બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IND vs BAN: India beat Bangladesh first test in Chattogram, take 1 0 lead in 2 match series
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ફરી ક્રિકેટમાં ફેન્સને ખુશ કરી દીધા, બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝની પહેલી જ મેચમાં જોરદાર જીત બાદ ટીમની સાથે સાથે ફેન્સનો ઉત્સાહ પણ વધી ગયો છે. ટીમ ઈન્ડિયાના બોલર્સે આ વખતે મેચમાં કમાલ કર્યો અને મેચના હીરો રહ્યો કુલદીપ યાદ.
બાંગ્લાદેને કચડી નાંખ્યું
ભારતે બાંગ્લાદેશના 188 રનના મોટા અંતરથી મેચમાં હાર આપી. પાંચ દિવસથી ચાલી રહેલ મેચમાં ચોથા દિવસે માત્ર 52 રન બનાવીને બાંગ્લાદેશની ટીમ ઓલ આઉટ થઈ ગઈ. મેચના છેલ્લા દિવસે કુલદીપ યાદવે બે વિકેટ ખેરવી જ્યારે અક્ષર પટેલ અને મહોમ્મદ સિરાજને એક એક સફળતા હાથ લાગી.
ADVERTISEMENT
ADVERTISEMENT
કુલદીપ યાદવ જે મેચના હીરો બન્યો તેણે કુલ આઠ વિકેટ લીધી જેમાં પહેલી ઈનિંગમાં પાંચ અને બીજી ઈનિંગમાં ત્રણ વિકેટ ખેરવી. પહેલી ઈનિંગમાં 40 રન પણ ફટકાર્યા હતા.
શુભમન અને પૂજારાની ધડાધડ બેટિંગ
પહેલી ઈનિંગમાં ભારતના કુલ 404 રન બન્યા હતા જે બાદ ભારતના કુલદીપ યાદવ અને સિરાજે શાનદાર બોલિંગ કરી અને બાંગ્લાદેશની ટીમને 150 રનમાં સમેટી નાંખી. બીજી ઈનિંગમાં શુભમન ગિલ અને પૂજારાની શાનદાર બેટિંગના કારણે બે વિકેટ ગુમાવી ભારતે 258 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયાએ 514 રનનું લક્ષ્ય રાખી ઈનિંગ ઘોષિત કરી નાંખી.
ADVERTISEMENT
ADVERTISEMENT
અક્ષર પટેલે કર્યો કમાલ
ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં સ્ટાર ગુજરાતી ખેલાડી અક્ષર પટેલે પણ ચાર વિકેટ ખેરવીને ટીમમાં જોરદાર યોગદાન આપ્યું. પહેલી ઈનિંગમાં અક્ષરે એક વિકેટ લીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.