રવિચંદ્રન અશ્વિન ભારત તરફથી ઓસ્ટ્રેલીયાની ટીમ સામે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ લેનાર બોલર બન્યો છે. આ મામલે તેને અનુભવી સ્પિનર અનિલ કુંબલેને પાછળ છોડી દીધો છે.
રવિચંદ્રન અશ્વિન દરરોજ નવા રેકોર્ડ બનાવતો જોવા મળે છે
અશ્વિન ઓસ્ટ્રેલીયાની સામે સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બન્યો
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર રવિચંદ્રન અશ્વિન દરરોજ નવા રેકોર્ડ બનાવતો જોવા મળે છે. ઓસ્ટ્રેલિયા સામે રવિવારે રમાયેલી બીજી વનડે મેચમાં અશ્વિને શાનદાર બોલિંગ કરી હતી. અશ્વિને ઘાતક બોલિંગ કરી અને 7 ઓવરમાં 41 રન આપીને 3 વિકેટ લીધી. આ ત્રણ વિકેટ સાથે અશ્વિને એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો.
અશ્વિન ટીમ સામે સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બન્યો
રવિચંદ્રન અશ્વિન ભારત તરફથી એક ટીમ સામે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ લેનાર બોલર બન્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે 144 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે અને આ મામલે તેણે અનુભવી સ્પિનર અનિલ કુંબલેને પાછળ છોડી દીધો છે. જેણે ઓસ્ટ્રેલિયા સામે 142 વિકેટ લીધી હતી. જ્યારે કપિલ દેવે પાકિસ્તાન સામે 141 વિકેટ લઈને આ સિદ્ધિ મેળવી છે. અનિલ કુંબલેએ પાકિસ્તાન સામે 1356 વિકેટ લેવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. જ્યારે કપિલ દેવે વેસ્ટ ઈન્ડિઝ સામે 132 વિકેટ લીધી હતી.
અશ્વિન અને જાડેજાએ કાંગારૂ બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા
તો બીજી તરફ જાડેજા 5.2 ઓવરમાં 42 રન આપીને 3 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. જ્યાં ઓસ્ટ્રેલિયન બોલરો ઈન્દોરની પિચ પર કોઈ અસર છોડવામાં નિષ્ફળ રહ્યા હતા, તો બીજી તરફ અશ્વિન અને જાડેજાએ તેમની અદભૂત બોલિંગથી કાંગારૂ બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા હતા.
Most international wickets for India against a team
144 - Ravichandran Ashwin vs Australia 142 - Anil Kumble vs Australia 141 - Kapil Dev vs Pakistan 135 - Anil Kumble vs Pakistan 132 - Kapil Dev vs West Indies#INDvsAUSpic.twitter.com/uN2rTQahBa
વર્લ્ડ કપની ટીમમાં સ્થાન ન મળ્યું
ખાસ વાત એ છે કે અશ્વિનને એશિયા કપમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું સાથે જ અશ્વિનને વર્લ્ડ કપ ટીમમાં જગ્યા મળી નથી. તેને લગભગ દોઢ વર્ષ બાદ ODIમાં સ્થાન મળ્યું છે. અક્ષર પટેલની ઈજા બાદ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અશ્વિનના આ શાનદાર પ્રદર્શનને જોઈને ચાહકો તેને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન આપવાની માંગ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપની ટીમમાં 27 સપ્ટેમ્બર સુધી ફેરફાર કરવામાં આવી શકે છે.
કાંગારૂની ટીમ બીજી મેચ સાથે સીરિઝ પણ હારી ગઈ
આ મેચમાં ટીમ ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આવી સ્થિતિમાં ભારતે મજબૂત બેટિંગનું પ્રદર્શન કર્યું અને નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 399 રન બનાવ્યા. ભારતીય ટીમે આ ઇનિંગમાં ઘણા રેકોર્ડ તોડ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં આ ભારતનો સૌથી મોટો રેકોર્ડ હતો. આ પછી ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની 9 ઓવર પછી વરસાદ આવ્યો ત્યારબાદ ઓસ્ટ્રેલિયાને 33 ઓવરમાં 317 રનનો ટાર્ગેટ મળ્યો. જવાબમાં કાંગારૂની આખી ટીમ 217 રનમાં સમેટાઈ ગઈ અને મેચની સાથે જ સીરિઝ પણ ગુમાવી દીધી.