બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / IND Vs AUS: Big mistake from KL Rahul, misses an easy chance - Marnus Labuschagne gets a lifeline

નબળી વિકેટકીપિંગ / Ind Vs Aus: KL રાહુલ પર ક્રિકેટ રસિયાઓ ભડક્યા, અડધી પીચ પર ઉભો હતો બેટ્સમેન છતાં ન કરી શક્યો રન આઉટ, VIDEO વાયરલ

Megha

Last Updated: 04:42 PM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના  KL રાહુલને વિકેટ કીપર બેટ્સમેન તરીકે જોવામાં આવી રહ્યો છે પણ ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝની પ્રથમ મેચમાં KL રાહુલે મોટી ભૂલ કરી.

  • ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝની પ્રથમ મેચમાં KL રાહુલે મોટી ભૂલ કરી 
  • KL રાહુલે લાબુશેનનો સહેલો રન આઉટ કરવાનો મોકો છોડી દીધો 
  • આ ભૂલ માટે લોકો હાલ તેને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે

આવતા મહિને શરૂ થતા ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના  KL રાહુલને વિકેટ કીપર બેટ્સમેન તરીકે જોવામાં આવી રહ્યો છે. પરંતુ કેએલ રાહુલે વર્લ્ડ કપ પહેલા શરૂ થયેલી ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝની પ્રથમ મેચમાં મોટી ભૂલ કરી હતી. તેને 11 રન પર રમી રહેલા માર્નસ લાબુશેનનો સહેલો રન આઉટ કરવાનો મોકો છોડી દીધો હતો. રાહુલની આ ભૂલ જોઈને ભારતીય ટીમ મેનેજમેન્ટ ચોક્કસપણે ચિંતિત થઈ જશે. 

મોહમ્મદ શમીએ ઇનિંગની 21મી ઓવરમાં સ્ટીવ સ્મિથ (41)ને બોલ્ડ કરીને ભારતને સફળતા અપાવી હતી . આ પછી, લાબુશેન તેની આગલી જ ઓવરમાં શોટ રમીને રન લેવા માટે ભાગ્યો હતો અને સૂર્યકુમાર યાદવે પોતાના મજબૂત ડાઈવની મદદથી આ શોટને કવરમાં રોક્યો અને તેણે તરત જ બોલ ઉપાડીને તેના કેપ્ટન અને વિકેટકીપર કેએલ રાહુલ તરફ ફેંક્યો. અહીં સૂર્યાએ તેની ડાબી બાજુએ એક શાનદાર ડાઇવ લગાવીને તેનો શોટ રોક્યો હતો પરંતુ માર્નસ લાબુશેને આઉટ કરવાની તેની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. 

થયું એવું કે જ્યારે લેબુશેન વિકેટથી દૂર હતો ત્યારે સૂર્યકુમાર યાદવે કવરમાંથી બોલ કીપર તરફ ફેંક્યો, પરંતુ કેએલ રાહુલ આ થ્રો પકડી શક્યો નહીં અને રનઆઉટની આસાન તક ગુમાવી દીધી. કેએલ રાહુલની આ ભૂલ માટે લોકો હાલ તેને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. 

આ મેચમઆ ટીમ ઈન્ડિયાએ ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપ્યો છે ત્યારે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક અને ઓલરાઉન્ડર મેક્સવેલ ઈજાના કારણે રમવાના નથી. ટીમ ઈન્ડિયા રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ વિના મેદાન પર ઉતરી છે. 

પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11: 
શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (કેપ્ટન), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ