બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs IRE: Bumrah joins Rohit-Kohli club, becomes fifth Indian captain to achieve such feat

ક્રિકેટ / IND vs IRE: બુમરાહે બનાવી લીધું રોહિત-કોહલીની ક્લબમાં સ્થાન, બન્યો આવું પરાક્રમ કરનાર પાંચમો ભારતીય કેપ્ટન

Megha

Last Updated: 09:45 AM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs IRE: જસપ્રીત બુમરાહની કેપ્ટન્સીમાં ભારતે સીરિઝ 2-0થી જીતી છે, સાથે જ ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કરી લીધા. બુમરાહ કેપ્ટન તરીકે પ્લેયર ઓફ ધ સિરીઝનો જીતનાર પાંચમો ખેલાડી બની ગયો છે.

  • આયર્લેન્ડ સામેની  ત્રીજી T20 મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી 
  • જસપ્રીત બુમરાહની કેપ્ટન્સીમાં ભારતે સીરિઝ 2-0થી જીતી
  • કેપ્ટન તરીકે પ્લેયર ઓફ ધ સિરીઝનો જીતનાર પાંચમો ખેલાડી બન્યો બુમરાહ 

Player of the Series Jasprit Bumrah: ભારત અને આયર્લેન્ડ (IND vs IRE)વચ્ચેની ત્રીજી T20 મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી. આ મેચમાં એક પણ બોલ ફેંકી શકાયો નહોતો. ગઈકાલે સતત વરસાદ પડી રહ્યો હતો જેના કારણે અમ્પાયરોએ મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે ટીમ ઈન્ડિયાએ પહેલા જ સીરિઝની પહેલી બે મેચ જીતી લીધી હતી. આ કારણે જસપ્રીત બુમરાહની(Jasprit Bumrah) કેપ્ટન્સીમાં ભારતે સીરિઝ 2-0થી જીતી છે. સીરીઝ જીતતાની સાથે જ બુમરાહે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કરી લીધા. 

બુમરાહે આ શાનદાર પ્રદર્શન કર્યું 
કેપ્ટન જસપ્રિત બુમરાહે આયર્લેન્ડ સામેની પ્રથમ બે મેચમાં 4 વિકેટ ઝડપી હતી અને ઈકોનોમી પણ ખૂબ સારી હતી. આ કારણે તેને 'પ્લેયર ઓફ ધ સિરીઝ'નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ટી20 ઈન્ટરનેશનલમાં બુમરાહનો આ બીજો 'પ્લેયર ઓફ ધ સિરીઝ' એવોર્ડ (Player of the Series Jasprit Bumrah)છે. મહત્વનું છે કે આ સાથે જ બુમરાહે રોહિત શર્મા, યુઝવેન્દ્ર ચહલ, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલની બરાબરી કરી લીધી છે. આ ખેલાડીઓએ T20 ઈન્ટરનેશનલમાં બે 'પ્લેયર ઓફ ધ સિરીઝ' એવોર્ડ જીત્યા છે. 

ભારત માટે T20I માં સૌથી વધુ પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ મેળવનાર ખેલાડીઓ: 
વિરાટ કોહલી - 7 એવોર્ડ 
સૂર્યકુમાર યાદવ - 3 એવોર્ડ 
ભુવનેશ્વર કુમાર - 3 એવોર્ડ 
જસપ્રીત બુમરાહ - 2 એવોર્ડ
યુઝવેન્દ્ર ચહલ - 2 એવોર્ડ
રોહિત શર્મા - 2 એવોર્ડ
હાર્દિક પંડ્યા - 2 એવોર્ડ
અક્ષર પટેલ - 2 એવોર્ડ

આવું કરનાર  પાંચમો ભારતીય બન્યો 
જસપ્રીત બુમરાહ T20I માં કેપ્ટન તરીકે પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીતનાર પાંચમો ખેલાડી બની ગયો છે. તેની પહેલા સુરેશ રૈના, વિરાટ કોહલી, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા આ કારનામું કરી ચુક્યા છે. કોહલીએ કેપ્ટન તરીકે ટી20માં ત્રણ વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો છે. 

T20I માં પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીતનાર ભારતીય કેપ્ટન: 
સુરેશ રૈના, ઝિમ્બાબ્વે સામે (2010)
વિરાટ કોહલી, શ્રીલંકા સામે (2017)
વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ સામે  (2019)
વિરાટ કોહલી, ઈંગ્લેન્ડ સામે (2021)
રોહિત શર્મા, ન્યુઝીલેન્ડ સામે (2021)
હાર્દિક પંડ્યા, ન્યુઝીલેન્ડ સામે  (2023)
જસપ્રિત બુમરાહ, આયર્લેન્ડ સામે (2023)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ