બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Ind vs WI: A turning point and the West Indies lost, here are the 5 real heroes behind India's win

ક્રિકેટ / Ind vs WI: એક ટર્નિંગ પોઇન્ટ અને વેસ્ટ ઇન્ડીઝનું પિડલું વળી ગયું, આ છે ભારતની જીત પાછળના 5 અસલી હીરો

Megha

Last Updated: 08:59 AM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની ધમાકેદાર શરૂઆત કરી, ટીમ ઈન્ડિયાએ 2 મેચોની સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસે વેસ્ટ ઈન્ડિઝને એક ઇનિંગ અને 141 રનથી હરાવ્યું હતું.

  • ભારતીય ટીમે બે મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ જીતી લીધી
  • વેસ્ટ ઈન્ડિઝને એક ઇનિંગ અને 141 રનથી હરાવ્યું
  • ટીમ ઈન્ડિયાની આ જીતના 5 હીરો છે 

ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની બે મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ એક ઈનિંગ અને 141 રને જીતી લીધી છે. આ જીત સાથે ભારતે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે પાંચ વિકેટે 421 રન બનાવ્યા. પ્રથમ દાવના આધારે ભારતને 271 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ ફરી એકવાર નિરાશ કર્યા હતા. બીજા દાવમાં વિન્ડીઝની ટીમ માત્ર 130 રનમાં સમેટાઈ ગઈ હતી. હવે સીરિઝની બીજી મેચ 20 જુલાઈથી ત્રિનિદાદમાં રમાશે.

ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની ધમાકેદાર શરૂઆત કરી છે. ટીમ ઈન્ડિયાએ 2 મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસે જ યજમાન વેસ્ટ ઈન્ડિઝને એક ઇનિંગ અને 141 રનથી હરાવ્યું હતું.  આ જીતના 5 હીરો હતા જેમણે એશિયાની બહાર ભારતને ઇનિંગ્સના માર્જિનથી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અનુભવી ઓફ સ્પિનર ​​આર અશ્વિન, યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને વિરાટ કોહલીની મદદથી ભારત સીરિઝમાં લીડ લેવામાં સફળ રહ્યું હતું.

રવિચંદ્રન અશ્વિન
જમણા હાથના સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિનની શાનદાર બોલિંગથી ભારતે ત્રીજા દિવસે જ વિન્ડીઝને હરાવ્યું હતું. અશ્વિને વિન્ડીઝની પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી જ્યારે બીજી ઇનિંગમાં તેણે 7 વિકેટ ઝડપી હતી.  મેચમાં કુલ 12 વિકેટ ઝડપનાર અશ્વિને આ દરમિયાન ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. 

યશસ્વી જયસ્વાલ
યશસ્વી જયસ્વાલે પોતાનું ટેસ્ટ ડેબ્યુ શાનદાર રીતે કર્યું છે. પ્રથમ વખત વિન્ડીઝની મુલાકાતે આવેલા યશસ્વીએ ડોમિનિકા ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 171 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 387 બોલમાં 16 ફોર અને એક સિક્સર ફટકારી હતી. યશસ્વી ડાબા હાથનો બેટર છે અને તેને સાબિત કર્યું છે કે તે કોઈપણ પરિસ્થિતિમાં શાનદાર બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. 

રોહિત શર્મા
રોહિત શર્માએ પ્રથમ દાવમાં 103 રન બનાવ્યા હતા. પોતાની ટેસ્ટ કારકિર્દીની 10મી સદી ફટકારનાર રોહિતે યશસ્વી સાથે પ્રથમ વિકેટ માટે રેકોર્ડ 229 રનની ભાગીદારી કરી હતી. રોહિત અને યશસ્વીએ ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. હિટમેને 221 બોલમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. 

રવિન્દ્ર જાડેજા
રવિન્દ્ર જાડેજાએ પ્રથમ દાવમાં 3 વિકેટ લીધી હતી જ્યારે બીજી ઈનિંગમાં તે 2 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. એક છેડેથી જાડેજા કેરેબિયન બેટ્સમેનો પર દબાણ બનાવતો રહ્યો અને બીજા છેડેથી અશ્વિન વિકેટ લેતો રહ્યો. મેચમાં અશ્વિન અને જાડેજાની જુગલબંધી થઈ રહી હતી. 

વિરાટ કોહલી
કિંગ કોહલી ભલે તેની સદી ચૂકી ગયો પણ કોહલીએ 182 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 76 રન બનાવ્યા હતા. શુભમન ગિલ અને અજિંક્ય રહાણેની વિકેટ પડ્યા બાદ વિરાટ અને યશસ્વી જયસ્વાલ સાથે મળીને ત્રીજી વિકેટ માટે 110 રન બનાવ્યા હતા. જ્યારે જાડેજાએ પાંચમી વિકેટ માટે 49 રનની ભાગીદારી કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ