન્ડિંગ
  • દેશની જનતામાં શાનદાર જોશ, ઉજવણીનો માહોલ


ચંદ્રયાન 3ની માહિતી: દરેક ભારતીયની ગર્વથી છાતી ફૂલી જાય તેવી સિદ્ઘિ ભારતે હાંસલ કરી છે. ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ-લેન્ડ કર્યું છે. આ અભૂતપૂર્વ અને અજોડ સિદ્ધિ સાથે ભારતે ઈતિહાસ રચ્યો છે. પૃથ્વીના  ઉપગ્રહ ચંદ્રના આ ભાગ પર ઉતરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. કારણ કે અત્યાર સુધી ચંદ્ર પર ગયેલા તમામ મિશન ચંદ્ર વિષુવવૃત્તની ઉત્તર કે દક્ષિણમાં થોડાક ડિગ્રીના અક્ષાંશ પર ઉતર્યા છે. બ્રહ્માંડની આ જગ્યા પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાને કારણે માત્ર વૈજ્ઞાનિકોમાં જ નહીં પરંતુ દેશના દરેક નાગરિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોફ્ટ-લેન્ડિંગથી વાકેફ દરેક ભારતીયનો ચહેરો ખુશીથી છલકી ઉઠ્યો છે. 

વિજ્ઞાનિકોને દેશવાસીઓએ અભિનંદન પાઠવ્યા
ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગની સાથે જ ભારતની સ્પેસ પાવર ઉભરી આવ્યું છે, ત્યારે ISROનું કદ વિશ્વની અન્ય અવકાશ એજન્સીઓ કરતા પણ ઘણું ઉંચું થઈ ગયું છે. દેશવાસીઓ ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપી રહ્યા છે અને તેમના કાર્યની પ્રશંસા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અભિનંદન સંદેશાઓથી વિજ્ઞાનિકોને દેશવાસીઓ વધાવી રહ્યાં છે. અત્યારે દેશભરમાં ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે. ચાલો જાણીએ ચંદ્રયાન-3 મિશન અને તેના સોફ્ટ લેન્ડિંગ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો.

લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીને સ્પર્શ્યું અને સોફ્ટ લેન્ડિંગ કર્યું
ચંદ્રયાન-3ના લેન્ડિંગ અંગેની ચર્ચા 14 જુલાઈએ તેના લોન્ચ વખતેથી વેગ પકડી હતી. બુધવાર એટલે કે આજે સાંજના સાડા પાંચ વાગી જતાં દરેકની નજર સોફ્ટ લેન્ડિંગ પર ગઈ હતી. આ અત્યંત રોમાંચક સમય હતો. સામાન્ય માણસનું હૃદય ISROના વૈજ્ઞાનિકોની જેમ જ ઝડપથી ધબકતું થયું હતું. ત્યાર પછી એ ક્ષણ આવી કે જ્યારે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીને સ્પર્શ્યું અને સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. ઈસરોએ આ માટે સાંજે 6.04 વાગ્યાનો સમય નક્કી કર્યો હતો. 

વાતાવરણનું ઇન-સીટુ વિશ્લેષણ કરશે
ઈસરોના નિર્ધારિત આયોજન મુજબ જ થોડા સમય પછી લેન્ડર વિક્રમમાંથી રોવર પ્રજ્ઞાન રેમ્પ તરીકે પેનલનો ઉપયોગ કરીને ચંદ્રની સપાટી પર ઉતરશે. રોવરમાં વ્હીલ્સ અને નેવિગેશન કેમેરા છે. તે ચંદ્રના વાતાવરણનું ઇન-સીટુ વિશ્લેષણ કરશે અને લેન્ડર વિક્રમ સાથે માહિતી શેર કરશે. લેન્ડર વિક્રમ જમીન પરના વૈજ્ઞાનિકો સાથે સીધો માહિતીનો આદાન પ્રદાન કરશે. આ રીતે ચંદ્ર વિશેની અમૂલ્ય માહિતી પૃથ્વી પર આપણા સુધી પહોંચશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ