એશિયા કપમાં શ્રીલંકાની ઈનિંગમાં કોહલીએ કરી ગંભીર ભૂલ
શ્રીલંકાની ટીમને મફતમાં અપાવ્યાં ઓવરથ્રોના 6 રન
કોહલીએ રન જવા ન દીધા હોત તો શ્રીલંકા 44 રનમાં સમેટાઈ ગયું હોત
એશિયા કપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 10 વિકેટથી હરાવ્યું હતું. રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ બીજી વખત આ ખિતાબ જીતવામાં સફળ રહી છે. લગભગ 8 કલાક સુધી ચાલેલી આ મેચ ભારતે માત્ર 2 કલાકમાં પૂરી કરી હતી. હકીકતમાં શ્રીલંકાની ટીમ પ્રથમ બેટિંગ કરતા માત્ર 50 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે 51 રનનો ટાર્ગેટ 6.1 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો.
If Virat didn't overthrow that four then Sri Lanka would have broken RCB's 49 record.
RCBians love each record of theirs be it 263 or 49.
કોહલીએ ભૂલ ન કરી હોત તો શ્રીલંકા 50 પર પણ ન પહોંચ્યું હોત
વિરાટ કોહલીની ભૂલના કારણે શ્રીલંકાને એક્સ્ટ્રા 6 રન ન મળ્યા હોત તો તે માત્ર 44 રન જ બનાવી શક્યું હોત અને તેમનો પ્રથમ લોએસ્ટ સ્કોર 43 રન હતો.
કોહલીએ શ્રીલંકન ઈનિંગની 14મી ઓવરમાં આ ભૂલ કરી હતી. કોહલીએ સિરાજની આ ઓવરમાં ઓવરથ્રોના 5 રન આપ્યા હતા. કોહલીના ઓવરથ્રોના કારણે શ્રીલંકાને 1 રનને બદલે 6 રન મળ્યા હતા. આ પછી જ શ્રીલંકા 50 સુધી પહોંચ્યું હતું. વિરાટે આ ઓવર થ્રોના રન આપ્યાં ત્યારે શ્રીલંકાનો સ્કોર 41/8 હતો.
If Virat didn't overthrow that four then Sri Lanka would have broken RCB's 49 record.
RCBians love each record of theirs be it 263 or 49.
એશિયા કપની ફાઈનલમાં શું થયું
એશિયા કપની ફાઈનલમાં ભારત તરફથી મોહમ્મદ સિરાજે આ મેચમાં 6 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાએ પોતાના બોલિંગ સ્પેલમાં પણ 3 વિકેટ લીધી હતી. જસપ્રિત બુમરાહને 1 વિકેટ મળી હતી. શ્રીલંકાની ટીમ 15.2 ઓવરમાં 50 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 5 શ્રીલંકન બેટ્સમેનો ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. શુભમન ગિલ અને ઈશાન કિશનની જોડીએ 6.1 ઓવરમાં મેચ જીતી લીધી હતી. ઈશાને 23 અને ગિલે 27 રન બનાવ્યા હતા.