બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / સ્પોર્ટસ / Cricket / ind vs sa 1st odi live score streaming playing xi kl rahul aiden markram india south africa macth live updates tspo

ક્રિકેટ / પહેલી વનડેમાં અર્શદીપ-આવેશ ખાને મચાવ્યું તોફાન એવી બોલિંગ કરીને દ.આફ્રિકા ભોંયભેગું

Dinesh

Last Updated: 05:15 PM, 17 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

cricket news: ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યા પછી દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી અને પાવરપ્લેમાં જ તેણે ચાર વિકેટ ગુમાવી દીધી હતી

  • પ્રથમ મેચ આજે જોહાનિસબર્ગના ન્યૂ વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાઈ
  • દક્ષિણ આફ્રિકાએ ભારતને જીતવા માટે 117 રનનો ટાર્ગેટ આપ્યો હતો
  • દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી


cricket news: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 શ્રેણી 1-1થી બરાબરી થઈ હતી. હવે બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણી રમાઈ રહી છે. જેની પ્રથમ મેચ આજે જોહાનિસબર્ગના ન્યૂ વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને જીતવા માટે 117 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 

પાવરપ્લેમાં જ ચાર વિકેટ ખેરવી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યા પછી દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી અને પાવરપ્લેમાં જ તેણે ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ ચાર વિકેટ અર્શદીપ સિંહે લીધી હતી. અર્શદીપ સિંહે રીઝા હેન્ડ્રીક્સ અને રાસી વાન ડેર ડુસેનને તેની પહેલી જ ઓવરમાં ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયને પરત મોકલી દીધો હતો. બાદમાં અર્શદીપે અન્ય ઓપનરો ટોની ડી જોર્જી અને હેનરિક ક્લાસેનને આઉટ કર્યા હતા. અર્શદીપ સિંહ બાદ અવેશ ખાનનો જાદુ જોવા મળ્યો અને તેણે કેપ્ટન એડન માર્કરામ અને વિયાન મુલ્ડરને બોલ પર સતત ફટકારીને આફ્રિકન ટીમની હાલત ખરાબ કરી દીધી હતી. ત્યાર બાદ અવેશે ખતરનાક બેટ્સમેન ડેવિડ મિલર અને કેશવ મહારાજને પણ પેવેલિયન મોકલ્યા હતા. 73 રનમાં સાત વિકેટ પડી ગયા બાદ એવું લાગી રહ્યું હતું કે દક્ષિણ આફ્રિકા 100 રન પણ બનાવી શકશે નહીં, પરંતુ એન્ડીલે ફેહલુકવાયોએ કેટલાક મોટા શોટ લગાવીને દક્ષિણ આફ્રિકાને 116 રન સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.

અર્શદીપએ પાંચ વિકેટ લીધી હતી
ફેહલુકવાયોએ 49 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 33 રન બનાવ્યા હતા. જ્યારે ટોની ડી જોર્જીએ 28 રનની ઈનિંગ રમી જેમાં બે ચોગ્ગા અને છ છગ્ગા સામેલ હતા. ભારત તરફથી અર્શદીપ સિંહે 10 ઓવરમાં 47 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. અવેશ ખાનને ચાર વિકેટ મળી હતી, જ્યારે કુલદીપ યાદવને એક વિકેટ મળી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ