બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / India likely XI for 3rd Test vs England: Sarfaraz Khan, Dhruv Jurel to debut, toss up between Axar Patel, Kuldeep Yadav

ક્રિકેટ / રાજકોટ ટેસ્ટ : સરફરાઝ સહિત બે ખેલાડીઓનું ડેબ્યૂ ! અક્ષર-કુલદીપમાંથી એકને તક, ભારતની પ્લેઈંગ-11

Hiralal

Last Updated: 08:46 PM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રમાવાની છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા સ્ટાર આ ટેસ્ટમાં નથી રમવાના.

  • કાલે રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ 
  • સરફરાઝ ખાન અને ધ્રૂવ જુરેલને મળી શકે તક 
  • અક્ષર પટેલે કે કુલદીપ યાદવમાંથી કોઈ એકને તક 

ગુરુવારથી રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. પાંચ મેચોની શ્રેણીમાં હાલ બંને ટીમો 1-1થી બરાબરી પર છે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતનો 26 રને પરાજય થયો હતો. તે જ સમયે, ટીમ ઇન્ડિયાએ વિશાખાપટ્ટનમમાં 106 રનથી જીતીને જોરદાર વાપસી કરી હતી. રાજકોટ ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ ઈલેવન ઘણી બદલાયેલી દેખાઈ શકે છે. વિરાટ કોહલી વ્યક્તિગત કારણોસર ઇંગ્લેન્ડ સીરીઝમાં રમી રહ્યો નથી. શ્રેયસ અય્યરને છેલ્લી ત્રણ ટેસ્ટ માટે પડતો મૂકવામાં આવ્યો છે.

સરફરાઝ અને ધ્રુવ જુરેલને મળી શકે તક 
મુંબઈના બેટ્સમેન સરફરાઝ ખાન અને ઉત્તર પ્રદેશના વિકેટકીપર ધ્રુવ જુરેલને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં તરખાટ મચાવનારો સરફરાઝ મિડલ ઓર્ડરમાં રમી શકે છે, કારણ કે કેએલ રાહુલ અનફિટ હોવાને કારણે ત્રીજી ટેસ્ટ માટે ઉપલબ્ધ નથી. વિકેટકીપર કે.એસ.ભરતની જગ્યાએ જુરેલની પસંદગી થઈ શકે છે. જુરેલે 15 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે.

કોહલીને બદલે રજત પાટીદાર રમશે 
કોહલીના રિપ્લેસમેન્ટ તરીકે ભારતીય ટીમમાં સમાવાયેલા રજત પાટીદારે વિશાખાપટ્ટનમમાં ડેબ્યૂ કર્યું હતુ. તે પ્લેઇંગ ઇલેવનમાં રહે તેવી સંભાવના છે. સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હેમસ્ટ્રિંગની ઈજાના કારણે બીજી મેચમાં રમ્યો નહતો. જાડેજાએ ત્રીજી ટેસ્ટ માટે કમર કસી લીધી છે. પરત ફરતાં અક્ષર પટેલ અને કુલદીપ યાદવમાંથી કોઈ એકનું પત્તું કપાઈ શકે છે.

ઈંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટ માટે ટીમમાં કર્યો એક જ ફેરફાર 
ઈંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટ માટેની ટીમની જાહેરાત કરી દીધી છે, જેમાં માત્ર એક જ ફેરફાર કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડે સ્પિનર શોએબ બશીરની જગ્યાએ ફાસ્ટ બોલર માર્ક વુડને લેવાયો છે. 

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, આર.અશ્વિન, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ (વાઈસ કેપ્ટન), મોહમ્મદ સિરાજ.

ઈંગ્લેન્ડ : બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ડકેટ, ઝેક ક્રાઉલી, ઓલી પોપ, જો રુટ, જોની બેયરસ્ટો, બેન ફોક્સ, રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, માર્ક વૂડ, જેમ્સ એન્ડરસન.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ