બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / વિશ્વ / India And America Are Set To Seal A Trade Deal During Visit Of Donald Trump To India

પ્રવાસ / ટ્રમ્પનાં ભારત પ્રવાસ દરમિયાન ભારત-અમેરિકાનાં વ્યાપારને લઈને લેવાશે આ મોટો નિર્ણય

Dharmishtha

Last Updated: 08:37 AM, 5 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે આ મહિનાનાં છેલ્લા અઠવાડીયે ભારત પ્રવાસે આવવાનાં છે બન્ને દેશ વચ્ચે ચાલી રહેલા વ્યાપારની અડચણો હટવાની શક્યતા છે. સત્તાવાર સૂત્રોનો દાવો છે કે આ પ્રવાસ દરમિયાન બન્ને દેશોની વચ્ચે એક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થવાનાં નક્કી છે.

  • ટ્રમ્પ 23થી 26 ફેબ્રુઆરીની વચ્ચે બે દિવસના ભારત પ્રવાસે
  • આ પ્રવાસ દરમિયાન ટ્રેડ ડીલની સાથે રક્ષા મદદને વધારવા પર વાત થશે
  • આ સાથે બન્ને દેશોની વચ્ચે નવી કરાર થવાની શક્યતા છે

 
ડીલમાં કેટલાય નિશ્ચિત વ્યાપાર સેક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પ 23થી 26 ફેબ્રુઆરી ભારત પ્રવાસે આવવાનાં છે તે દિલ્હી ઉપરાંત અન્ય શહેરોમાં પણ જવાનાં છે. ત્યારે બન્ને દેશે તૈયારીમાં જોડાઈ ગયાં છે. ઉલ્લેખનીય છે કે તે સૌથી વધારે દિલ્હીમાં સમય વિતાવશે. આ પ્રવાસ દરમિયાન ભારત - અમેરિકાના વ્યાપારિક મુદ્દાઓ સાથે જોડાયેલા અધિકારીઓ અત્યારે તેને ફાયઈનલ ઓપ આપવામાં લાગેલા છે. સૂત્રોના જણાવ્યાનુંસાર ડીલમાં કેટલાય નિશ્ચિત વ્યાપાર સેક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

ફાઈલ તસવીર

ભારત માટે ટ્રેડ ડીલ મહત્વની છે

અમેરિકન રાષ્ટ્રપતિએ ગત વર્ષ ચીનની સાથે ચાલી રહેલા ટ્રેડ વોર દરમિયાન ભારતથી આવનારા કેટલાક નિશ્ચિત સ્ટીલ તથા એલ્યુમિનિયમના ઉત્પાદનો પર  ભારે કર થોપી દીધો છે. આ ઉપરાંત જીએસપી હેઠળ ખાત ઉત્પાદનોને મળનારી ટેરિફ છુટ પણ બંધ કરી નાંખી હતી. ભારત આ બન્ને નિર્ણયોને બદલવાનો આગ્રહ કરી રહ્યું છે. સાથે સાથે ભારત તરફથી કૃષિ, ઓટો મોબાઈલ, વાહનોનાં સ્પેરપાર્ટ તથા એન્જિનિયરિગ સાથે જોડાયેલા ઉત્પાદનો માટે અમેરિકાનાં દરવાજા ખોલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ અમેરિકા તરફથી ભારત પર પોતાનાં કૃષિ, મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન, ડેરી ઉત્પાદન અને ચિકિત્સા ઉપકરણો માટે પોતાના બજારનાં દરવાજા ખોલવા દબાણ કરવામાં આવી રહ્યું છે. 

ફાઈલ તસવીર

બન્ને દેશો વચ્ચેનો વ્યાપાર 

  • ભારતે યુએસમાં વર્ષ 2018-19માં 52.4 અરબ ડૉલરના ઉત્પાદની નિકાસ કરી હતી 
  • ભારતે યુએસમાંથી 35.5 અરબ ડૉલરની આયાત કરી હતી
  • બન્ને દેશોની વચ્ચે 21.3 અરબ ડૉલરનું વ્યાપારમાં નુકશાન થયું હતું
  • બન્ને દેશ વચ્ચે વર્ષ 2018-19 દરમિયાન  વ્યાપાર નુકશાન ઘટીને 16.9 અરબ ડૉલર થયું હતું
  • વર્ષ 2018-19માં અમેરિકાએ ભારતમાં 3.13 અરબ ડૉલરનું રોકાણ કર્યું હતું
  • અમેરિકા તરફથી 02 અરબ ડૉલર જ રોકણ અમેરિકા તરફથી કરવામાં આવ્યું હતું

રક્ષા મદદને વધારવા પર સમજૂતી થશે

સૂત્રોનાં જણાવ્યાનુસાર અમેરિકાનાં રાષ્ટ્રપતિ  પ્રવાસ દરમિયાન બન્ને દેશોની વચ્ચે ટ્રેડ ડીલ ઉપરાંત રક્ષા સહયોગને હજું આગળ વધારવા ચર્ચા કરશે. સૂત્રોએ જણાવ્યું છે કે આ માટે બન્ને દેશોની વચ્ચે નવી સમજૂતી થવાની શક્યતા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ